• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સત્તામાં આવ્યા બાદ ભાજપને પહેલાં આ 25 ડેસ્ટિનેશનોને કરવા જોઇએ વિકસિત

By Kumar Dushyant
|

2014 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દિધો છે. 68 પાનાના આ મેનિફેસ્ટોમાં એ વાતનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ભારતીય પર્યટનને પ્રોત્સાહન આપતાં દેશ માટે વિદેશીનાણાં કમાવી શકાય. મેનિફેસ્ટોમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો આમ થાય છે તો તેનાથી દેશના બેરોજગાર લોકો માટે રોજગારની તકો ઉભી થશે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં એ વાતનો દાવો કર્યો છે કે દેશમાં 50 ટૂરિસ્ટ સર્કિટ બનાવવામાં આવશે જેમાં પુરાતત્વ, સાંસ્કૃતિક, આદ્યાત્મિક, મરૂસ્થલીય, સમુદ્રતટીય તથા ચિકિત્સીય પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના પોતાના મેનિફેસ્ટોમાં એમ માનવું છે કે એક સારા ભારત માટે એ જરૂરી છે કે પર્યટન આયામ વધારે જેથી દેશના રાજસ્વમાં વધારો થાય. તો આવો જાણીએ આ ભાજપ સત્તામાં આવશે તો પોતાના શાસનના પહેલાં અઢી વર્ષોઆં તેને ભારતના કયા શહેરોને પર્યટનની દ્રષ્ટિએ સુધારવા પડશે.

ઘનૌલ્ટી

ઘનૌલ્ટી

ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામાં સમુદ્ર તટથી 2286 મીટર ઉંચાઇ પર ઘનૌલ્ટી નામનું સુંદર હિલ સ્ટેશન છે. પોતાના શાંત અને સુરમ્ય વાતાવરણના લીધે જાણીતી આ જગ્યા ચંબાથી મસૂરી જતાં રસ્તામાં પડે છે.

કોણાર્ક

કોણાર્ક

રાજધાની ભુવનેશ્વરથી 65 કિમીના અંતરે સ્થિત કોણાર્ક આશ્વાર્ચજનક ઇમારતો અને પાકૃતિક સુંદરતાવાળું સુંદર શહેર છે. બંગાળની ખાડીને અડીને આવેલા આ નાનકડા શહેરમાં ભારતના સુંદર વાસ્તુકલાથી વધુ જાદૂઇ ભાગ સમાહિત છે.

અગરતલા

અગરતલા

પૂર્વોત્તર ભારતમાં ગુવાહાટી બાદ અગરતલા સૌથી મહત્વપૂર્ણ શહેર છે. ત્રિપુરાની રાજધાની અગરતલા ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ આ ક્ષેત્રનું બીજું સૌથી મોટું શહેર છે.

ઔલી

ઔલી

ઔલી એક સુંદર પર્યટન સ્થળ છે જે આખી દુનિયામાં સ્કાઇંગ માટે પ્રસિદ્ધ છે. આ સુંદર સ્થળ સમુદ્રતટથી 2800 મીટર ઉપર સ્થિત છે.

બોધગયા

બોધગયા

બોધગયા બિહારમાં સ્થિત છે અને ઐતિહાસિક રૂપે ઉરૂવેલા, સમબોધિ, વજ્રાસન અથવા મહાબોધિના નામથી જાણીતું છે. બોધગતા પોતાના કદરદાનોને આદ્યાત્મ અને વાસ્તુકળા આશ્વર્યનો અનુભવ કરાવે છે.

ચાંદીપુર

ચાંદીપુર

ચાંદીપુર એક બીચ રિસોર્ટ છે જે ઓરિસ્સાના બાળેશ્વર જિલ્લામાં સ્થિત છે. આ બાલેશ્વર રેલવે સ્ટેશનથી 16 કિમી દૂર પર સ્થિત છે, અને અહીંનો સમુદ્ર પોતાની માફક એકમાત્ર સમુદ્ર છે.

ચેરાપુંજી

ચેરાપુંજી

મેધાલયને ચેરાપૂંજી (જે સ્થાનિક રીતે સોહરાના નામથી લોકપ્રિય છે)ના કારણે વિશ્વમાંપ પ્રસિદ્ધ છે. જ્યારે ચેરાપૂંજી પૃથ્વી પરનું સૌથી ભેજવાળું સ્થળ હોય છે ત્યારે ખૂબ જ સંમોહક હોય છે.

