For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધી નિર્વાણ દિવસ : સંઘર્ષ 27 વર્ષોનો, આઝાદી 168 દિવસની

By Kanhaiya
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 30 જાન્યુઆરી : ઢિચક્યાઉં... ઢિચક્યાઉં... ઢિચક્યાઉં... બંદૂકમાંથી ત્રણ ગોળીઓ છૂટી. ગોળીઓના અવાજ બાદનો અવાજ હતો ‘હે... રામ...' 65 વર્ષ અગાઉ આજના જ દિવસે અહિંસાના પ્રતિમૂર્તિ હિંસાનો ભોગ બન્યા હતાં. 30મી જાન્યુઆરી, 1948નો તે દિવસ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવવાના મહાસંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધીનો અંતિમ દિવસ હતો અને મુખમાંથી સરેલો ‘હે રામ' અંતિમ શબ્દ હતો. ગાંધીજીએ પોતાના જીવનના 12 હજાર 75 દિવસ સ્વતંત્રતા સંગ્રામના સંઘર્ષમાં ગાળ્યાં, પરંતુ તેમને આઝાદીની રાહત માત્ર 168 દિવસ માટે જ મળી.

Mahatma Gandhi

નાથૂરામ ગોડસેની બંદૂકમાંથી છૂટેલી ત્રણ ગોળીઓએ બાપૂના શરીરને વિંધી નાંખ્યુ હતું. પ્રથમ ગોળી વાગતાં જ બાપૂ ડગલું ભરવા ઉપાડેલ પગલું થંભી ગયું, પરંતુ તેઓ ઊભા રહ્યાં. બીજી ગોળી વાગી અને બાપૂનું સફેદ વસ્ત્ર રક્તરંજિત થઈ ગયું. તેમને ચહેરો સફેદ પડી ગયો અને વંદન માટે જોડાયેલા હાથ છુટાં પડી ગયાં. ક્ષણ ભર તેઓ પોતાના મદદનીશ આભાના ખભે અટકી રહ્યાં. તેમના મોઢેથી શબ્દ નિકળ્યો ‘હે રામ'. ત્રીજી ગોળી છુટતાં જ બાપૂનું શરીર ઢળી પડ્યું અને તેઓ જમીન ઉપર પડી ગયાં, ચશ્મા નિકળી ગયાં તથા પગેથી ચંપલ નિકળી ગઈ.

આ ત્રણેય ગોળીઓએ બસો વર્ષ સુધી ભારતને ગુલામીની સાંકળમાં જકડી રાખનાર અંગ્રેજોને અહિંસક આંદોલન દ્વારા ઝુકાવી દેનાર મહાત્મા ગાંધીને હંમેશની માટે ખામોશ કરી નાંખ્યાં. ત્રણ ગોળીઓએ બાપૂના ત્રણ દશકાના આઝાદીના સંઘર્ષ ઉપર પૂર્ણવિરમા મૂકી દીધું. પ્રથમ ગોળી બાપૂના શરીરના બે ભોગેને જોડતી મધ્ય રેખાથી સાડા ત્રણ ઇંચ જમણી બાજુ અને નાભિથી અઢી ઇંચ ઉપર પેટમાં ઘુસી તથા પીઠને વીંધતા નિકળી ગઈ. બીજી ગોળી તે જ રેખાથી એક ઇંચ જમણી બાજુ પાસળીઓ વચ્ચે થઈ ઘુસી અને પીઠને વીંધતાં નિકળી ગઈ. ત્રીજી ગોળી છાતીમાં જમણી તરફ મધ્ય રેખાથી ચાર ઇંચ જમણી બાજુ લાગી અને ફેફસાંમાં ધસી ગઈ.

