40 હજાર કિલો ઘીથી બન્યુ છે આ મંદિર, બનાવવામાં થયો હતો આટલો મોટો ખર્ચ
સામાન્ય રીતે કોઈપણ મંદિરના બાંધકામ માટે તેના પાયામાં કોંક્રિટ અને પથ્થર સાથે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક મંદિરને ઘીથી પાયા ભરીને બનાવાયુ છે.
ભારતમાં એક એવું મંદિર છે જેના પાયામાં પાણી નહીં પણ તેના બદલે ચાલીસ હજાર કિલોગ્રામ ઘી વપરાયું હતું. આ ઐતિહાસિક મંદિરને જોવા માટે દર વર્ષે દુનિયાભરમાંથી હજારો લોકો આવે છે.

રાજસ્થાનના બિકાનેરમાં આવેલુ ભંડાશાહ જૈન મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ મંદિરની સૌથી ખાસ વાત તેના પાયા સાથે જોડાયેલી વાર્તા છે. કહેવાય છે કે આ મંદિરનો પાયો ભરવા માટે લગભગ 40 હજાર કિલોગ્રામ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ મંદિરને જોવા માટે ભારતના અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ મંદિરની ભવ્યતા જોયા બાદ અહીં આવતા પ્રવાસીઓ ફોટોગ્રાફ લીધા વગર રહી શકતા નથી. આ સાથે જ આ મંદિરના દર્શન કરવા માટે દેશ-વિદેશના લોકોનો સતત પ્રવાહ રહે છે.
આ મંદિરનો ઈતિહાસ લગભગ 5 સદી જૂનો હોવાનું છે. 1468માં ભાંડા શાહ નામના વેપારીએ તેનું નિર્માણ કરવાનું શરૂ. ભાંડા શાહના મૃત્યુ પછી બાકીના મંદિરનું નિર્માણ તેમની પુત્રી દ્વારા 1541 માં પૂર્ણ કરવામાં આવ્યું. તેનું નામ ભાંડાશાહ રાખવામાં આવ્યું.












Click it and Unblock the Notifications
