વર્ષ 2014: આ મહિલાઓ દ્વારા ચમક્યું ભારતનું રાજકારણ
નવી દિલ્હી, 23 ડિસેમ્બર: રાજકારણ અને તે પણ ભારતમાં એક એવો વિસ્તાર રહ્યો છે જેમાં મહિલાઓની ઉપસ્થિતિ માત્ર ઉત્સુકતા અને કૌતૂહૂલનો વિષય રહેતો હતો, અપ્રંતુ હવે સમય બદલાઇ ગયો છે. તેને ભારતીય લોકતંત્રની મજબૂતી અને તેની સફળતા જ કહેવામાં આવશે કે આજે દેશના રાજકારણી ડોર ઘણી હદે કેટલીક મહિલાઓએ સંભાળી છે.
ભારતના રાજકારણમાં મહિલાએ હંમેશાથી પોતાનો પરચમ લહેરાવ્યો છે. પછી ભલે તે સોનિયા ગાંધી હોય, માયાવતી હોય, જયલલિતા હોય કે પછી મમતા બેનર્જી, આ નેતાઓની યાદી ઘણી લાંબી છે.

તાકતવર રાજનેતા
સોનિયા ગાંધીનું મૂલ્યાંકન દેશના તાકતવર વ્યક્તિત્વ તરીકે કરવામાં આવે છે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી વર્ષોથી પાર્ટીને એકજુટ રાખવામાં સફળ રહી છે. ભલે લોકસભા ચૂંટણીમાં મળેલી આકરી હાર તેમના રાજકીય કેરિયર પર દાગ હોય, પરંતુ સંકટના સમયે પણ પાર્ટીને સંયુક્ત રાખવાનો શ્રેય સોનિયા ગાંધીને જાય છે.

સશક્ત મહિલા નેતા
25 વર્ષની ઉમરમાં સૌથી યુવા કેબિનેટ મંત્રી અને કોઇ રાષ્ટ્રીય પાર્ટીની પહેલ મહિલા પ્રવક્તા બનેલી સુષમા સ્વરાજને તેમના મુખર વ્યક્તિત્વ માટે ઓળખવામાં આવે છે. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે દરેક મુદ્દે પોતાનું મંતવ્ય રાખનાર સુષમા સ્વરાજ ભારતની સૌથી શક્તિશાળી મહિલામાંથી એક છે. એનડીએની સરકારમાં તેમને વિદેશ મંત્રાલય જેવો મહત્વપૂર્ણ વિભાગ મળ્યો છે.

શક્તિ પ્રદર્શનમાં સૌથી આગળ
પ્રેમથી તેમને લોકો 'દીદી'ના નામથી બોલાવે છે. મમતા બેનર્જી પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ છે. ખૂબ જ નાની ઉંમરમાં ગરીબો માટે રાજકારણમાં પ્રવેશ કરનાર મમતા બેનર્જીને પ્રતિષ્ઠિત 'ટાઇમ મેગેજીન'ના સૌથી પ્રભાવશાળી ભારતીયોમાં સામેલ કર્યા હતા.

વિવાદો સાથે રહ્યો સંબંધ
જયલલિતા દક્ષિણ ભારત ખાસકરીને તમિલનાડુમાં એકમાત્ર મહિલા નેતા છે તેમનો રાજકારણમાં જોરદાર પ્રભાવ છે. ફિલ્મી દુનિયાથી રાજકારણમાં પગલાં માંડનાર જયલલિતા પોતાના સમર્થકો વચ્ચે ખૂબ લોકપ્રિય છે. પરંતુ વર્ષ 2014માં તે પોતાની સજાના લીધે ચર્ચામાં રહી.

વર્ષ 2014માં ફેસબુક પર સૌથી વધુ લોકપ્રિય
રાજસ્થાનમાં ભૈરોસિંહ શેખાવતના નિધન અને જસવંત સિંહના વિવાદોમાં રહ્યાં બાદ વસુંધરા રાજે રાજસ્થાનમાં ભાજપની સશક્ત ચહેરો બનીને ઉપસી આવી. વસુંધરા રાજે સિધિંયાને રાજકીય વારસો મળ્યો છે. વર્ષ 2014 તેમના માટે ખુશીઓ ભરેલું રહ્યું. વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ તે રાજસ્થાનની મુખ્યમંત્રી બની.

સાધ્વીમાં મંત્રી સુધીની સફર
ઉમા ભારતીની રાજકીય સફર નાની ઉંમરમાં શરૂ થઇ ગઇ. તેનું સૌથી મોટું કારણ સિંધિયા પરિવાર સાથે હોવાનો હતો. તેમનો જુદારું સ્વભાવ તેમને સશક્ત મહિલા નેતાઓની શ્રેણીમાં મુકી દે છે. મોદી સરકારમાં તેમને જળ મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

સાંસદ બન્યા બાદ છોડી દિધો અભિનય
વર્ષ 2003માં સ્મૃતિ ઇરાનીએ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ હતી. રાજકારણમાં આવ્યા બાદ તેમણે પોતાનું અભિનય કેરિયર સાઇડમાં કરી દિધું. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ અમેઠીથી ચૂંટણી લડી અને તેમને આકરી ટક્કર આપી. મોદી સરકારમાં તેમને માનવ સંસાધન જેવો મહત્વપૂર્ણ વિભાગ આપવામં આવ્યો છે.

નિડર અને સાહસી નેતા
ગુજરાતી ભાષાની સારી વક્તા આનંદીબેન વિધાનસભામાં દમદાર નેતાના રૂપમાં જોવામાં આવે છે અને વિપક્ષ પર હંમેશા ભારે પડે છે. તેમની સૌથી મોટી યોગ્યતા એ છે કે તે નિડર અને સાહસી છે. તેમના આ જ વ્યક્તિત્વના લીધે તેમને ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું.

મૉડલથી મિનિસ્ટર સુધી
ભારતીય રાજકારણમાં સૌથી મોટા પરિવાર એટલે કે ગાંધી પરિવારમાંથી હોવા છતાં મેનકા ગાંધીની જીંદગી લો-પ્રોફાઇલ રહી છે. સંજય ગાંધી સાથે લગ્ન પહેલાં મેનકા ગાંધી મોડલ હતી. પતિ સંજય ગાંધીના મોત બાદ ગાંધી પરિવારથી અલગ થયેલી મેનકા ગાંધીએ 1999માં ભાજપ જોઇન કર્યું. મોદી સરકારમાં તેમને મંત્રીપદ આપવામં આવ્યું છે.

વારસામાં મળ્યું રાજકારણ
પંકજા મુંડે પોતાના પિતા ગોપીનાથ મુંડેનું રાજકારણ રાજકીય વારસાને પોતાના મજબૂત ખભા પર લઇને આગળ વધી રહી છે. પંકજા મુંડેએ મહારાષ્ટ્ર પરલી વિધાનસભા સીટ પરથી જીતીને સાબિત કરી દિધું છે કે પોતાના પિતાની જનનેતાવાળી છબિને તે સારી રીતે પોતાની સાથે લઇને ચાલી શકે છે. પંકજા મુંડે ભારતીય રાજકારણમાં ઝડપી ઉભરી રહી છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
