• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2013ના ટોપ 10 સુપર હિટ રાજકીય ચહેરા

By Kumar Dushyant
|

વર્ષ 2013 વિદાય લેવાની તૈયારીમાં છે. રાજકીય સ્તર પર આ વર્ષેની ચર્ચા કરીએ તો ઘણું અસ્થિરતાઓ ભર્યું રહ્યું. ચૂંટણીમાં એવા પરિણામો જોવા મળ્યા કે જેની આશા ન હતી, તો બીજી તરફ સાથે દોડવાનો દોર આખુ વર્ષ ચાલતો રહ્યો. જો કે વર્ષનો અંતિમ મહિનો ભાજપ માટે એકદમ મહત્વપૂર્ણ રહ્યો. ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આકરી હાર મળી તો દિલ્હીની રંગભૂમિમાં વધુ એક પાર્ટીનું આગમન થયું જેને રાજકારણને મચમચાવી નાખ્યું. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વાર મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સુપડા સાફ કરી દિધા અને ભાજપને આકરી ટક્કર આપી.

ટક્કર જ નહી પરંતુ તેને એવી પરિસ્થિતી ઉભી કરી દિધી કે દિલ્હીમાં ભાજપ સરકાર બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. આ વર્ષે રાજકારણમં સુપરહિટ નાયક બનીને ઉભરી આવેલા આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલ. જી હાં ના તો નેતાઓ જેવો પહેરવેશમ ના તો નેતાઓ જેવા ભાષણ અને ના તો નેતાઓવાળી ચાલચલગત પરંતુ અરવિંદ કેજરીવાલે રાજકારણમાં એક નવી ક્રાંતિ આગાજ કરી દિધી. ફક્ત 13 મહિના પહેલાં 'આપ' પાર્ટી બનાવી અને સત્તાની સીમાએ પહોંચી ગઇ. લોકતંત્રના ઇતિહાસમાં તેમને જાદુ પાથરી દિધો.

જો કે આ વર્ષે રાજકારણમાં કેટલાક નેતાઓ ચમક્યા જેમને જોરદાર વાહવાહ પ્રાપ્ત કરી. તો આ વો તે 10 રાજકીય હસ્તિઓ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ જે વર્ષ 2013માં અલગ-અલગ કારણોથી ચર્ચામાં રહ્યાં અને તેમની પાર્ટી સહિત દેશની જનતાએ તેમને સુપરહિટ હીરોનો દરજ્જો આપ્યો.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

થોડો દિવસો બાદ 2013 અલવિદા કહી દેશે. પરંતુ આ થોડા દિવસોમાં અરવિંદ કેજરીવાલે એવું કરી દિધું કે રાજાકરણના સુપરસ્ટાર બની ગયા. કોઇ તેમને રાજકારણના નવા નાયક કહી રહ્યાં છે તો કો આમ આદમી હીરો. જી હાં અરવિંદ કેજરીવાલના જાદૂને વ્યક્ત કરવા મુહાવરા રચવામાં આવે છે. તેમને અત્યારે મહારથીની ઉપાધિ આપવામાં આવી છે. માત્ર 13 મહિનાઓમાં રાજકીય પાર્ટી બનાવી અને શીલા દીક્ષિતના સપનાઓ ઝાડું ફેરવી દિધું. દિલ્હીમાં ઇતિહાસ રચ્યા બાદ આ મહાનાયકે બધી ક્રેડિટ આમ આદમીને આપી. અત્યાર સુધી દિલ્હીના રાજકારણ પર ફક્ત બે પાર્ટીઓનું રાજ હતું પરંતુ અરવિંદ કેજરીવાલે તેને બદલી નાખ્યું. ચૂંટણી પહેલાં જ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કાંતો ઇતિહાસ બનાવી કાંતો ઇતિહાસ પન્નાઓ પર નોંધાઇ જઇશું. અરવિંદ કેજરીવાલને રિયલ હિરો તેમના નિર્ણયે બનાવ્યા છે. સત્તાના દરવાજા પર ઉભેલા અરવિંદ કેજરીવાલ ઇચ્છતા તો પોતાની સરકાર બનાવી શકતા પરંતુ તેમને નકારી કાઢી અને વિપક્ષમાં બેસવાનો નિર્ણય કરો. ચૂંટણીના મેદાનમાં જે તેમના કટ્ટર દુશ્મન હતા હવે તે તેમની પ્રશંસા કરતાં થાકતા નથી.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ચાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગોટાળાનું રાજકારણ હારી ગઇ, પ્રચારના ટોટકા હારી ગઇ, મનરેગાના કોરા વાયદા હારી ગઇ, દિલ્હી વિધાનસભામાં આપ સામે કોંગ્રેસ પોતાનું દોઢ સો વર્ષ જુનુ અસ્તિત્વ હારી ગઇ. જી હાં વિધાનસભામાં કોંગ્રેસના સૂપડા સાફ થયા તો બીજી તરફ ભાજપ એક મોટી પાર્ટી બનીને ઉભરી આવી. રાજકીય વિશ્લેષકો કહી રહ્યાં છે કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હારનું કારણ બન્યા તો બીજી તરફ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના જાદૂના લીધે ભાજપને આટલી મોટી જીત પ્રાપ્ત થઇ. ભાજપે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3/4 જ્યારે છત્તીસગઢમાં બહુમતિનો આંકડો પ્રાપ્ત કરી લીધો. દેશમાં 1977 જેવો માહોલ યૂપીએ સરકારને સત્તા બેદખલ કરી દિધી અને ભાજપ મોટી પાર્ટી બનીને ઉભરી આવી. આ વાતાવરણમાં ભાજપે પોતાના વજીર નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતાર્યા અને દેશમાં મોદીની લહેર ચાલી પડી. નરેન્દ્ર મોદીએ દેશના અલગ-અલગ ભાગોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખતાં 54 રેલીઓ કરી જેમાંથી ભાજપે 41 જગ્યાએ કબજો મેળવી લીધો.

