For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Uttarayan 2018 : સ્ટાઇલીશ સાળીથી ચીડાયેલી ગર્લફ્રેન્ડ સુધી...

ઉત્તરાયણની ખરી મજા છે પરિવાર સાથે. પણ દરેક પરિવારમાં હોય છે કેટલાક ખાસ સભ્યો છે જે તહેવારની મજા બનાવે છે ખાસ. વાંચો આ સ્પેશ્યલ આર્ટીકલ ઉત્તરાયણ પર.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાયણમાં પણ અગાશી પર નીતનવી અજાયબીઓ જોવા મળતી હોય છે. જો કે તેને જોવા માટે પારખી નજર પણ જોઇએ. આમ જોવા જઇએ તો તેમાં નજરનો પણ વાંક નથી. યુવાનો માટે નજર સુંદર યુવતી સુધી સિમિત હોય છે તો યુવતીઓ માટે હેન્ડસમ હંક સુધી. જો કે કેટલાક અમારા જેવા પણ હોય છે જેને નીત નવા લોકો ઊડીને આંખે દેખાઇ જતા હોય છે. જો કે તહેવારની આ જ મજા છે. તેમાં નીતનવા લોકોને જાણવા ઓળખવાનો અને જોવાનો મોકો મળે છે. જો કે દરેક ઉત્તરાયણની વાત ભલે અલગ અલગ હોય પણ કેટલીક વાતો, લોકો કોમન હોય છે. જે એક પરિવારને ખાસ બનાવે છે. ત્યારે તમારા પરિવારમાં પણ કદાચ આવા જ કેટલાક ખાસ લોકો હશે. વધુ વાંચો અહીં...

સ્ટાઇલ ક્વીન

સ્ટાઇલ ક્વીન

ઉત્તરાયણમાં આપણા પરિવારમાં એક તો એવા સ્ટાઇલીશ સંબંધી હોય જ, જે અગાશીએ આવતા જ અગાશીની રંગત બદલાઇ જાય. અગાશીમાં લોકો પતંગ અને પેચ ભૂલી તેમની સ્ટાઇલ, સુંદરતા પર નજરો મંડાવી દે. અને જો વધારે સારા લાગે તો પરિવાર વાળા બિચારા તેને પ્રોટેક્ટ કરવામાં વ્યસ્ત થઇ જાય. ખાસ કરીને વાત સ્ટાઇલીશ સાળી કે હેન્ડસમ દિયરની હોય.

ભ્રમમાં જીવતા લોકો

ભ્રમમાં જીવતા લોકો

વળી ઉત્તરાયણમાં તેવા પણ સંબંધીઓ આપણને જોવા મળે છે જે ભ્રમમાં જીવતા હોય છે કે તેમને ફેશન આવડે છે. બિચારા લેટેસ્ટ ફેશનના કપડાં સજાવીને આવી તો જાય છે પણ તેમના પર તે બિલકુલ સારા નથી લાગતા પણ હવે સિંહને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે. એમ વિચારી ઘરના લોકો પણ કહી દે છે કે સારા લાગો છો! પણ ખરેખરમાં આપણને જ ખબર હોય છે કે કેટલા સારા લાગે છે!

ચિઢાયેલી ગર્લેફેન્ડ

ચિઢાયેલી ગર્લેફેન્ડ

તહેવારનો દિવસ હોય અને તમારી પ્રિય વ્યક્તિ જ તમારાથી નારાજ હોય તો કેમ ચાલે. પણ આવું પણ બનતું હોય છે, કે તમારી પ્રિય વ્યક્તિ જ તમારાથી નારાજ હોય. અને એટલે જ ગીતોના સહારે ઉત્તરાયણમાં એક અગાશીથી બીજી અગાશી પ્રેમની મહેક ફેલાતી હોય છે. જો કે આ મીઠા ઝગડાના મૂક પ્રેક્ષકો ઘરના બીજા લોકો પણ હોય છે! પણ તે લોકો અબુધ બની બધુ જોતા રહે છે. અને પ્રેમની આ મજા પણ ઉત્તરાયણમાં જોવા મળે છે.

ફેંકુ

ફેંકુ

"પતંગ તો મને જ ચગાવતા આવડે", "અલ્યા મને આપ તને પેચ લડાવતા નહીં આવડે"....આ પ્રકારના પણ એક અંકલ ઉત્તરાયણ પર જોવા મળે છે. જેમનું માનવું છે કે પતંગ ખાલી તેમને જ ઉડાવતા આવડે છે. આપણે તો આટલા વર્ષોથી જખ્ખ મારી છે! ચોક્કસથી ઘણા લોકો સારી પતંગ ચગાવી જાણતા હોય છે પણ ઘણા લોકો પતંગ ચગવવાની સાથે સારી ફેંકી પણ જાણતા હોય છે!

પરિવાર

પરિવાર

જો કે ગોસિપ ગેંગ કહો કે ફેશન બડ્ડીઝ, ઉત્તરાયણની મજા પરિવાર સાથે જ છે. ઉત્તરાયણ જ કેમ કોઇ પણ તહેવારની મજા પરિવાર સાથે જ છે. ભલે તેમાં જાત જાત લોકો પણ પણ તે બધા આપણને અને આપણા પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે. અને તે માટે જ ભલે યુનીક જ સહી દરેક પરિવાર હોય છે ખાસ. અને તે જ પરિવાર દરેક તહેવારને બનાવે છે ખાસ.

English summary
Uttarayan 2018 : Unique Family member who make our uttarayan special. Read here special article on Uttarayan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X