પીએમ મોદી પહેલા આ સેલિબ્રિટીઝ પણ Man Vs Wild શૉમાં આવી ચુક્યા છે

ડિસ્કવરી ચેનલના પ્રખ્યાત શૉ 'મેન વર્સિસ વાઈલ્ડ'માં આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેયર ગિલ્સની સાથે જોવા મળશે.

ડિસ્કવરી ચેનલના પ્રખ્યાત શૉ 'મેન વર્સિસ વાઈલ્ડ'માં આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેયર ગિલ્સની સાથે જોવા મળશે. 12 ઓગસ્ટ રાત્રે 9 વાગે પ્રસારિત થનારા આ ખાસ એપિસોડમાં પીએમ મોદી બેયર ગિલ્સ સાથે ઉત્તરાખંડના સૌથી જૂના નેશનલ પાર્ક 'જિમ કોર્બેટ નેશનલ પાર્ક'માં એડવેન્ચર્સ એક્ટીવિટીમાં ભાગ લેતા જોવા મળશે. વડાપ્રધાન મોદીએ ભારતમાં વન્ય જીવ સંરક્ષણ માટે કરવામાં આવેલા ઉપાયોને લઈને આ ખાસ કાર્યક્રમ શૂટ કર્યો છે. પીએમ મોદી જાણીતા શો પ્રેઝન્ટર સાથે ભારતની વિશાળ પ્રાકૃતિક વિવિધતા અને પ્રકૃતિ સંરક્ષણ ઉપાયો વિશે પણ ચર્ચા કરતા દેખાશે.

12 ઓગસ્ટે ઓન એયર થશે એપિસોડ

12 ઓગસ્ટે ઓન એયર થશે એપિસોડ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ એપિસોડ 12 ઓગસ્ટે રાત્રે 9 કલાકે ઓન એયર થશે. 'મેન વર્સિસ વાઈલ્ડ'ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બેયર ગિલ્સના આ એપિસોડને પાંચ ભાષાઓ (ઈગ્લિંશ, બંગાળી, હિંદી, તમિલ અને તેલગુ)માં રજૂ કરાશે આવશે, તેને 180 દેશોમાં જોઈ શકાશે. તેને ડિસ્કવરી નેટવર્કની તમામ ચેનલો પર પ્રસારિત કરાશે.

આ પહેલી વાર નથી કે જ્યારે કોઈ મોટી હસ્તી બેયર ગિલ્સના આ શૉમાં જંગલ અને એડવેન્ચરમાં તેમની સાથે જોડાઈ હોય. આ પહેલા પણ હૉલીવુડની અનેક હસ્તીઓ બેયર ગિલ્સ સાથે જંગલના પ્રવાસે નીકળી છે. જેમાં પ્રથમ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસનું નામ આવે છે. આવો જાણીએ કઈ કઈ સેલિબ્રિટિ છે જે બેયર ગિલ્સ સાથે એડવેન્ચરની મજા માણી ચૂકી છે.

બરાક ઓબામા

બરાક ઓબામા

2016માં એક ફેમસ શૉમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા બેયર ગિલ્સ સાથે 'મેન વર્સિસ વાઈલ્ડ'ના એક સ્પેશિયલ એપિસોડ "Running Wild with Bear Grylls" માં દેખાઈ ચૂક્યા છે. આ એપિસોડમાં ઓબામા અને ગિલ્સ બંને અલાસ્કાના એક દૂરના વિસ્તાર સ્વાથ પર ટ્રેકિંગ કરતા કરતા જળવાયુ પરિવર્તન જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરતા જોવા મળે છે.

પૉપ સિંગર નિક જોન

પૉપ સિંગર નિક જોન

'મેન વર્સિસ વાઈલ્ડ' ના ત્રીજા સીઝનમાં પૉપ સિંગર નિક જોનસ પણ બેયર ગિલ્સના મહેમાન રહી ચૂક્યા છે. જેમાં નિક જોનસ બેયર ગિલ્સ સાથે યુએસના જંગલ સિએરા નેવાદાનો પ્રવાસ કરી ચૂક્યા છે.

જૂલિયા રૉબર્ટસ

જૂલિયા રૉબર્ટસ

નિક જોનસ ઉપરાંત અમેરિકાની અભિનેત્રી અને નિર્માતા જૂલિયા રૉબર્ટસ વર્ષ 2017માં 'મેન વર્સિસ વાઈલ્ડ'ના એક એપિસોડમાં દેખાઈ ચૂક્યા છે. આ દરમિયાન જૂલિયા કેન્યાના જંગલોમાં બેયર ગિલ્સ સાથે ગઈ હતી.

કેટ વિંસલેટ

કેટ વિંસલેટ

હૉલીવુડ મૂવી 'ટાઈટેનિક' ફેમ કેટ વિંસલેટ પણ વર્ષ 2015માં 'મેન વર્સિસ વાઈલ્ડ'ના એપિસોડમાં દેખાઈ ચૂક્યા છે. આ દરમિયાન તેઓ બેયર ગિલ્સ સાથે માઉન્ટેન ઓફ સ્નોડોનિયાના પ્રવાસ પર ગયા હતા.

સ્કૉટ ઈસ્ટવુડ

સ્કૉટ ઈસ્ટવુડ

અમેરિકાની એક્ટર અને મૉડલ સ્કૉટ ઈસ્ટવુડ આ શૉના ચોથા સીઝનમાં દેખાઈ ચૂક્યા છે. 'ફિલ્મ ફ્લૈગ્સ ઓફ ઓર ફાદર'માં દેખાયેલા સ્કૉટ બેયર ગિલ્સ સાથે બાલ્કન પેનિનસુલાના જંગલામાં ફરી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X