For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pic: એક નાનકડી ભૂલના લીધે પ્રચારનો થઇ ગયો 'સત્યાનાશ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

એક નાનકડી ભૂલના કારણે કોઇપણ વાતનો અર્થ બદલાઇ શકે છે તેનો અંદાજો તમે આ બેનરો દ્વારા લગાવી શકો છો જે કંપનીઓએ પોતાની પ્રોડક્ટના પ્રમોશન માટે લગાવ્યા હતા. અમે વાત કરી રહ્યાં છીએ એવા બેનરોની જેમાં નાનકડી ભૂલના કારણે આખા બેનરનો અર્થ બદલાઇ ગયો છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ બેનર કોઇ નાની મોટી કંપનીઓના નહી પરંતુ સેમસંગ, માઇક્રોસોફ્ટ અને એક્સબોક્સ જેવી કંપનીઓએ બનાવ્યા છે.

અમારી યાદીમાં સૌથી પહેલાં નંબર પર છે સેમસંગ જેના પ્રચારમાં ફક્ત એક અક્ષરની ભૂલના કારણે આખ પ્રચારનો અર્થ બદલાઇ ગયો. બીજા નંબર પર ગૂગલ ક્રોમનો પ્રચાર છે જેમાં ગૂગલ ક્રોમે પોતાનું યુઆરએલ ખોટું આપ્યું છે ત્રીજો પ્રચાર એક ટીવી કંપનીનો છે જેમાં 3 નવા એન્કરોનો ચહેરાને એક ખોટી ટ્વિટની સાથે લગાવવામાં આવ્યા છે. ચોથા પ્રચારમાં એક્સબોક્સના વ્હાઇટ વર્જનને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે.

સેમસંગ એડ

સેમસંગ એડ

"the penis mightier than the finger, samsung billboard in egypt" આને વાંચીને તમે સમજી ગયા હશો તેમાં શું ભૂલ છે સેમસંગે આ પ્રચારમાં ગેલેક્સી નોટના સ્ટાઇલસને Penથી દર્શાવ્યો છે પરંતુ ભૂલ છે Pensના બદલે વચ્ચમાં i પણ લાગી ગયો છે જેથી આ penis થઇ ગયું જેનો અર્થ કંઇક અલગ જ થાય છે.

ગૂગલ ક્રોમ બિલબોર્ડ

ગૂગલ ક્રોમ બિલબોર્ડ

ગૂગલ ક્રોમે પોતાના પ્રચારમાં ગૂગલ ક્રોમનું ખોટું (URL) યુઆરએલ દર્શાવ્યું જેના કારણે કંપનીની ઘણી ટીકા પણ થઇ હતી.

ટીવી સ્ટેશન બિલબોર્ડ

ટીવી સ્ટેશન બિલબોર્ડ

WPMI TV in Mobile નામની કંપનીએ પોતાના પ્રચારમાં ત્રણ નવા એન્કરોની સાથે ખોટી ટ્વિટ પણ લખી છે જેમાં "3 accused of gang rape in Monroeville." ટ્વિટના લીધે ન્યૂડ ડાયરેક્ટર અને જનરલ મેનેજરને 1 અઠવાડિયા માટે સસ્પેંડ કરી દેવામાં આવ્યા હતા.

સ્પેડશીટ બિલબોર્ડ

સ્પેડશીટ બિલબોર્ડ

માઇક્રોસોફ્ટે પોતાના સર્ફેસ ટેબલેટના પ્રચારમાં ખોટી સ્પેડશીટ બતાવી દિધી જો કે પ્રચારમાં આપવામાં આવેલી બધી એક્પેંડને જોડતાં 9,000 ડોલર દર્શાવવામાં આવી છે જ્યારે તેને 9,500 થવું જોઇએ.

સોની બિલબોર્ડ

સોની બિલબોર્ડ

સોનીના પ્લેસ્ટેશન એડના કારણે કંપનીને ઘણું બધુ ખરું-ખોટું સાંભળવું પડ્યું હતું આ પ્રચારમાં સોનીએ એક ગોરી મહિલાને કાળા પુરૂષના મોંઢાને પકડતાં દર્શાવવામાં આવી છે. આ પ્રચાર સોનીએ પોતાના વ્હાઇટ પ્લેસ્ટેશનના લોન્ચિંગ પર રજૂ કરી હતી.

English summary
Tech billborad funny mistakes news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X