For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ સ્ટારોના કારણે ભારતમાં વધી રહ્યું છે ટેટૂનું ચલણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 નવેમ્બર: ગઇકાલ સુધી કોઇના ચહેર પર ટેટૂ ચિતરેલું જોતા તો પોતાના માટે એક વાત કહેવાતી પરંતુ ફિલ્મ સ્ટાર અને ક્રિકેટરોના કારણે આજે ટેટૂ બાળો-યુવાનોમાં લોકપ્રિય બની ગયું છે. પહેલાં ટેટૂ બનાવવું એક ખર્ચારૂપ અને પીડાદાયક વાત કહેવાતી હતી પરંતુ આજે એવું કંઇ નથી આજે તો લોકો મોર્ડન દેખાવવા માટે કલાકો સુધી ટેટૂ બનાવવા માટે અસહ્ય દર્દ સહન કરે છે.

એક તાજા સર્વેનું માનીએ તો ગત એકવર્ષમાં ટેટૂના ધંધામાં સો ટકાનો વધારો થયો છે. વિષેશજ્ઞ તાજેતરમાં આ સેક્ટરમાં આવેલા જોરદાર ઉછાળાનો શ્રેય રિતિક રોશન અને દીપિકા પાદુકોણેને આપે છે. વેબસાઇટ 'માયડાલા ડોટ કોમ'ના એક રિપોર્ટથી દેશના ટેટૂ ઉદ્યોગમાં થયેલા ફેલાવાની ખબર પડે છે.

માયડાલા ડોટ કોમના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી અનીશા સિંહે આઇએનએસને જણાવ્યું હતું કે 'ભારતમાં ગત ચાર વર્ષોમાં ટેટૂનો વેપાર ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને તેનું મુખ્ય કારણ બૉલીવુડ છે. તેમને કહ્યું હતું કે 'પૂર્વમાં 18-25 વર્ષના યુવાનો જ ટેટૂ ચિતરાવતા હતા, પરંતુ હવે 40 વર્ષના વ્યક્તિઓ પણ પોતાના શરીર પર એક ટેટૂ ચિતરાવવા માંગે છે.'

પહેલાં પ્રતિક અને હવે ફેશન

પહેલાં પ્રતિક અને હવે ફેશન

વર્ષ 1960માં ટેટૂનો વિદ્રોહના પ્રતિકના રૂપમાં લેવામાં આવતું હતું. વર્ષ 1990 સુધી તેને ફેશનના રૂપમાં લેવામાં આવવા લાગ્યું.

ટેટૂ દોરવું એક કલા

ટેટૂ દોરવું એક કલા

દિલ્હીમાં સ્થિત લોંસ ટેટૂના માલવિન શિમરેએ કહ્યુ કે 'ભારતમાં ટેટૂ ઉદ્યોગ હજુ સુધી વિકસિત થઇ રહ્યો છે. પશ્વિમી દેશોની તુલનામાં અહી વાપરવામાં આવતી ડિઝાઇન અને ટેક્નોલોજી એટલી સારી નથી. ટેટૂ ચિતરવું એક કલા છે, પરંતુ લોકો તેને એક ખોટા કામ તરીકે જુએ છે.'

ધાર્મિક ટેટૂની ડિમાન્ડ

ધાર્મિક ટેટૂની ડિમાન્ડ

તે કહે છે કે સામાન્ય રીતે યુવાનો આંખો બંધ કરીને નવું ચલણ અપનાવી લે છે, પરંતુ ટેટૂ હંમેશા રહી જાય છે એટલા માટે સમજી વિચારને નિર્ણય લેવો જોઇએ. ટેટૂ ડિઝાઇનોમાં ધાર્મિક ચિત્ર જેમ કે ભગવાન શિવ, ગણેશ અને રંગબેરંગી પાંખોવાળી ડિઝાઇન લોકપ્રિય છે.

રિતિકના કારણે લોકપ્રિય

રિતિકના કારણે લોકપ્રિય

અભિનેતા રિતિક રોશન અને તેમની પત્ની સુજૌને એક જેવું ટેટૂ ચિતરાવ્યું. એટલું જ નહી રિતિક રોશને કાંડા પર પત્નીનું નામ પણ ચિતરાવ્યું.

પ્રિયંકા-અક્ષય

પ્રિયંકા-અક્ષય

પોતાના પ્રિય વ્યક્તિનું નામ અથવા અડધા અક્ષર ચિતરવવાનું એક નવું ચલણ છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના જમણા હાથ પર 'ડેડી લિટલ ગર્લ' ચિતરાવ્યું છે. તો અક્ષય કુમારે પોતાની પીઠ પર પુત્ર આરવનું નામ ચિતરાવ્યું છે.

એંજેલિના જોલી પણ દિવાની

એંજેલિના જોલી પણ દિવાની

હૉલીવુડમાં કેટલીક હસ્તીઓએ આ કલા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. હૉલીવુડ અભિનેત્રી એંજેલિના જૉલી એક ડઝનથી વધુ ટેટૂ ચિતરાવી ચૂકી છે. મેગન ફોક્સ, લેડી ગાગા, રિહાના, મોઇલી સાઇરસ અને પેરિસ હિલટન પણ પોતાના ટેટૂ માટે જાણીતા છે.

English summary
The tattoo industry, which is in the unorganized sector in India, is said to have grown by over 100 percent in the last one year, according a recent survey. Experts credit endorsement of inkings by Bollywood stars like Hrithik Roshan and Deepika Padukone for the boom.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X