આ છે દુનિયાનું સૌથી અમીર શહેર, રહે છે અધધ આટલા કરોડપતિઓ
જ્યારે પણ અમીરોની વાત આવે ત્યારે વિવિધ શહેરોના નામ સામે આવે. આજે આપણે એવા જ એક શહેરની વાત કરવાના છીએ. આ શહેર તેના અમીરો માટે જાણીતું છે.
દુનિયામાં એક એવુ શહેર છે જેમાં 100-200 નહીં પરંતુ લાખો કરોડપતિ રહે છે. આટલા બધા કરોડપતિ હોવાને કારણે આ શહેરને દુનિયાનું સૌથી અમીર શહેર કહેવામાં આવે છે.

ફોર્બ્સમાં હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટ અનુસાર, આ શહેરનું નામ ન્યૂયોર્ક છે અને અહીં લાખો કરોડપતિઓ રહે છે. અહીં દુનિયાના સૌથી વધુ અમીર લોકો રહે છે.
આ રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્કમાં 3 લાખ 40 હજાર કરોડપતિ રહે છે, જે કોઈપણ એક શહેરમાં રહેતા કરોડપતિઓની સૌથી વધુ સંખ્યા છે.
આ સિવાય આ શહેરમાં 724 ટકા કરોડપતિ અને 58 અબજોપતિ રહે છે. જે જણાવે છે કે આ શહેર અમીર લોકોનું શહેર છે. જણાવી દઈએ કે ન્યૂયોર્કની કુલ વસ્તી માત્ર 85 લાખ છે, જેમાં આટલા લોકો કરોડપતિ છે.
જણાવી દઈએ કે, અમેરિકાનું આ શહેર તેના કરોડપતિઓ સાથે સાથે તેની લાઈફ સ્ટાઈલ માટે પણ જાણીતું છે. દુનિયાભરના તમામ લોકોનું ન્યૂયોર્કમાં રહેવાનું સ્વપ્ન હોય છે.












Click it and Unblock the Notifications
