• search

ભારતના નળોમાંથી ગુમ થઇ જશે પાણી, રિપોર્ટમાં અપાઇ ચેતવણી

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  દેશભરમાં જ્યાં એક તરફ ગરમી વધી રહી છે. ત્યાં જ બીજી તરફ ભારત સામે જળસંકટ ઊભો થયો છે. જે અંગે એક રિપોર્ટમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉપગ્રહ પ્રણાલીની આધારે જે શોધ કરવામાં આવી છે તેના રિપોર્ટ મુજબ ભારતમાં બહુ જલ્દી તીવ્ર પાણીની તંગી ઊભી થશે. રિપોર્ટ મુજબ ભારત, મોરેક્કો, ઇરાક અને સ્પેનને આ જળસંકટના કારણે સૌથી વધુ અને ગંભીર અસર થવાની સંભાવના છે. દુનિયાના 500,000 પુલ માટે પૂર્વ ચેતવણી ઉપગ્રહ પ્રણાલી બનાવનાર ડેવલપર્સ મુજબ ભારત, મોરેક્કો, ઇરાક અને સ્પેનમાં જળ સંકર "ડે ઝીરો" સુધી પહોંચી ગયું છે. અને આ કારણે નળોમાંથી પાણી એકદમથી ગુમ થઇ જવાની સંભાવના રહેલી છે.

  જળસંકટ

  જળસંકટ

  અંગ્રેજી છાપુ ગાર્ઝિયનની રિપોર્ટ મુજબ ઉપગ્રહથી પ્રાપ્ત સંકેતોના આધારે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જળશયોમાં પાણી ખૂટી રહ્યું છે. વર્લ્ડ રિસોર્સસ ઇસ્ટીટ્યૂટ એટલે કે ડબ્લ્યૂઆરઆઇ મુજબ પાણીની વધતી માંગ, વ્યવસ્થાનો અભાવ અને જળવાયુ પરિવર્તનના કારણે આવનારા દિવસોમાં અનેક અન્ય દેશો પણ આ સંકટથી પસાર થશે. અમેરિકા સ્થિત પર્યાવરણ સંગઠન, ડેલ્ટારેસ, ડચ સરકાર અને અન્ય સાથે મળીને જળ અને સુરક્ષા સંબંધી પૂર્વ ચેતવણી પર કામ કરી રહ્યા છે.

  ગુજરાત

  ગુજરાત

  આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત વર્ષે જ ઓછા વરસાદના કારણે મધ્ય પ્રદેશના પુલ ઇન્દિરા સાગરના સૌથી ઉપરના હિસ્સા પરથી પાણી નીચે તળીએ બેસી ગયું છે. આ જળાશયનો ઉપયોગ 30 કરોડ લોકોને પાણી પુરી પાડવા માટે કરવામાં આવે છે. અને સરદાર સરોવર માટે આ મામલે પાણી લેવામાં આવતા પણ વિવાદ થયો હતો. વધુમાં ગુજરાત સરકારે આ વખતે પણ સિંચાઇ અટકતા ખેડૂતોને પાક ના વાવવા માટે અપીલ કરી હતી.

  ભારતને નુક્શા

  ભારતને નુક્શા

  જળ સંકટની એક માત્ર સમસ્યા ઓછો વરસાદ આવતો તે બિલકુલ નથી. ઇઝરાયેલ જેવા દેશોમાં જ્યાં વરસાદ ખાલી 25 સેમીથી પણ ઓછો થાય છે ત્યાં પણ જીવન ચાલી રહ્યું છે. કારણ કે ત્યાં પાણીના એક પણ ટીપાને વ્યથ જવા નથી દેવામાં આવતું. અને ત્યાં તેવી રીતની ટેકનોલોજી પણ વિકસાવવામાં આવી છે જેના કારણે આ પાણીની સમસ્યાને નિવારી શકાય. જો કે તેનાથી ઊંધુ ભારતમાં 15 ટકા જ જળનો ઉપયોગ થાય છે. બાકીનું પાણી વહીને સમુદ્રમાં જતું રહે છે. વળી ફેક્ટરીમાંથી નીકળતો કચરો નદીઓમાં મળીને પાણીને દુષિત કરે છે. તે જોતા જે રીતે આજે વિશ્વમાં તેલને લઇને યુદ્ધ થઇ રહ્યું તે જ રીતે ભવિષ્યમાં પાણીને લઇને વિશ્વમાં યુદ્ધ થવાની સંભાવના બનેલી છે.

  English summary
  Save Water : Taps may run completely dry new satellite data warns acute water crisis in India

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more