આ છે દુનિયાના સૌથી મોંઘા બટાટા, એક કિલોની કિંંમતમાં 10 ગ્રામ સોનુ આવી જાય, જાણો ક્યાં ઉગાડાય છે?
બટાટા રસોડાનો રાજા છે અને તમામ ઘરમાં બટાટા ખવાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે સામાન્ય રીતે 10-20 રૂપિયે કિલો વેચાતા બટાટાની એક વેરાયટી હજારો રૂપિયે કિલો વેચાય છે.
આપણે જે બટાકાની વાત કરી રહ્યા છીએ તેને લે બોનેટ પોટેટો તરીકે ઓળખવામાં આવે છે. આ બટાકાને એક કિલો ખરીદવા માટે અંદાજે 50 હજાર રૂપિયા ચૂકવવા પડે છે.

જણાવી દઈએ કે આ કિંમતમાં તમે 10 ગ્રામ સોનું ખરીદી શકો છો. આટલા મોંઘા હોવા છતાં આ બટાકાની દુનિયાભરમાં માંગ છે. શ્રીમંત લોકો તેને ખૂબ ઉત્સાહથી ખાય છે.
લે બોનેટ બટાટા આટલા ઊંચા ભાવે વેચાય તેની પાછળ એક ખાસ કારણ છે. કહેવાય છે કે તે આખા વર્ષમાં માત્ર 10 દિવસ જ બજારમાં મળે છે. તે ફક્ત ફ્રાન્સમાં ઇલે ડી નોર્મોટિયર ટાપુ પર ઉગાડવામાં આવે છે. અહીં સિવાય આ બટેટા બીજે ક્યાંય મળતા નથી, એટલે જ આ બટાકાની કિંમત આટલી વધારે છે.
આ બટાકામાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તેની છાલ પણ ફાયદાકારક છે. તેને ખાનારા લોકોનું કહેવું છે કે આ બટાકામાં લીંબુ, મીઠું અને અખરોટનો મિશ્ર સ્વાદ હોય છે.
ખાસ કરીને આ બટાકામાંથી સલાડ, પ્યુરી, સૂપ અને ક્રીમ બનાવવામાં આવે છે. જો કોઈ ભારતીય તેને ખરીદે તો તેનો ઉપયોગ સમોસા બનાવવા માટે કરી શકાય છે. આ બટાકાની કિંમત એટલી વધી ગઈ છે કે સામાન્ય માણસ તેને ખરીદવાનું પણ વિચારી શકે નહીં.












Click it and Unblock the Notifications
