For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ઔષધિથી વધે છે પુરુષોની ફર્ટિલિટી, જાણો કેવી રીતે કરે છે અસર

આયુર્વેદમાં અશ્વગંધા એક એવી ઔષધિ છે જેને દવાથી કમ માનવામાં નથી આવતી. જાણો તેના ફાયદા.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કુદરતે આપણને ઘણી એવી જડીબુટ્ટીઓ આપી છે જેની મદદથી આપણે આપણુ સ્વાસ્થ્ય સારુ રાખી શકીએ છીએ. આયુર્વેદમાં અશ્વગંધા એક એવી ઔષધિ છે જેને દવાથી કમ માનવામાં નથી આવતી. તેની મદદથી ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર કરી શકાય છે. અશ્વગંધાથી આપણને કેવા પ્રકારના ફાયદા મળી શકે છે.

સ્ટ્રેસ દૂર કરે

સ્ટ્રેસ દૂર કરે

અશ્વગંધા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. તે સ્ટ્રેસ બસ્ટર તરીકે જાણીતી છે. તણાવ અને ચિંતા મોટા ભાગના લોકોને અસર કરે છે. અશ્વગંધા શરીરના તણાવ સ્તરને સામાન્ય બનાવવામાં મદદ કરે છે.

કેવી રીતે કરે છે અસર

કેવી રીતે કરે છે અસર

અશ્વગંધા એવા સંયોજનો ધરાવે છે જે આપણા મનમાં શાંતિ અને સુખાકારીની લાગણીઓને પ્રોત્સાહન આપે છે. તે તમને સારી રાતની ઊંઘ મેળવવામાં પણ મદદ કરી શકે છે. અશ્વગંધાથી તણાવ ઓછો કરવા ઉપરાંત ઘણા ફાયદા છે. ઘણા સંશોધનોમાં એવુ જાણવા મળ્યુ છે કે અશ્વગંધા તણાવ અને ચિંતાને કારણે થતા ગેસ્ટ્રિક અલ્સરને ઘટાડવામાં મદદરૂપ છે.

વધે છે પુરુષોની તાકાત

વધે છે પુરુષોની તાકાત

અશ્વગંધા ચિંતા દૂર કરવાની તેની ક્ષમતાને કારણે કુદરતી રીતે જાતીય સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જાતીય નબળાઈ માટે તણાવ મોટાભાગે જવાબદાર હોવાનુ માનવામાં આવે છે, અને ક્રોનિક સ્ટ્રેસ આપણા શરીર પર ખરાબ અસર કરી શકે છે, ખાસ કરીને જ્યારે ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ઘટાડવાની વાત આવે ત્યારે અશ્વગંધાનુ સેવન કરવાથી પુરુષોની કામેચ્છા વધે છે.

ખેલાડીઓના પર્ફોર્મન્સમાં વધારો

ખેલાડીઓના પર્ફોર્મન્સમાં વધારો

અશ્વગંધાનુ સેવન કરવાથી શારીરિક શક્તિ અને ઉર્જા વધે છે. જે ઘણા ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે આ ઔષધિની મદદથી એથ્લેટની કરોડરજ્જુ અને સ્નાયુઓની શક્તિ વધે છે.

સંધિવામાં રાહત, એકાગ્રતામાં સુધારો

સંધિવામાં રાહત, એકાગ્રતામાં સુધારો

અશ્વગંધા સંધિવાથી પીડિત લોકોને રાહત આપી શકે છે. અશ્વગંધા તમારા ધ્યાન અને એકાગ્રતાને પણ સુધારી શકે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે અશ્વગંધા જ્ઞાનાત્મક કાર્યમાં સુધારો કરે છે. આ ઉપરાંત રિએક્શન ટાઈમ, મેન્ટલ મેથ્સ કેપેસિટી સુધારે છે. અશ્વગંધા અલ્ઝાઈમર જેવા રોગોથી થતા નુકસાનને પણ રોકી શકે છે.

English summary
This ayurvedik aushadhi benefits in male fertility, Know how its works
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X