અહીં છોકરીઓને વાળ કપાવવા પર છે પ્રતિબંધ, નિયમ તોડવા પર થાય છે કડક સજા
વિચિત્રતાથી ભરેલી દુનિયામાં હજારો સમુદાયો આજે પણ તેમની વર્ષો જુની પરંપરા સાથે જીવી રહ્યા છે. આવી જ એક પરંપરા અમેરિકામાં વસતા એક સમુદાયમાં જોવા મળે છે.
આ સમુદાયની પરંપરાઓ અને જીવન જીવવાની રીત ઘણી અજીબ છે. કહેવાય છે કે આ સમુદાયમાં છોકરીઓને તેના પુરા જીવનમાં ક્યારેય વાળ કપાવવાની પરવાનગી નથી.

આપણે જે સમુદાયની વાત કરી રહ્યા છીએ તે અમેરિકામાં વસતો અમીશ સમુદાય છે. હિંદુ ધર્મમાં જન્મના અમુક મહિનાઓ કે વર્ષો પછી મુંડન કરાય છે ત્યારે અમીશ સમુદાયમાં રહેતી છોકરીઓ જીવનભર શરીરના કોઈપણ ભાગ પર વાળ કપાવી શકતી નથી.
અમીશ સમુદાયમાં ઉછરેલી એક મહિલા અનુસાર, તેણે 19 વર્ષ સુધી તેના વાળ નથી કપાવ્યા. 38 વર્ષીય લિઝી એન્સ અમીશ સમુદાયમાં 18 ભાઈ-બહેનો સાથે રહેતી હતી. તેણીએ તેમના નિયમોનું સખતપણે પાલન કર્યું. તેમના ઘરમાં ન તો વીજળી હતી કે ન તો વહેતું પાણી.
તેણી કહે છે કે, તેણીએ પોતાનાં બધાં કપડાં જાતે જ સીવવાનાં હતાં. વાળ કાપવાની છૂટ ન હતી. કડકાઈ એટલી હતી કે તે પરેશાન થઈ ગઈ. પરંતુ એક દિવસ તેનો પ્રેમી તેની સાથે ઘરેથી ભાગી ગઈ અને હવે તે સામાન્ય જીવન જીવી રહી છે.
લિઝી એન્સે જણાવે છે કે, તેમને નાનપણથી જ શીખવવામાં આવ્યું હતું કે કેવી રીતે સખત મહેનત કરવી. અમે અમારા પોતાના ફળો અને શાકભાજી ઉગાડ્યા અને માંસ માટે પ્રાણીઓનો પણ ઉછેર કર્યો. દરરોજ સવારનો નાસ્તો 20 લોકો માટે તૈયાર કરવાનો હતો. હું પાંચ વર્ષની ઉંમરથી ઘરનું કામ કરતી હતી. તે ગાયોને સાફ કરીને દૂધ દોહતી હતી. અત્યાર સુધી તો ઠીક હતું, પણ રિવાજ એકદમ અઘરો હતો. અમે જમીન પર સૂતા હતા. નિયમિત રીતે ચર્ચમાં જવું પડતું હતું.
આ સમુદાયની દરેક સ્ત્રી અને પુરુષને ઘણા બાળકો થવાની અપેક્ષા હતી. શૌચાલય ન હતું. બહાર જઈને શૌચ કરવું પડતું હતું. ટોઇલેટ પેપરને બદલે અખબારો કે સામયિકોનો ઉપયોગ કરવો પડ્યો. ઘરમાં શાવર નહોતા કારણ કે નહાવાની પરવાનગી ન હતી. એક ખાસ જૂથ હતું જે કાયદાઓ બનાવે છે અને તેનું કડક પાલન કરાવે છે. જો કોઈ વ્યક્તિ કાયદાનું પાલન ન કરે તો તેના પરિવારને બહિષ્કૃત કરવામાં આવે છે ને ખાવાના ફાંફા પડે છે.
અહીં વાળને લગતા નિયમો એટલા કડક છે કે હાથ અને પગના વાળ પણ સાફ કરી શકાતા નથી. તેમને બ્લીચ કરવાની પરવાનગી પણ નથી. પગના વાળ છુપાવવા લાંબા કપડાં પહેરવા પડે છે. મોટાભાગની છોકરીઓ લાંબા કપડા પહેરતી હતી, જે તે જાતે જ સીવતી હતી.
આ સમુદાયમાં વાળ કાપવા કેમ શરમજનક માનવામાં આવે છે. લિઝી એન્સે કહ્યું કે, તેને નહાવાની મંજૂરી નહોતી, પરંતુ એવું નથી. અન્ય સ્ત્રોતો જણાવે છે કે અહીંની મહિલાઓ સાબુ અથવા શેમ્પૂથી વાળ ધોવે છે. પરસેવા માટે ડિઓડોરન્ટ્સનો ઉપયોગ કરે છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓને છૂટછાટ મળી છે. તે હવે શેવિંગ કરી શકે છે.












Click it and Unblock the Notifications
