લગ્ન કરતાં પહેલાં જાણવા જરૂરી છે આ પ્રશ્નોના જવાબ

Posted By:
Subscribe to Oneindia News

જો તમારા લગ્ન થવાના હોય અથવા તો પછી તમારા માટે છોકરો શોધવામાં આવી રહ્યો છો, તો કેટલીક વાતોને તમારા અંતર આત્મામાં બેસાડી દો. કેટલાક એવા મહત્વપૂર્ણ પ્રશ્નોને પોતાના પાર્ટનર જરૂર પૂછવા જોઇએ, જેથી લગ્ન બાદ મનમાં જોઇ ડર તથા જોઇ પસ્તાવો ના રહે.

લગ્ન બે દિલોનું બંધન હોય છે એટલા માટે બંને જ પાર્ટનર્સને એક બીજાથી કંઇ છુપાવવું ન જોઇએ. જો તમે છોકરી છો તો, પોતાના થનાર પતિદેવને તેમના ભૂતકાળ વિશે અથવા પછીતો તેમના કોઇ સીક્રેટ વિશે જરૂર પૂછો. જો તમે લાગે છે કે આમ કરવું ખોટું છે, તો આગળ જઇને તમારા લગ્નમાં મજબૂતી આવી શકશે નહી. એ વાત પર ધ્યાન આપો કે તમારા પાર્ટનરના દિમાગનો પારો ક્યાંય ગરમ તો રહેતો નથી.

આવો જાણીએ કેટલાક એવા પ્રશ્નો વિશે જે તમારા મનમાં ઉદભવતા હોય છે, ખાસ કરીને છોકરીઓના મનમાં લગ્ન પહેલાં આવા પ્રશ્નો ઉદભવે છે.

તેમનો ભૂતકાળ

તેમનો ભૂતકાળ

તમે લગ્નના બંધનમાં બંધાઇ જાવ, તે પહેલાં પોતાના પ્રેમીના ભૂતકાળ વિશે જાણી લેવું જરૂરી છે.

કોઇ છુપાવેલું સીક્રેટ

કોઇ છુપાવેલું સીક્રેટ

તમારા પાર્ટનરે તેના દિલમાં ગમે તેટલા જૂના રાજ દબાવી રાખ્યા હોય, તેને પોતાને બતાવવાની તક આપો. તેને સમજાવો કે હવે તમે તેની પત્ની બનવાની છો અને હવે તમારા બંને વચ્ચે કોઇ રાજ ન રહેવું જોઇએ.

તેમનું લક્ષ્ય

તેમનું લક્ષ્ય

મહિલાઓ લગ્ન કરતાં પહેલાં એક બીજાના લક્ષ્ય વિશે સારી રીતે જાણી લેવું જોઇએ અને તેનું સન્માન પણ કરવું જોઇએ.

ઘર-ગૃહસ્થિ વિશે તેમના વિચારો

ઘર-ગૃહસ્થિ વિશે તેમના વિચારો

તમે તમારા પાર્ટનર સાથે આ અંગે જરૂર પૂછો કે તે ઘર-ગૃહસ્થીને કેવી રીતે સંભાળશે અને આ અંગે તેના મનમાં શુ વિચાર છે.

તેમના દિમાગનો પારો

તેમના દિમાગનો પારો

જો તમે તેના પ્રેમમાં છો, તો આ વાતનો ટેસ્ટ જરૂર કરી લો કે તેમનો ગુસ્સો અથવા મૂડ કેટલી હદે વધી શકે છે. તેનું વર્તન તમારી સાથે કેવું રહે છે, આ વાત જાણવી જરૂરી છે.

પૈસા પણ જરૂરી છે

પૈસા પણ જરૂરી છે

કેટલાક લોકોનું માનવું છે કે પૈસાથી ખુશી આવે છે, આ વાત કેટલી હદે યોગ્ય છે. પરંતુ જો તમારી પાસે પૈસા નહી હોય તો તમે સારી જીંદગી જીવી શકશો નહી, એટલા માટે પૈસા વિશે તેમને જરૂર પૂછી લો.

બાળકો

બાળકો

લગ્ન બાદ બાળકનું હોવું ઘરમાં ખુશીઓ લાવે છે, એટલા માટે પોતાના પાર્ટનર સાથે પ્લાનિંગ જરૂર કરી લો.

ધર્મ

ધર્મ

આપણે હજુ સુધી પણ ભારતમાં રહીએ છીએ અને અહી ધર્મના નામે બબાલ સામાન્ય બાબત છે. લગ્નના મુદ્દે ધર્મ જ મોટો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

સાસુ-સસરા કેવા હશે

સાસુ-સસરા કેવા હશે

લગ્ન પહેલાં તમારા સાસુ અને સસરાને જરૂર મળવું જોઇએ. આનાથી તમને તમારી થનારી ફેમલી વિશે ખબર પડશે. મહિલાઓએ આ વાત પર વિશેષ ધ્યાન આપવું જોઇએ.

તમારા માટે લગ્નનું મહત્વ

તમારા માટે લગ્નનું મહત્વ

લગ્ન કરતાં પહેલાં તમે લગ્ન કેમ રહ્યાં છો અને લગ્નનું તમારા જીવનમાં શું મહત્વ છે, એ વાતનું ખાસ ખ્યાલ રાખો.

English summary
Marriage is a bond between two individuals who come together to make a new life. But, when there is things that you have not considered before marriage, this new life of yours will never work. Boldsky requests some of the things women should consider before marriage.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.