ઉંધી દિશામાં વહે છે ભારતની આ એક માત્ર નદી, જોડાયેલી છે પ્રેમ અને વિશ્વાસઘાતની કહાની
ભારત નદીઓનો દેશ છે. ભારતમાં હજારો નદીઓ પશ્ચિમથી પુર્વ દિશામાં વહે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની એકમાત્ર નદી આનાથી વિપરીત દિશામાં વહે છે.
ગંગા-યમુનાની જેમ નર્મદા નદી લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અને તેમાં સ્નાન અને ધ્યાન માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. મોટાભાગની નદીઓ પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે ત્યારે આ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને બંગાળની ખાડીને બદલે અરબી સમુદ્રમાં મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતની તમામ નદીઓમાં નર્મદા એકમાત્ર એવી નદી છે જે વિરુદ્ધ દિશામાં વહે છે. નર્મદાને આકાશની પુત્રી પણ કહેવામાં આવે છે. પ્રેમ, વિશ્વાસઘાત અને એકલતાની કહાની આ નદી સાથે જોડાયેલી છે.
લોકવાયકા અનુસાર, નર્મદા એક સુંદર રાજકુમાર સોનભદ્રને પ્રેમ કરતી હતી. જો કે ભાગ્યને બન્નેનું જોડાણ મંજૂર ન હતું. લગ્ન પહેલા નર્મદાને ખબર પડી કે સોનભદ્ર તેની દાસી જુહિલાને પસંદ કરે છે.
આ સ્થિતિમાં પ્રેમ પછી એકલતા અનુભવ્યા પછી નર્મદાએ કુંવારી રહીને સોનભદ્રથી વિપરીત પશ્ચિમ તરફ વહેવાનું નક્કી કર્યું. આ જ કારણ છે કે આજે પણ નર્મદા વિરુદ્ધ દિશામાં વહી રહી છે.
વૈજ્ઞાનિકો અનુસાર, નર્મદા નદીના વિપરીત પ્રવાહનું કારણ રિફ્ટ વેલી માનવામાં આવે છે. સરળ શબ્દોમાં સમજવા માટે નદીનો ઢોળાવ તેના પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. આ સ્થિતિમાં દેખીતી રીતે ઢાળના કારણે આ નદીનો પ્રવાહ વિપરીત છે. જણાવી દઈએ કે, નર્મદા નદી ગુજરાત અને મધ્ય પ્રદેશની મુખ્ય નદી છે.
મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવાદોરી સાથે નર્મદા નદીને કેટલીક જગ્યાએ રેવા નદી પણ કહેવામાં આવે છે. નર્મદા ભારતની 5મી સૌથી લાંબી નદી છે, જે કુલ 1077 કિલોમીટરના માર્ગને આવરી લે છે.
ઓમકારેશ્વર મંદિર જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં સામેલ છે તે નર્મદા નદીના કિનારે આવેલું છે. તેનું મૂળ મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાનું અમરકંટક છે.
મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થળોમાંથી પસાર થતાં તે માત્ર આ રાજ્યોની ભૂગોળમાં જ નહીં પરંતુ અર્થતંત્ર અને સંસ્કૃતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.












Click it and Unblock the Notifications
