For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરુષોએ ખાવા જોઈએ આ ફૂડ, પૂરી થશે પિતા બનવાની ઈચ્છા

આજે અમે તમને એવા ખોરાક વિશે જણાવીશુ જે ખાવાથી શુક્રાણુઓની સંખ્યા વધે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લગ્ન પછી મોટાભાગના પુરૂષો પિતા બનવા માંગતા હોય છે પરંતુ જો તેમના શુક્રાણુઓની સંખ્યા અથવા ગુણવત્તા ઓછી હોય તો તેમની પત્નીને ગર્ભાધાન કરવુ મુશ્કેલ બની જાય છે. જ્યારે નિઃસંતાન હોય ત્યારે દંપત્તિને સામાજિક ટોણા મળવા લાગે છે અને પછી તેમને શરમ અને ઓછા આત્મવિશ્વાસનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને એવા ખોરાક વિશે જણાવીશુ જે ખાવાથી શુક્રાણુઓની સંખ્યા વધે છે.

બીજ

બીજ

કોળાના બીજમાં ઝીંક અને ઓમેગા-3 ફેટી એસિડનુ પ્રમાણ વધુ હોય છે, જે બંને શુક્રાણુઓની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે અને તેથી પુરૂષ પ્રજનન ક્ષમતામાં વધારો કરે છે. તમે ઓમેગા -3 ફેટી એસિડ્સ માટે ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ અને સૂર્યમુખીના બીજનુ પણ સેવન કરી શકો છો જેમાં વિટામિન ઇ અને અન્ય એન્ટીઑકિસડન્ટો હોય છે જે શુક્રાણુઓની સંખ્યા અને ગતિશીલતાને સુધારવામાં મદદ કરી શકે છે.

દાડમનો રસ

દાડમનો રસ

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાકની યાદીમાં દાડમનો પણ સમાવેશ થાય છે. પુરૂષ પ્રજનનક્ષમતા સુધારવા માટે તમારે દાડમનો રસ લેવો જ જોઈએ. દાડમનો રસ શુક્રાણુઓની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે.

ફેટી ફિશ

ફેટી ફિશ

સારી પ્રજનન ક્ષમતા ધરાવતા પુરૂષોના શુક્રાણુઓમાં ઓમેગા-3 ફેટી એસિડ સારી માત્રામાં જોવા મળે છે. આ પોષક તત્ત્વો મેળવવા માટે તમે સાલમન, હેરિંગ, સાર્ડીન અને એન્કોવીજ સહિત ઘણા પ્રકારની ચરબીયુક્ત માછલીઓનુ સેવન કરી શકો છો.

છીપ

છીપ

ઓઇસ્ટર એ એફ્રોડિસિએક ખોરાક તરીકે ઓળખાય છે. તેમાં અન્ય કોઈપણ ખોરાક કરતાં વધુ ઝીંક હોય છે, આ પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવાથી શુક્રાણુઓની સંખ્યા, વીર્યની માત્રા અને શુક્રાણુઓની ગતિ અને પુરૂષ પ્રજનન ક્ષમતા વધે છે. જો તમને છીપ ખાવાનું પસંદ ના હોય તો તમે ઝીંક મેળવવા માટે મરઘાં, ડેરી, બદામ, ઇંડા, આખા અનાજ અને કઠોળ પણ ખાઈ શકો છો.

English summary
The food that increase sperm count male fertility
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X