શિવરાજ સિંહ ચૌહાણ

શિવરાજ સિંહ ચૌહાણ

આમ તો ભાજપમાં કેટલાય એવા દિગ્ગજ નેતા છે જેમને વર્ષ 2013માં વાહ-વાહ મેળવી અને હીરો બની ગયા. આ વખતે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને થોડો ખતરો હતો પરંતુ શિવરાજ સિંહ ચૌહાણના લક્ષણોએ પાર્ટીને ખતરામાંથી બચાવી લીધી. શિવરાજ સિંહ ચૌહાણે મધ્ય પ્રદેશમાં હેટ્રિક લગાવી દિધી અને તેમની ગણતરી નરેન્દ્ર મોદીની શ્રેણીમાં થવા લાગી.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે જ્યારે પદ સંભાળ્યું હતું તો તેમના ઉપર પાર્ટીની કેટલીક જવાબદારીઓ હતી. સૌથી મોટો પડકાર હતો કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બઢત અપાવવી. રાજનાથ સિંહે પોતાની ભૂમિકા એકદમ સારી રીતે ભજવી અને પરિણામ આજે સૌની સામે છે. આંતરિક વિખવાદ સામે ઝઝૂમી રહેલી ભાજપને પણ રાજનાથ સિંહે હીરો બનીને સુખદ અંત અપાવ્યો અને આજે પાર્ટી લોકસભા ચૂંટણી પહેલાં આત્મવિશ્વાસથી ભરપૂર છે.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

વર્ષ 2013ના શરૂઆતી મહિનાઓમાં મમતા બેનર્જી સમાચારોમાં હેડલાઇન બની હતી. તેમને કેન્દ્રની સત્તા પર બિરાજમાન યૂપીએ પાસેથી સમર્થન પાછી ખેંચી લીધુ અને સરકાર સ્ટ્રેચર પર આવી ગઇ. મમતા બેનર્જીના બધા મંત્રીઓએ એક સાથે કેબિનેટમાંથી રાજીનામું આપી દિધું. જો કે યૂપીએએ 'દીદી'ને મનાવવાના દરેક પ્રયત્નો કર્યા પરંતુ એક હીરોની માફક મમતા બેનર્જી કહેતી રહી કે એકબાર મૈને જો કમિટમેંટ કર લી તો મેં કીસી કી નહી સુનતી.

નિતીશ કુમાર

નિતીશ કુમાર

નિતીશ કુમારના શાસનમાં બિહારમાં કેટલાક સુધારા થયા જેના લીધે નિતીશ કુમાર બિહારના હીરો તરીકે ઓળખાવવા લાગ્યા. અધિકાર રેલી હોય કે પછી બિહારને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો અપાવવાની રેલી જેને નિતીશ કુમારને વર્ષ 2013માં ચર્ચામાં રાખ્યા.

જગન મોહન રેડ્ડી

જગન મોહન રેડ્ડી

તેલંગાણાના મુદ્દે આંધ્ર પ્રદેશના રાજકીય વાવાઝોડા વચ્ચે વાઇએસઆર કોંગ્રેસના સુપ્રીમો જગનમોહન રેડ્ડી હીરો બનીને સામે આવ્યા. તેમને પોતાના અનશનને લઇને ખૂબ ચર્ચા પ્રાપ્ત કરી. આ ઉપરાંત આવક કરતાં વધુ સંપત્તિના મુદ્દે રેડ્ડીને જેલમાં જવું પડ્યું અને તે પણ 2013માં ચર્ચામાં રહ્યાં.

વસુંધરા રાજે

વસુંધરા રાજે

રાજસ્થાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની અધ્યક્ષ તથા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ દોષિત સાંસદો અને ધારાસભ્યોની સદસ્યતા બચાવવા સંબંધી ખરડા પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનને નાટક ગણાવતાં તેમને પોતાના હીરો બનાવવા માટે આમ કર્યું છે. આ નિવેદનથી રાજકીય ભૂકંપ આવી ગયો. વસુંધરા રાજે ચર્ચામાં આવી ગઇ. આ ઉપરાંત તેમના નેતૃત્વમાં લાંબા સમય સુધી રાજસ્થાનની સત્તા ગાયબ થઇ ચૂકેલી ભાજપનું રણમાં કમળ ખીલ્યું.

બીએસ યેદિયુરપ્પા

બીએસ યેદિયુરપ્પા

કર્નાટકના રાજકારણમાં નાટક વચ્ચે બીએસ યેદિયુરપ્પાએ ખુબ વાહ વાહ પ્રાપ્ત કરી. જો કે આ નાટકમાં ભાજપને સીટ ગુમાવવી પડી અને કોંગ્રેસ સત્તામાં આવી પરંતુ યેદિયુરપ્પા કિંગ મેકરની ભૂમિકામાં રહ્યાં.

ડૉ. રમણ સિંહ

ડૉ. રમણ સિંહ

છત્તીસગઢમાં ભાજપ તરફથી હેટ્રિક લગાવનાર મુખ્યમંત્રી રમણ સિંહ વર્ષ 2013માં સતત સમાચારોમાં છવાયેલા રહ્યાં. તેમની સ્પષ્ટ છબિએ તેમને નરેન્દ્ર મોદી અને શિવરાજ સિંહની શ્રેણીની ઉભા કરી દિધા.

English summary
Indian Politics has seen very up and down in 2013. While saying bye bye to 2013, here are top 10 most popular faces of the Indian politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more