100 બાળકોનો કુંવારો બાપ છે આ વ્યક્તિ, સ્પર્મ ક્વૉલિટી એવી કે પ્રેગ્નેન્ટ થવા માટે મહિલાઓ લગાવે છે લાઈન
ટેલિગ્રામ અને વીકે જેવી સોશિયલ મીડિયા કંપનીઓના રશિયન સીઈઓ અને અબજોપતિ પાવેલ ડ્યૂરોવે દાવો કર્યો છે કે તે 100 જૈવિક બાળકોના પિતા છે. 39 વર્ષીય પાવેલ દુરોવ અપરિણીત છે.
તેણે ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે તે લગ્ન વિના આટલા બાળકોનો પિતા કેવી રીતે બની શક્યો. આ સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે. ચાલો જાણીએ આ કેવી રીતે શક્ય બન્યુ છે.

પાવેલ ડ્યૂરોવે પોતાની પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેણે 12 દેશોના લગભગ 100 યુગલોને માતા-પિતા બનવામાં મદદ કરી છે. પાવેલે જણાવ્યું કે 15 વર્ષ પહેલા તેણે તેના એક મિત્રના કહેવા પર સ્પર્મ ડોનેટ કર્યું હતું કારણ કે તેના મિત્ર અને તેની પત્નીને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી, તેથી તેઓએ પાવેલની મદદ લીધી. આ પછી, જ્યારે પાવેલ ડ્યૂરોવ સ્પર્મ ડોનેટ કરવા માટે ક્લિનિક ગયા તો તેમને ખબર પડી કે તેમના સ્પર્મ ખૂબ સારા છે. આ પછી તેણે નિયમિતપણે સ્પર્મ ડોનેટ કરવાનું શરૂ કર્યું.
તેણે હવે સ્પર્મ ડોનેટ કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ એક IVF ક્લિનિકમાં હજુ પણ તેના સ્પર્મ સ્થિર છે. ડ્યૂરોવે એ પણ જાહેર કર્યું કે તે તેના ડીએનએને ઓપન સોર્સ કરવા માંગે છે જેથી તેના બાળકો સરળતાથી એકબીજાને શોધી શકે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડ્યૂરોવના શુક્રાણુઓની ગુણવત્તા ઉત્તમ છે અને તેમના દ્વારા દાન કરાયેલા શુક્રાણુથી જન્મેલા બાળકો ખૂબ જ બુદ્ધિશાળી હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકો દોઢ વર્ષની ઉંમરે વાંચવાનું શરૂ કરે છે.
એલન મસ્કે પણ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી અને તેમની સરખામણી મોંગોલ નેતા ચંગીઝ ખાન સાથે કરી. ચંગીઝ ખાન પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્ય હતી અને તેના ઘણા બાળકો હતા, જેની કોઈ ગણતરીના પુરાવા નથી. અહેવાલો અનુસાર, પાવેલ ડ્યૂરોવ એક રશિયન બિઝનેસમેન છે જેની કુલ સંપત્તિ £13.6 બિલિયન છે.
ધ સન મુજબ, ઘણી મહિલાઓ ડ્યૂરોવના શુક્રાણુથી ગર્ભવતી થવા માટે બેતાબ છે. આ મહિલાઓ માને છે કે ડ્યૂરોવના બાળકો ખૂબ જ હોશિયાર છે. ડ્યૂરોવના શુક્રાણુની માંગને કારણે ઘણી મહિલાઓને IVF ક્લિનિક્સમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. એક રિપોર્ટ અનુસાર ડ્યૂરોવના સ્પર્મ 315 પાઉન્ડમાં વેચાય છે.
Today we learned that the Telegram CEO, Pavel Durov, has over 100 biological children. 🤯 pic.twitter.com/B7G7slDyZ3
— Autism Capital 🧩 (@AutismCapital) July 29, 2024












Click it and Unblock the Notifications
