સર્વે: નોકરી અંગે શું વિચારે છે ભારતીય પ્રોફેશનલ્સ
બેંગ્લોર: એક સમય હતો જ્યારે લોકો સુરક્ષિત ભવિષ્ય, આરામની નોકરી અને સંતોષના કારણોથી સરકારી નોકરી પાછળ ભાગતા હતા. આજે સમય બદલાઈ ગયો છે. દેશના 48 ટકા પ્રોફેશનલ્સ પોતાની નોકરીથી ખુશ છે. તેમને સરકારી નોકરીની કોઈ લાલસા નથી.
હાલમાં જ વેબસાઈટ લીન્ક્ડ ઈને એક સર્વે કરાવ્યો જેમા દેશના યુવાનોના વિચારોને પરખવાની કોશિષ કરવામાં આવી. ચાલો જોઈએ આ સર્વેમાં કંઈ કંઈ વાતો સામે આવી.
1. દેશના 55 ટકા પ્રોફેશનલ્સ ધૈર્ય સાથે નોકરીની શોધ કરી રહ્યાં છે.
2. દેશના 48 ટકા પ્રોફેશનલ્સ પોતાની વર્તમાન નોકરીથી ખુશ છે.
3. 87 ટકા લોકો નોકરીના આવેદન પહેલા કંપની સાથે વાતચીત કરવા માંગે છે.
4. 79 ટકા લોકો કામની ભૂમિકાને જાણવા માટે ઈચ્છુક છે.
5. 77 ટકા લોકો પોતાના ઈન્ટરવ્યુંના રીઝલ્ટને જાણવા માંગે છે .
6. 52 ટકા લોકો જેના અંડરમાં કામ કરવાનું છે તેની સાથે વાત કરવા માંગે છે.
7. 52 ટકા લોકો સેલેરીની વાત કર્યા બાદ જોબ જોઈન કરવાનું વિચારે છે.
8. 31 ટકા લોકો પોતાની પ્રોફાઈલ ડેવલોપમેન્ટને લઈને નિર્ણય કરે છે.
અન્ય કેટલીક વાતો પણ છે જે આપ તસવીરો સાથે સ્લાઈડર કરીને જાણી શકો છો.

સર્વે રીપોર્ટ
સ્લાઈડરમાં આપ સર્વે રીપોર્ટની અન્ય વાતો જાણી શકો છો.

47 ટકા લોકોના સીવી અપડેટ
દેશમાં 47 ટકા લોકો જ છે જેમણે પોતાના રીઝ્યુમ અપડેટ કર્યાં છે.

59 ટકા લોકો સેલેરી કોન્શિયસ
દેશના 59 ટકા લોકો સેલેરી પહેલા પોતાનો પગાર જાણવા ઈચ્છે છે.

43 ટકા વધુ ઉત્સુક
43 ટકા લોકો એવા છે જે નોકરી જોઈન કરતા પહેલા ઘણું બધુ જાણવા ઈચ્છે છે.

31 ટકા લોકો શાંતિ ઈચ્છે છે
31 ટકા લોકો નોકરીનો સ્વીકાર કરતા પહેલા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બેલેન્સ રહેશે કે નહીં તે વિચારે છે.












Click it and Unblock the Notifications
