તમારી ભાવિ પત્ની સાથે પહેલી મુલાકાત, જાણો આ કામની વાત

કોઈ પણ વ્યક્તિની પહેલી મુલાકાત ખાસ હોય છે અને જો તે વ્યક્તિને તમે તમારા લાઈફ પાર્ટનર તરીકે પસંદ કર્યો હોય તો તે મુલાકાત વધુ ખાસ બની જાય છે.

કોઈ પણ વ્યક્તિની પહેલી મુલાકાત ખાસ હોય છે અને જો તે વ્યક્તિને તમે તમારા લાઈફ પાર્ટનર તરીકે પસંદ કર્યો હોય તો તે મુલાકાત વધુ ખાસ બની જાય છે. જેને તમે મળવા જઈ રહ્યા છો તે જો તમારી ભાવિ જીવનસંગિની છે, પરંતુ હજી સુધી તમારા લગ્ન નથી થયા તો તમારે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડશે. તમે તેમની સાથેની મુલાકાત દરમિયાન કેટલીક વાતો અને વ્યવહારને લઈ તેને જજ કરી શકો છો. એ વાતનું ધ્યાન રાખો કે તે પણ તમારા વ્યવહાર વિશે શું વિચારતી હશે.

આ પણ વાંચો: આ પાંચ રાશિની છોકરીઓ ખૂબ જ લકી હોય છે, અમીર પતિ મળે છે

માહિતીના અભાવમાં યુવાનો ઘણી ભૂલો કરે છે, જેને કારણે લગ્ન પહેલા જ તેમની પત્નીની નજરમાં ઈમેજ ખરાબ થઈ જાય છે. આ મીટિંગને લઈ યુવક યુવતી બંનેના મનમાં થોડી ગભરામણ થાય છે. ત્યારે આ લેખની મદદથી જાણો કે જો તમે પહેલીવાર તમારી ભાવિ પત્નીને મળી રહ્યા છો તો શું ધ્યાન રાખવું જરૂરી છે.

ડ્રેસિંગ છે મહત્વનું

ડ્રેસિંગ છે મહત્વનું

આ પહેલી મીટિંગ માટે સારા તૈયાર થઈને જાવ. તમારું ડ્રેસિંગ સેન્સ સારુ રાખો. જો તમને કપડા પસંદ કરવામાં મુશ્કેલી પડે છે તો ઘરના કોઈ સભ્ય કે મિત્રોની સલાહ લો. આ પહેલી મુલાકાત દરમિયાન ભડકીલા કપડા પહેરવાથી બચો. આ પહેલી મુલાકાત તમારા માટે લગ્ન પહેલાની એક ડેટ છે. શેવિંગની જરૂર હોય તો કરીને જાવ અથવા ક્લીન કે સ્માર્ટ બનીને જાવ.

સાથે કોઈ ગિફ્ટ લઈ જાવ

સાથે કોઈ ગિફ્ટ લઈ જાવ

જો તમને મુલાકાત પહેલા ખ્યાલ હોય કે જે યુવતીને તમે મળી રહ્યા છો, તે તમારી પત્ની બનવાની છે, તો તમે તેમને કંઈક ગિફ્ટ કરી શકો છો. કોઈ એવી ચીજ પસંદ કરો જે તેમને પસંદ આવે અને તમારો સારો પ્રભાવ પડે. તમારી એક નાનકડી ભેટ તેમને ખૂબ સારી લાગશે.

સમયથી વહેલા પહોંચો

સમયથી વહેલા પહોંચો

મુલાકાત માટે તમે જે સમય નક્કી કર્યો છે, તેનાથી થોડા વહેલા પહોંચવાનો પ્રયત્ન કરો. પહેલી જ મીટિંગમાં જો તમારી થનારી પત્નીએ રાહ જોવી પડે તો તે સારી વાત નથી. આ દરમિયાન તે તમારા વિશે કંઈ પણ વિચારી શકે છે. તમારા વહેલા પહોંચવાથી યુવતીને સ્પેશિયલ ફીલ થશે.

વાતોનું રાખો ધ્યાન

વાતોનું રાખો ધ્યાન

તમારે કશું પણ બોલતા પહેલા એ ધ્યાન રાખવું પડશે કે તમારી થનારી લાઈફ પાર્ટનરને કશું ખરાબ ન લાગે. એ વાત યાદ રાખો કે પહેલી મીટિંગમાં થયેલી બધી જ વાતો તે ધ્યાનથી સાંભળે છે અને તમને સમજવાની કોશિશ કરે છે. તમારે એવી વાતો કરવાની છે, જેનાથી તમારા સંબંધો મજબૂત થાય, એવી નહીં કે તમારા સંબંધો તૂટી જાય. તમે તેમના કરિયર, જોબ, મિત્રો, પરિવાર, વીક એન્ડ પ્લાન વગેરે વિશે વાત કરી શકો છો. કોઈ એવી વાત ન કરો કે યુવતીને લાગે કે તમે પોતાની જાતને તેના કરતા ઉપર બતાવવાની કોશિસ કરો છો.

ટચ કરવાથી બચો

ટચ કરવાથી બચો

મીટિંગની શરૂઆતમાં તમે હેન્ડશેક અને કમ્ફર્ટેબલ હો તો હગ કરી શકો છો. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે તે થનારી પત્ની છે એમ વિચારીને હાથ પકડીને વાતો કરે છે કે રોમેન્ટિક થવાની કોશિશ કરે છે. કેટલાક લોકો તો કિસ કરવા સુધી આગળ વધી જાય છે. પહેલી મીટિંગમાં આ બધું યોગ્ય નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X