દુનિયાનું સૌથી મોંઘુ ફૂલ, કિંમત એટલી કે તમામ લક્ઝરી સુવિધાઓ આવી જાય

લોકો પોતાના ઘર સજાવવા માટે વિવિધ પ્રકારના ફૂલને આંગણામાં લગાવે છે. આ ફૂલની કોઈ ખાસ કિંમત હોતી નથી. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં કેટલાક એવા ફૂલ છે જેની કિંમત લાખો રૂપિયામાં છે.

Worlds Most Expensive Flower

શેનઝેડ નાંગકે ઓર્કિડ
શેનઝેન નાંગકે ઓર્કિડ વિશ્વનું સૌથી મોંઘું ફૂલ કહેવાય છે. તેની કિંમત લાખોમાં હોય છે. તેની સુંદરતા માટે જાણીતુ છે. એક અહેવાલ અનુસાર વર્ષ 2005માં તેની કિંમત 86 લાખ રૂપિયા હતી. હવે તેની કિંમત તેનાથી પણ વધારે છે.

સૈફરન ક્રોકસ
સૈફરન ક્રોકસ દુનિયાના સૌથી મોંઘા ફૂલોમાંથી એક છે. આ ફૂલમાંથી કેસર ઉત્પન્ન થાય છે. હાલમાં બજારમાં કેસરના ભાવ 2 લાખ પ્રતિ કિલોની આસપાસ છે. આ સ્થિતિમાં ખેડૂતો સૈફરન ક્રોકસની ખેતી કરે તો તેમની આવકમાં નોંધપાત્ર વધારો થશે.

અમૂલ્યા ફૂલ
દુનિયામાં ઘણા બધા મોંઘા ફૂલ છે અને તેમાં અમૂલ્યા ફૂલનું નામ પણ આવે છે. આ ફૂલની ખેતી શ્રીલંકામાં થાય છે. શ્રીલંકામાં તે કડુપુલ તરીકે ઓળખાય છે. જો કે તે થોડા કલાકો સુધી ખીલે છે. આવી સ્થિતિમાં તેને ખરીદવુ મુશ્કેલ છે.

ટ્યૂલિપ
ટ્યૂલિપની ગણતરી મોંઘા ફૂલોમાં પણ થાય છે. અગાઉ આ ફૂલની કિંમત ઘણી વધારે હતી. માહિતી અનુસાર, અગાઉ ખેડૂતો તેની ખેતી માત્ર કાશ્મીરમાં કરતા હતા. 17મી સદી પછી સમગ્ર વિશ્વમાં ટ્યૂલિપ્સની માંગ વધી. એક ફૂલની કિંમત 500 રૂપિયાથી વધુ હોય છે.

ગાર્ડેનિયા
ગાર્ડેનિયા પણ દુનિયાનું મોંઘું ફૂલ છે. લગ્ન સમારોહ દરમિયાન ઘરો અને મંડપને સજાવવા માટે આ ફૂલની ખૂબ માંગ છે. એક ફૂલની કિંમત લગભગ 1000-1600 રૂપિયા આસપાસ હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X