For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Women's Day: દરેક મહિલાએ આ 5 સેફ્ટી એપ્સ વિશે જાણવુ જોઈએ, જે ઈમરજન્સીમાં મદદ કરી શકે

હાલમાં ઘણી એવી મોબાઈલ એપ્સ છે જે મહિલાઓને સુરક્ષિત રાખવામાં તેમની મદદ કરી શકે છે. આવો, જાણીએ તેના વિશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં મહિલા સુરક્ષા હંમેશાથી એક મહત્વનો મુદ્દો રહ્યો છે. ભારતમાં રોજ ઘણી મહિલાઓને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, છેડતી જેવી કોઈને કોઈ ઘટનામાંથી પસાર થવુ પડે છે. દેશમાં વધી રહેલા મહિલાઓ પ્રત્યેના ગુનાઓથી મહિલાઓની સુરક્ષા માટે મોટો સવાલ ઉભો થઈ ગયો છે. એવામાં મહિલાઓને વધુને વધુ સતર્ક અને જાગૃત રહેવાની જરૂર છે. વળી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2021 પર અમે તમને અમુક એવી મોબાઈલ એપ્સ વિશે જણાવીશુ જે મહિલાઓની સુરક્ષામાં મદદગાર છે. આ એપ્સ દ્વારા તમે કોઈ મુસીબતમાં ફસાઈ જાવ તો તત્કાલ મદદ માટે તમે કોઈને સૂચના આપી શકો છો. હાલમાં ઘણી એવી મોબાઈલ એપ્સ છે જે મહિલાઓને સુરક્ષિત રાખવામાં તેમની મદદ કરી શકે છે. આવો, જાણીએ તેના વિશે.

સેફ્ટીપિન એપ

સેફ્ટીપિન એપ

સેફ્ટીપિન એપ હિંદી અને અંગ્રેજી બંને ભાષાઓમાં કામ કરે છે. આમાં જીપીએસ ટ્રેકિંગ, સેફ લોકેશનનો રસ્તો બતાવવો અને ઈમરજન્સી કૉન્ટેક્ટ નંબર જેવા બધા ફીચર હાજર છે. આમાં મહિલાઓ માટે કઈ જગ્યા સુરક્ષિત અને કયુ લોકેશન અસુરક્ષિત છે એ બધા વિશે માહિતી આપવામાં આવે છે. વાસ્તવમાં આ એપમાં સુરક્ષિત અને અસુરક્ષિત પિન કરવામાં આવે છે. એટલે કે જો કોઈ અજાણી જગ્યાએ જતા પહેલા યુઝર ચેક કરે તો એ તમને બતાવશે કે આ લોકેશન કેટલુ સેફ છે. હિંદી, અંગ્રેજી ઉપરાંત આ સ્પેનિશ ભાષામાં પણ છે. સેફ્ટીપિન એપ ગૂગલ પ્લે સ્ટોરથી તમે ડાઉનલોડ કરી શકો છો.

લિંક પર જવા માટે અહીં ક્લિક કરો.

 હિંમત પ્લસ એપ

હિંમત પ્લસ એપ

આ એપ દિલ્લી પોલિસે મહિલાઓની સુરક્ષા માટે લૉન્ચ કર્યુ છે. આ એપને પણ તમે ગૂગલ પ્લે સ્ટેરમાંથી ડાઉનલોડ કરી શકો છો. તેને યુઝ કરવા માટે પહેલા તમારે દિલ્લી પોલિસની અધિકૃત વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. ત્યારબાદ તમને ઓટાપી મોકલવામાં આવશે જેને એપમાં તમારે નાખવાનુ રહેશે. ત્યારબાદ એ તમારા ફોનમાં ચાલશે. આ એપ એટલા માટે ખાસ છે કારણકે આ એપમાં એસઓએસ એલર્ટ આપવામાં આવ્યુ છે જે તમારા લોકેશન અને ઓડિયો, વીડિયો સીધા પોલિસ કંટ્રોલ રૂમ સુધી પહોંચાડે છે. જેનાથી જો તમે એલર્ટ મોકલો તો પોલિસ તરત જ ઘટના સ્થળે પહોંચી શકો.

