For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 એરપોર્ટ્સ પર જતાં જ થશે જન્નત જેવી અનુભૂતિ

|
Google Oneindia Gujarati News

સુંદરતા ગમે ત્યાં હોય, આપણી આંખોથી લઇને દિલ સુધી પોતાની પહોંચ બનાવવાની શક્તિ ધરાવે છે. આજે અમે તમને દર્શાવવા જઇ રહ્યાં છીએ વિશ્વના એ સુંદર અને સર્વશ્રેષ્ઠ એરપોર્ટ્સ, કે જ્યાં ખૂણે ખૂમે જન્નત નજર આવે છે. એ માત્ર પોતાની બહારની સુંદરતા જ નહીં પરંતુ પોતાના કર્મચારીઓના વ્યવહારથી પણ એરપોર્ટ્સે પોતાની ખાસ ઓળખ બનાવી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ જન્નત સમી અનુભૂતિ કરાવતા એરપોર્ટ્સ.

સિંગાપોર એરપોર્ટ

સિંગાપોર એરપોર્ટ

સિંગાપોર ચાંગી એરપોર્ટની તસવીર ફરી એકવાર તમને જરૂર ત્યાં જવાની ઇચ્છા પેદા કરશે. 430 પુરસ્કાર જીતી ચૂકેલું આ એરપોર્ટ પોતાની સુવિધાઓ અને ઇંફ્રાસ્ટ્રક્ચર માટે ઘણું જાણીતું છે. મૂવી થિયેટરથી લઇને ફોરેસ્ટ થીમ મેદાન તથા શૉવર જેવી ઇનહાઉસ ખુબીઓ તેને ખાસ બનાવે છે.

ઇનચન એરપોર્ટ

ઇનચન એરપોર્ટ

દક્ષિણ કોરિયાનું ઇનચન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પોતાની વિશેષતા માટે જાણીતું છે. આ વિશ્વના અતિવ્યસ્ત એરપોર્ટમાનું એક છે. આંતરરાષ્ટ્રીય વિમાન સંસ્થા સાત વર્ષોથી તેને સારા ગ્રેડ આપી રહી છે. તેમાં ગોલ્ફ કોર્સથી લઇને અંગત શયન કક્ષ સુધીની ખુબીઓ તેમાં ચાર ચાંદ લગાવી દે છે.

એમસ્ટર્ડમ એરપોર્ટ

એમસ્ટર્ડમ એરપોર્ટ

નેધરલેન્ડનું એમસ્ટર્ડમ એરપોર્ટ વિશ્વના શાનદાર ઇંફ્રાસ્ટ્રક્ચરના વિશેષ નમૂનાને રજૂ કરે છે. તે યુરોપના વ્યસ્તતમ એરપોર્ટ તરીકે માનવામાં આવે છે. એરપોર્ટ સિટી ક્ષેત્રમાં સ્થિત આ એરપોર્ટમાં કસીનોથી લઇને બાળકો માટે શાનદાર ખેલ કક્ષ છે. વિશ્વની પહેલી એરપોર્ટ લાઇબ્રેરી પણ કથિત રીતે અહીં સ્થાપિત કરવામાં આવી છે. ઇ-મ્યુઝિક અને પુસ્તકો અહીં વધુ ચાર્જ વગર મળી રહે છે.

હોંગકોંગ એરપોર્ટ

હોંગકોંગ એરપોર્ટ

હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માલ આવાગમનથી લઇને યાત્રી શ્રેણીમાં સૌથી વ્યસ્તતમ એરપોર્ટ છે. અહીં સ્થિત એવિએશન ડિસ્કવરી સેન્ટરમાં વિમાનો સાથે જોડાયેલા અનેક પ્રયોગો કરવામાં આવે છે. થિયેટરથી લઇને ફૂટબોલ, બાસ્કેટબોલ જેવા ખેલો પણ ઇનહાઉસ ઉપલબ્ધ છે. ત્યાં સુધી કે બોક્સિંગ અને કાર રેસિંગ પણ અહીં કરવામાં આવે છે.

બેઇજિંગ એરપોર્ટ

બેઇજિંગ એરપોર્ટ

બેઇજિંગ શહેરની જેમ તેનું એરપોર્ટ પણ પોતાની ખાસ ઓળખ ધરાવે છે. ફ્રી વાઇફાઇથી લઇને વધુ ડ્રેસિંગ રૂમ અને 24 કલાક શટલ બસ જેવી સુવિધાઓ અહીંની ઓળખ છે. સ્વિમિંગ પૂલથી લઇને જીમ સુધીની સુવિધાઓ આ એરપોર્ટને વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું ટર્મિનલ જાહેર કરે છે.

મ્યુનિક

મ્યુનિક

મ્યૂનિક એરપોર્ટ પોતાના યાત્રીઓને સુવિધાઓ પ્રદાન કરવાના મામલે સરાહના સાથે યાદ કરવામાં આવે છે. શોપિંગ સેન્ટરથી લઇને સ્પા સુધીની સુવિધાઓ આપનાર આ એરપોર્ટ પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જાણીતું છે.

જ્યૂરિક

જ્યૂરિક

જીહાં, આ એ જ જ્યૂરિક છે, જેમાં તમે શાહરુખ ખાન અને કાજોલને પોતાની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયંગે'માં નાચતા ઝઘડતાં જોયા હતા. આ એરપોર્ટ માટે એક શબ્દમાં કહેવામાં આવે છે, ‘ઑસમ'. સાફ સફાઇ, હોસ્પિટાલિટી માટે જાણીતું આ એરપોર્ટ વિશ્વના સૌથી સુંદર એરપોર્ટ તરીકે માનવામાં આવે છે.

વેનકૂવર

વેનકૂવર

આ એરપોર્ટ પોતાના કર્મચારીઓના અનુશાસન અને વ્યવહાર માટે જાણીતું છે. સ્પાથી લઇને હેર સલૂનનો ઉપયોગ તમે અહીં કરી શકો છો. આ એરપોર્ટને વિશ્વમાં સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે.

ટોકિયો

ટોકિયો

આ એરપોર્ટ પોતાના સમય-પ્રબંધન માટે જાણીતું છે. છ માળનું રેસ્ટોરાં અને ઓપન રુફ કાફે તેની સુંદરતામાં વધારો કરે છે. અહીં પાળતું જાનવરો માટે ખાસ સ્થાન છે.

હીથ્રો એરપોર્ટ

હીથ્રો એરપોર્ટ

જેવું શહેર તેવું એરપોર્ટ. આ એરપોર્ટ પોતાના શાનદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઇને શોપિંગ કંસર્ટ માટે જાણીતું છે. એરપોર્ટનું પોતાનું પ્રેસ છે, જેમાંથી પત્રિકા અને સમાચારપત્રોનું પ્રકાશન કરવામાં આવે છે.

English summary
Ten best Airports by their services and infrastructures in World.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X