ચિલ્કા

ચિલ્કા

ચિલ્કા ભારતમાં સૌથી મોટા તટીય લૈગૂન, ચિલ્ક સરોવર માટે પ્રસિદ્ધ છે. તેને દુનિયાની બીજી સૌથી મોટું સરોવર હોવાનું ગૌરવ પ્રાપ્ત છે.

ડલહૌજી

ડલહૌજી

ડલહૌજી, હિમાચલ પ્રદેશમાં સ્થિત ધૌલધાર રેંજમાં બનેલું ટૂરિસ્ટ પોઇન્ટ છે. ડલહૌજીને સન 1854માં એક બ્રિટિશ ગર્વનર લાર્ડ ડલહૌજીએ સ્થાપિત કર્યું હતું જેથી તે ગરમીઓમાં સુકુન ભરેલી પળ કોઇ ઠંડી અને શાંત જગ્યાએ વિતાવી શકે.

દીઘા

દીઘા

પશ્વિમ બંગાળમાં સ્થિત દિઘા લાંબા સમયથી કોલકત્તા, ખડગપુર અને આસપાસના બીજા શહેરોના લોકો માટે વીકએન્ડ વિતાવવાનું સ્થળ રહ્યું છે. દીઘા કોલકત્તા અને ખડગપુરથી નજીક છે અને રોડ તથા રેલ માર્ગના માધ્યમથી જ્યાં સરળતાથી પહોંચી શકાય છે.

જૌનપુર

જૌનપુર

જૌનપુર ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં આવેલું છે. તેને ફિરોજ શાહ તુગલકે વસાવ્યું હતું અને તેનો ઇતિહાસ 1359થી મળે છે. ત્યારે તેને શીરાઝ-એ-હિંદના નામેથી ઓળખવામાં આવતું હતું.

બિષ્ણુપુર

બિષ્ણુપુર

17મી અને 18મી શતાબ્દીમાં બનેલા મખરલા અને પાકી માટીની ઇંટોથી બનેલા મંદિર બિષ્ણુપુર પર્યટન પર હાવી છે. પાક્કી માટીનો પ્રભાવ અહીં સમાપ્ત થઇ શકતો નથી પરંતુ શહેરમાં તેનાથી બનેલા વાસણ, ઘરેણા માટે સજાવટનો સામાન પણ મળે છે.

કલિમ્પોંગ

કલિમ્પોંગ

બરફથી ઢંકાયેલી ચોટીઓવાળું આ સ્થળ, ભારતના પશ્વિમ બંગાળ રાજ્યમાં એક સુંદર હિલ સ્ટેશન પર ક્ષિતિજ પર સ્થિત છે. કલિમ્પોંગ પર્યટનનું સૌથી મોટું તથ્ય એ છે કે આ રાજસી હિલ સ્ટેશન સમુદ્ર તટથી 4000 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે.

કેદારનાથ

કેદારનાથ

કેદારનાથ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. આ સ્થળ સમુદ્રતટથી 3584 મીટરની ઉંચાઇ પર ગઢવાલ હિમાલયમાં સ્થિત છે. કેદારનાથ મંદિરને હિન્દુઓના પવિત્રમ ગંતવ્યો (ચાર ધામો)માંથી એક માનવામાં આવે છે અને બાર જ્યોતિર્લિંગોમાંથી સૌથી ઉંચાઇ પર સ્થિત છે.

કેસરોલી

કેસરોલી

કેસરોલી દિલ્હીથી 155 કિલોમીટરના અંતરે જયપુર દિલ્હી રાષ્ટ્રીય રાજમાર્ગ પર સ્તિહ્ત એક નાનકડું ગામ છે જે રાજસ્થાનના અલવર જિલ્લામાં આવે છે.

કુશીનગર

કુશીનગર

કુશીનગર, ઉત્તર પ્રદેશમાં એક મહત્વપૂર્ણ બૌદ્ધ તીર્થ શહેર છે. બૌદ્ધ ધર્મના ગ્રંથોના અનુસાર, ગૌતમ બુદ્ધે પોતાના મૃત્યું બાદ પારિનિર્વાણને હીરાન્યાવતી નદી પાસે પ્રાપ્ત કર્યું હતું.

