આ છે દુનિયાની સૌથી લાંબી કિસ, મિનિટ કે કલાક નહીં પણ ચાલી હતી આટલા દિવસ
કહેવાય છે કે પ્રેમીઓ પાલગ હોય છે અને તેમને દુનિયાની કોઈ ફિકર હોતી નથી. આજે આપણે જે કપલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને પણ કઈંક આવુ જ કર્યુ છે.
તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ કપલ કિસ કરવાનું શરૂ કરે અને દિવસ-રાત જોવાનું અને ગણતરી કરવાનું ભૂલી જાય? જો કે આવુ અજીબોગરીબ કામ કરવા માટે આ કપલનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ છે.

આજે આપણે સૌથી લાંબી કિસ વિશે વાત કરી રહ્યા છીએ. આ રેકોર્ડ એક થાઈ કપલના નામે છે. આ કપલે એકબીજાને એટલા કલાકો સુધી સતત ચુંબન કર્યું કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
વિશ્વની સૌથી લાંબી કિસ કરવાનો રેકોર્ડ એક થાઈ યુગલના નામે છે. આ કપલનું નામ એક્કાચાઈ અને લક્સાના તિરાનારાત છે. બંનેએ 58 કલાક, 35 મિનિટ અને 58 સેકન્ડ સુધી નોન-સ્ટોપ કિસ કરીને આ રકોર્ડ 2013માં પોતાના નામે કર્યો.
સૌથી ચૌકાવનારી બાહત એ છે કે બન્નેએ 2011નો પોતાનો જ રેકોર્ડ પણ તોડ્યો. આ રેકોર્ડ 12 ફેબ્રુઆરી 2013ના રોજ થાઈલેન્ડના પટાયામાં યોજાયો અને બે દિવસ પછી વેલેન્ટાઈન ડે પર સમાપ્ત થયો.
આ રેકોર્ડ રિપ્લેસ બીલીવ ઈટ ઓર નોટ નામના કાર્યક્રમમાં બનાવવામાં આવ્યો. જો કે તાજેતરમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે આ રેકોર્ડની શ્રેણી રદ્દ કરી દીધી છે.
આ સ્પર્ધામાં કપલ પગ પર ઊભા રહીને અટક્યા વિના તેમના હોઠોને કિસ કરતા રહે છે. અહીં તેમના માટે મજાની વાત એ હતી કે આ અઢી દિવસ દરમિયાન તે સ્ટ્રોથી ખાતા-પીતા રહ્યા અને એકબીજાને કિસ કરતા ટોઇલેટ પણ ગયા. તે બે દિવસ સુધી ઉંઘ્યા વગર ચુંબન કરતા રહ્યા.












Click it and Unblock the Notifications