આભા અને મનુએ ગાંધીજીનં માથું પોતાના હાથે ટેકવ્યું. તેમને બિરલા ભવન ખાતે આવેલ તેમના ખંડમાં લઈ જવામાં આવ્યાં. આંખો અડધી ખુલ્લી હતી. લાગતુ હતું કે શરીરમાં હજીય પ્રાણ છે. થોડીક વાર પહેલાં જ બાપૂ પાસેથી ગયેલાં સરદાર પટેલ તરત પાછા ફર્યાં. તેમણે બાપૂની નાડ જોઈ. તેમને લાગ્યું કે નાડ મંદ ગતિએ ચાલે છે. દરમિયાન ત્યાં હાજર ડૉ. દ્વારકાપ્રસાદ ભાર્ગવ પહોંચ્યાં. ગોળી લાગ્યાના દસ મિનિટ બાદ પહોંચેલા ડૉ. ભાર્ગવે જણાવ્યું, ‘બાપૂએ આપણને છોડીને ગયે દસ મિનિટ થઈ ચુકી છે.'

મોકા ઉપર હાજર જનસમુદાય ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો. થોડીક વાર બાદ ડૉ. જીવરાજ મહેતા આવ્યાં અને તેમણે બાપૂના નિધનની પુષ્ટિ કરી. માહિતી મળતાં જ વડાપ્રધાન પંડિત જવારલાલ નહેરૂ પહોંચ્યાં. નહેરૂ ગાંધીજીના મૃત શરીર પાસે ઘુંટણીએ બેસી ગયાં અને બાપૂના રક્તરંજિત વસ્તરમાં મોઢુ ઘાલી રડવા લાગ્યાં. પછી ગાંધીજીના પુત્ર દેવદાસ તેમજ મૌલાના અબુલ કલામ આઝાદ પણ આવી પહોંચ્યાં. બીજા દિવસે એટલે કે 31મી જાન્યુઆરી, 1948ના રોજ સવાર થતાં જ ગાંધીજીના સાથીઓએ તેમના મૃતદેહને સ્નાન કરાવ્યું. ગળામાં હાથથી કાતેલ સૂતરની માળા તથા એક અન્ય માળા પહેરાવી. અગિયાર વાગ્યે ગાંધીજીના ત્રીજા પુત્ર રામદાસ નાગપુર ખાતેથી આવી પહોંચ્યાં. નવી દિલ્હીના અલ્બુકર્ડ રોડ ઉપરથી બાપૂની અંતિમ યાત્રા શરૂ થઈ કે જેમાં લગભગ પંદર લાખ લોકો ઉપસ્થિત હતાં. સાંજ 4 વાગીને 20 મિનિટે બાપૂનું મૃતદેહ યમુના નદીના કાંઠે પહોંચ્યું અને વાતાવરણ ‘મહાત્મા ગાંધીની જય'ના નારાઓથી ગુંજી ઉઠ્યું.

હવે જીવવાની ઇચ્છા નથી
દેશ આઝાદ થતા અગાઉ 125 વર્ષ સુધી જીવવાની ઇચ્છા વ્યક્ત કરનાર બાપૂ સ્વતંત્રતા અને ભાગલા બાદ દેશમાં ફાટેલા કોમી રમખાણોથી ખૂબ નિરાશ થઈ ગયા હતાં. તેમણે આઝાદી બાદ 2જી ઑક્ટોબર, 1947ના રોજ પ્રથમ અને અંતિમ વાર ઉજવાયેલ પોતાના જન્મ દિવસ પ્રસંગે જણાવ્યુ હતું, ‘હવે વધુ જીવવાની ઇચ્છા નથી. મારી વાણીનો પ્રભાવ નથી પડતો.'

સામાન્ય રીતે માણસ કોઈ પણ લક્ષ્ય માટે સંઘર્ષ કરે, તો તે લક્ષ્ય પામ્યા બાદ તેને ભોગવવાની પણ ઇચ્છા રાખે છે અને તે સ્વાભાવિક પણ છે, પરંતુ મહાત્મા ગાંધીનું જીવન તેવા માણસ જેવું સાબિત થયું કે જે વૃક્ષ તો વાવે છે, પરંતુ તેના છાંયડા અને ફળની અપેક્ષા નથી ધરાવતો.

દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા બાદ સ્વતંત્રતા સંગ્રામમાં શામેલ થયેલ મહાત્મા ગાંધીએ 15મી ઑગસ્ટ, 1947 સુધી આ આંદોલનમાં ભાગ લીધો. સરવાળે તેમણે પોતાના જીવનના 12 હજાર 75 દિવસો સ્વતંત્રતા સંગ્રામ માટે અર્પિત કર્યાં, પરંતુ જે આઝાદી માટે તેમણે જીવનના આટલા દિવસો (લગભગ 27 વર્ષ) સમર્પિત કર્યાં, તે આઝાદીની ખુલ્લી હવામાં તેઓ માત્ર 168 દિવસ જ શ્વાસ લઈ શક્યાં.

છેલ્લા મહીનાની દિનચર્યા
ગાંધીજીના જીવનનો છેલ્લો મહીનો જાન્યુઆરી-1948 હતો. ગાંધીજી 1લી અને 2જી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં હતાં. 3જીએ તેમણે દિલ્હીમાં કોમી રમખાણોના નિર્વાસિતોની છાવણીની મુલાકાત લીધી. 4થીથી 12મી જાન્યુઆરી સુધી તેઓ દિલ્હીમાં રહ્યાં. 12મીએ હિન્દૂ-મુસ્લિમ રમખાણોથી દુઃખી ગાંધીજીએ 13મીથી અચોક્કસ મુદ્દતના ઉપવાસના નિર્ણયની જાહેરાત કરી. પછી ગવર્નર જનરલ માઉંટબેટનને મળ્યાં. 13મી જાન્યુઆરીના રોજ ગાંધીજી દિલ્હીમાં ઉપવાસ શરૂ કર્યાં. માઉંટબેટનની પાર્ટીમાં ન જઈ શક્યાં, પરંતુ અન્ય આમંત્રિત સાથીઓને મોકલ્યાં. 14મીએ તેમનું ઉપવાસ ચાલુ હતું. 15મી જાન્યુઆરીના રોજ ઉપવાસ દરમિયાન પ્રાર્થના, પ્રવચનો થયાં.

16મીએ ઉપવાસ દરમિયાન ગાંધીજીએ પ્રવચનમાં જણાવ્યું, ‘હિન્દ-પાકિસ્તાનમાં શાંતિ નહીં સ્થપાય, તો હું જીવવા નથી માંગતો.' 17મીએ તેમની તબીયત કથળી. 18મી જાન્યુઆરીના રોજ બંને સમુદાયના લોકોએ હથિયારો હેઠા મૂકી દીધાં. મૌલાના અબુલ કલામ આઝાદે મોસંબીનો રસ પિવડાવી ગાંધીજીના ઉપવાસનો અંત આણ્યો. 20મીએ પ્રાર્થના સભામાં બૉમ્બ ધડાકો થયો. 21મી જાન્યુઆરીના રોજ બાપૂએ જણાવ્યું, ‘બૉમ્બ ફેંકનાર પ્રત્યે દયા રાખજો.' 26મીએ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં બાપૂએ ભાગ લીધો. 27મીએ બાપૂએ સલાહ આપી કે હવે કોંગ્રેસને ભંગ કરી દેવી જોઇએ. તે જ દિવસે તેમણે મહેર ઉલી કુત્બુદ્દીન ભતિયાર દરગાહના વાર્ષિક મેળામાં ભાગ લીધો. 29મી જાન્યુઆરીના રોજ ગાંધીજીએ કોંગ્રેસ સેવાદળનું બંધારણ બનાવ્યું. 30મી જાન્યુઆરીના રોજ સોરાબજ (રુસ્તમજીના પુત્ર) સપરિવાર ગાંધીજીને મળવા પહોંચ્યાં. સાંજે પ્રાર્થના સ્થળ તરફ રવાના થતાં ગાંધીજીને ગોડસેએ ગોળીએ વિંધી નાંખ્યાં. સાંજે 5.35 વાગ્યે ગાંધીજીનું નિધન થઈ ગયું.

English summary
On the occasion of death anniversary of Mahatma Gandhi, Counrty has given a tribute to the Father of Nation. Lets talk about his last month of life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X