લખનઉ

લખનઉ

લખનઉને નવાબોની નગરીના નામે ઓળખવામાં આવે છે, જે ઉત્તર પ્રદેશની રાજધાની છે અને ગોમતી નદીના તટ પર સ્થિત છે. લખનઉની સ્થાપના નવાબ આસફ-ઉદ-દૌલા દ્વારા કરવામાં આવી હતી, તેમણે તેને અવધથી નવાબોની રાજધાનીના રૂપમાં રજૂ કર્યું હતું.

મધુબની

મધુબની

મધુબનીનું નામ લેતાં જ સુંદર મધુબની ચિત્રકલાનો ફોટો અંતરાઆત્મામાં આવે છે. બિહારનો મધુબની જિલ્લો દરભંગા પ્રમંડળનો ભાગ છે.

માઉન્ટ આબુ

માઉન્ટ આબુ

માઉન્ટ આબૂ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સ્થિત એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. આ પોતાની પ્રાકૃતિક સુંદરતા, આરામદાયક જળવાયુ, હરિયાળીથી ભરપૂર પહાડો, નિર્મળ ઝરણા, વાસ્તુશિલ્પીય દ્રષ્ટિએ સુંદર મંદિરો અને અનેક ધાર્મિક સ્થળો માટે પ્રસિદ્ધ છે.

પિથૌરાગઢ

પિથૌરાગઢ

પિથૌરાગઢ ઉત્તરાખંડના રાજ્યનું એક શહેર છે અને આ શક્તિશાળી હિમાલય પર્વતમાળાનું પ્રવેશ દ્વાર છે. સુંદર સોર ઘાટીમાં વસેલા આ શહેરમાં ઉત્તરમાં અલ્મોડા જિલ્લો છે.

રાનીખેત

રાનીખેત

વ્યાપક રીતે 'રાનીના મેદાન'ના રૂપમાં જાણીતું રાનીખેત, અલ્મોડા જિલ્લાનું એક સુંદર હિલ સ્ટેશન છે. લોકકથાઓ અનુસાર પદ્મિની, કુમાઉં વિસ્તારની સુંદર રાણી રાણીખેત આવી હતી અને તે આ જગ્યાની સુંદરતાની દિવાની થઇ ગઇ.

સારનાથ

સારનાથ

ઉત્તર પ્રદેશમાં વારાણસીના પાસે સારનાથ એક નાનકડું ગામ છે. તેની પ્રસિદ્ધિનું સૌથી મોટી કામ અહી સ્થિત ડીયર પાર્ક છે, જ્યાં ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો.

શેખાવાટી

શેખાવાટી

રાજસ્થાનના ઉત્તર પૂર્વી રણમાં સ્થિત શેખાવાટી, ભારતીયો માટે બહૂમૂલ્ય ઐતિહાસિક સ્થળ છે. મહાકાવ્ય મહાભારતમાં આ સ્થળ સાથે સંબંધિત કેટલાક સંદર્ભ હાજર છે, કહેવામાં આવે છે કે હિન્દુઓના પવિત્ર વેદગ્રંથ અહીં લખવામાં આવ્યા હતા.

સ્પીતિ

સ્પીતિ

સ્પીતિ હિમાચલ પ્રદેશના ઉત્તર-પૂર્વી ભાગમાં એક દૂરસ્થળ હિમાલયની ઘાટી છે. સ્પીતિનો અર્થ છે કે 'વચ્ચેની જગ્યા', તેના નામનું કારણ તિબ્બત અને ભારત વચ્ચે તેના પોતાનું સ્થાન છે. આ સ્થળ ખૂબ જ ઉંચાઇ પર સ્થિત છે અને પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે લોકપ્રિય છે.

યુમથાંગ

યુમથાંગ

સિલ્લિમના ઉત્તરમાં સ્થિત યુમથાંગ એક સુંદર સ્થાન છે. અને એટલા માટે 'ફૂલોની ઘાટી' બરોબર કહેવામાં આવે છે. પ્રાકૃતિક સૌદર્યથી સમૃદ્ધ આ સ્થળ પર વસંત ઋતુ દરમિયાન ખિલેલા ગુલાબ તથા બુરુંશ જેવા સુંદર જંગલી રંગીન ફૂલ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

English summary
BJP manifesto state that tourist destination have to be developed for India's development.Take a Look at the first top 25 destinations BJP should develop.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more