સૌરાષ્ટ્રમાં હજીય જીવંત છે બાલિકા ગરબી પ્રથા, તસવીરોમાં જાણો વધુ

Posted By:
Subscribe to Oneindia News

(માનસી પટેલ) સામાનય રીતે શહેરના લોકો આ ગરબીપ્રથાથી અજાણ છે પરંતુ સૌરાષ્ટ્રમાં હજી પણ પરંપરાગત ગરબી મંડળો અને તેમાં પણ ખાસ નાની બાલિકાઓ ગરબે ઘૂમતી હોય તે દ્રશ્યો સામાન્ય છે. નવરાત્રિ પ્રસંગે માતાજીના ગરબાનું માહાત્મ્ય આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં અકબંધ જોવા મળી રહ્યું છે. ગરબાની પ્રાચીન સંસ્કૃતિને નાની નાની બાલિકાઓએ જીવંત રાખી છે. સ્ત્રી શક્તિ સ્વરૂપા ગણાય છે શક્તિ અને ભક્તિના આ તહેવારમાં સ્ત્રીશક્તિના સ્વરૂપ એવી બાલિકાઓ ખાસ ગરબે ઘૂમે છે જેમા ફક્ત બાળકીઓ જ જોવા મળે છે.

દશેરા 2016: રાવણ માત્ર દાનવ જ નહિ, બહુ મોટો શિવભક્ત અને જ્ઞાની પણ હતો...

ત્યારે આવી જ ગરબી પ્રથાની તસવીરો જુઓ અહીં...

ગ્રેસી ઉપાધ્યાય

ગ્રેસી ઉપાધ્યાય

આ નાની બાળકી જોઈ લો, તેનું નામ છે ગ્રેસી ઉપાધ્યાય. બાળકીને જોઇને પેલો ગરબો સહેજેય યાદ આ જાય "માથે મટુકડી, મહીની ગોળી... હું મહિયારણ આવી રે ગોકુળ"

નાની બાળકીઓ

નાની બાળકીઓ

બાળ ગરબી માટે તૈયાર થયેલી આ બાલિકાઓ ગ્રેસી તથા ધ્રૂવી ઉપાધ્યાયના વિવિધ ફોટા વન ઇન્ડિયા માટે રાજકોટના ધોરાજી ખાતેથી બાળકીના માતા ધરા ઉપાધ્યાયે શેર કર્યા હતા.

બાળ ગરબી એક પ્રથા

બાળ ગરબી એક પ્રથા

આ પ્રથા સૌરાષ્ટ્ર અને તેના અંતરિયાળ ગામોમાં હજીય સચવાઈ રહી છે. નાની બાલિકાઓ સરસ મજાના ચણિયાચોળી પહેરીને નવા શણગાર સજી ગરબે ઘૂમવા નીકળી પડતી હોય છે.

લાહણીની મજા

લાહણીની મજા

ગરબીની વ્યવસ્થા સરસ મજાની હોય છે તેમાં માટે અગાઉથી રજિસ્ટ્રેશન થઈ જતું હોય છે અને તેના આઇ કાર્ડ બનાવીને બાલિકાઓ આપી દેવાતા હોય છે. ત્યાર બાદ બાલિકાઓને મનગમતી લ્હાણી પણ આપવામાં આવે છે. ત્યારે ધણીવાર નાચવા કરતા બાળ મગજ પર લાહણી લેવાની લાલશા વધુ હોય છે. પણ લાહણી મળયા જ તેમના ચહેરા પર અપાર ખુશી છવાઇ જાય છે.

નવરાત્રી

નવરાત્રી

ત્યારે નાના બાળકો માટે નવરાત્રી એટલે સરસ મઝાનું તૈયાર થવાનું, મિત્રો સાથે ગરબા ઓછા અને દોડા દોડી વધુ કરવાનું અને પછી અંતે લાહણી લઇ હરખભેર ઘરે જવાનું.

English summary
Details- Unique tradition of Saurashtra- Balika poojan. know more about it here.
Please Wait while comments are loading...