લિંક પર જવા માટે અહીં ક્લિક કરો.

વિમેન સેફ્ટી એપ

વિમેન સેફ્ટી એપ

વિમેન સેફ્ટી એપમાં સૌથી પહેલા યુઝને ઈમરજન્સી માટે એક નંબર સેવ કરવાનો હોય છે. જો તમે કોઈ મુસીબતમાં એપથી એલર્ટ મોકલો તો એ યુઝરનો અવાજ 45 સેકન્ડનો મેસેજ અને વીડિયો, લોકેશન સાથે એ નંબરે મોકલી દે છે જેને તમે ઈમજન્સી નંબર સેવ કર્યો છે. આ ઉપરાંત આ એપ સરળતાથી અસુરક્ષિત સ્થળોની માહિતી આપે છે.

લિંક પર જવા માટે અહીં ક્લિક કરો.

સ્માર્ટ 24x7 એપ

સ્માર્ટ 24x7 એપ

આ એપની ખાસિયત એ છે કે આમાં એક પેનિક બટન હોય છે જેને દબાવવા સાથે જ યુઝરનો મેસેજ સેવ કરેલા ઈમરજન્સી નંબર પર જતો રહે છે. આ એપ મહિલાઓ અને વૃદ્ઘોની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે. આ એપ તમારો અવાજ અને ફોટો પણ રેકોર્ડ કરી શકે છે. સ્માર્ટ 24x7 એપ રાજ્ય પોલિસને માહિતી આપે છે. વર્તમાનમાં આ એપ યુપી ફાયર સર્વિસ, ગુડગાંવ પોલિસ, જમ્મુ પોલિસ, મોહાલી પોલિસ અને ચંદીગઢ પોલિસને સપોર્ટ કરવામાં સક્ષમ છે. આ એપ માટે એક કૉલ સેન્ટર પણ છે. જે યુઝરની પ્રાઈમરી મૂવમેન્ટ્સને ટ્રેક કરે છે.

લિંક પર જવા માટે અહીં ક્લિક કરો.

112 એપ

112 એપ

112 એપ તો દરેક મહિલાએ પોતાના ફોનમાં રાખવી જ જોઈએ. આ ભારત સરકારની એપ છે. આ એક એવી એપ છે જે એક જ પ્લેટફોર્મ પર અલગ અલગ ઈમરજન્સી સર્વિસ તમને મળી શકે છે. 112 ઈન્ડિયા એપનો ઉપયોગ યુઝર એસઓએસ એલર્ટ માટે કરી શકે છે. આ એપ હાલમાં 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોતાની સર્વિસ આપે છે. આ એપ એન્ડ્રોઈડ અને આઈઓેએસ બંને પ્લેટફોર્મ પર છે. એપનો ઉપયોગ કરવા માટે યુઝર્સે પોતાના ફોન નંબર સાથે રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. ત્યારબાદ ઓટીપી આવશે જેને એન્ટર કર્યા બાદ આ એપ તમારા ફોનમાં ચાલશે. આ એપ યુઝર્સથી ઈમરજન્સીની સ્થિતિમાં સંપર્ક કરવા માટે ઈમરજન્સી કૉન્ટેક્ટની માહિતી પણ માંગે છે.

લિંક પર જવા માટે અહીં ક્લિક કરો.

કેજરીવાલ સરકારે મહિલા સુરક્ષા માટે લીધા આ 5 મોટા નિર્ણયોકેજરીવાલ સરકારે મહિલા સુરક્ષા માટે લીધા આ 5 મોટા નિર્ણયો

English summary
Top 5 women safety apps to help women in emergency situations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X