For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેટિંગ દરમિયાન ઈમોજીનો ઉપયોગ કરનારાના વધી જાય છે ડેટિંગના ચાન્સ, રિસર્ચમાં ખુલાસો

એક સ્ટડીમાં પણ સામે આવ્યુ છે કે મેસેજ દરમિયાન ઈમોજી મોકલવાથી તમારી વાત બનવાની સંભાવના વધી જાય છે.

|
Google Oneindia Gujarati News

આજકાલ તો ડેટિંગ ફોન પર જ પૂરી થઈ જાય છે. પહેલા પ્રેમ પત્ર અને કવિતાઓ જેવી વસ્તુઓથી પોતાના લવરને લુભાવવાની કોશિશ કરવામાં આવતી હતી પરંતુ આજકાલ આ કામ બહુ સરળ થઈ ગયુ છે. હવે તો બસ એક મેસેજ જ કમાલ બતાવી દે છે. એક સ્ટડીમાં પણ સામે આવ્યુ છે કે મેસેજ દરમિયાન ઈમોજી મોકલવાથી તમારી વાત બનવાની સંભાવના વધી જાય છે.

ઈમોજીના ઉપયોગ પર રિસર્ચ

ઈમોજીના ઉપયોગ પર રિસર્ચ

કોઈ ઈન્સ્ટીટ્યુટ દ્વારા કરાવાયેલ સર્વેમાં લોકોને ટેક્સિટિંગ દરમિયાન સેક્સ, ડેટિંગ લાઈવ અને ઈમોજીના ઉપયોગ વિશે પૂછવામાં આવ્યુ હતુ. 5,327 લોકોએમાંથી 38 ટકા લોકોએ ક્યારેય પણ પોતાના ક્રશ કે લવરને ટેકસ્ટ કરતી વખતે ઈમોજીનો ઉપયોગ નહોતો કર્યો. જ્યારે 29 ટકા લોકોએ બહુ જ ઓછો ઈમોજીનો ઉપયોગ કર્યો હતો. જો કે 28 ટકા લોકોએ કહ્યુ કે પોતાના લવર અને ક્રશ સાથે વાત કરતી વખતે ઈમોજીનો ઉપયોગ કરે છે.

ઈમોજીનો ઉપયોગ કરનારાને મળે છે વધુ ડેટ

ઈમોજીનો ઉપયોગ કરનારાને મળે છે વધુ ડેટ

સ્ટડીના પરિણામ મુજબ જે લોકો વધુ ઈમોજીનો ઉપયોગ કરે છે તે વધુ અને જલ્દી પોતાની પહેલી ડેટ મેળવે છે. રસપ્રદ વાત એ છે કે આવા લોકો ઈમોજીનો ઉપયોગ ન કરનારા લોકોની તુલનામાં સેક્સમાં વધુ રુચિ રાખે છે.

આ પણ વાંચોઃ અસમમાં NRCની ફાઈનલ લિસ્ટ આજે જાહેર કરાશે, 41 લાખ લોકો પર ખતરો, સુરક્ષા કડકઆ પણ વાંચોઃ અસમમાં NRCની ફાઈનલ લિસ્ટ આજે જાહેર કરાશે, 41 લાખ લોકો પર ખતરો, સુરક્ષા કડક

શું છે કારણ

શું છે કારણ

ઈમોજીને ડેટ સાથે સંબંધ હોવા વિશે સંશોધનકર્તા એક લોજીકલ હોઈપોથીસિસ જણાવે છે. તેમના અનુસાર ઈમોજી એ આપણી ભાવનાઓને વધુ સારી રીતે વ્યક્ત કરે છે. જે લોકો ઈમોજીનો ઉપયોગ કરે છે તે ઘણીવાર બીજા સાથે સારો તાલમેલ બનાવી શકે છે.

ઈમોજીનો કેમ ઉપયોગ કરે છે

ઈમોજીનો કેમ ઉપયોગ કરે છે

53 ટકા લોકોનું કહેવુ છે કે ઈમોજીથી તેમના મેસેજની પર્સનાલિટી વધી જાય છે. 24 ટકા લોકો એટલા માટે ઈમોજીનો ઉપયોગ કરે છે કારણકે તેમને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં સરળતા રહે છે. વળી, 20 ટકા લોકોને મેસેજ ટાઈપ કરવાથી વધુ સરળ અને ઝડપી ઈમોજી મોકલવાનું લાગે છે. 13 ટકા લોકો ઈમોજીને ટ્રેન્ડ સમજે છે.

ઈમોજીને સમજવી છે જરૂરી

ઈમોજીને સમજવી છે જરૂરી

જો કે જે લોકોએ પહેલા ક્યારેય ઈમોજીનો ઉપયોગ નથી કર્યો તેમને આ બહુ વિચિત્ર લાગે છે. આજે દરેક પ્રકારની ઈમોજી ઉપલબ્ધ છે. ગાડી, ફળ, ફૂલ અને શાકભાજી દરેક પ્રકારની ઈમોજી તમને મળી જશે. તમને પોતાના માટે યોગ્ય ઈમોજી પસંદ કરવાનુ આવડવુ જોઈએ. એ વાતનું ધ્યાન રાખો કે એક સાથે ઘણી બધી ઈમોજીનો ઉપયોગ કરવો ખોટો મેસેજ આપે છે. સારુ રહેશે કે તમે ઈમોજી સાથે એક મેસેજ પણ મોકલો. પહેલા તમારે શબ્દોથી પોતાની ભાવનાઓ વ્યક્ત કરવી જોઈએ અને પછી તેને વધુ સારુ બનાવવા માટે તેમાં ઈમોજી જોડવી જોઈએ.

English summary
now a study proves that using emojis while texting can increase a person’s chances of getting a date.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X