For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાત્રે નથી આવતી ઉંઘ, તો અજમાવો આ ઉપાય

આજના ભાગદોડ વાળા સમયમાં ઉંઘ ન આવવી એ દરેક વ્યક્તિનો સર્વસમાન્ય પ્રોબ્લેમ બની ચૂક્યો છે.

|
Google Oneindia Gujarati News

આજના ભાગદોડ વાળા સમયમાં ઉંઘ ન આવવી એ દરેક વ્યક્તિનો સર્વસમાન્ય પ્રોબ્લેમ બની ચૂક્યો છે. ઓફિસના ટાર્ગેટ્સનું ટેન્શન, બાળકોની ચિંતા જેવા જુદા કારણોસર સ્ટ્રેસ વધે છે અને વિચારોના વમળમાં ઉંઘ ગરકાવ થઈ જાય છે. અને જો રાત્રે બરાબર ઉંઘ ન આવે તો બીજા દિવસે શરીર અને મન બંને થાકેલા રહે છે. વિજ્ઞાન મુજબ પણ ઉર્જાપૂર્ણ શરીર માટે પૂરતી ઉંઘ જરૂરી છે. એટલે જો તમે પૂરતી ઉંઘ નહી લો તો તમારી કાર્યક્ષમતા પર જરૂર અસર પડશે. માટે જો તમને પણ રાત્રે ઉંઘ ન આવતી હોય તો નીચેની ટિપ્સ ખાસ વાંચો.

ઘરના ખૂણામાં બનાવો સૂવાની જગ્યા

ઘરના ખૂણામાં બનાવો સૂવાની જગ્યા

ફેંકશુઈની તમામ રીત તમારા જીવનનું દર્પણ હોય છે. ફેંગશુઈ પ્રમાણે તમારી સુવાની જગ્યા નક્કી કરે છે કે તમારો આગામી દિવસ કેવો જશે. એટલે ફેંગશુઈ મુજબ તમારે બેડરૂમનું સ્થાન તમારા ઘરના ખૂણામાં હોવું જોઈએ.

ચીનમાં લોકો આ વાતને ખૂબ ગંભીરતાથી માને છે અને તેમનું માનવું છે કે ખૂણામાં સૂવાથી ભરપૂર ઉંઘ આવે છે, સાથે જ તમારું આરોગ્ય પણ સારુ રહે છે.

ઘરની આસપાસ છોડ વાવો

ઘરની આસપાસ છોડ વાવો

ફેંગશુઈનું માનવું છે કે તમારા ઘરની આજુબાજુ ઝાડ વાવવાથી તમે સ્વસ્થ જીવન અને સકારાત્મક્તા મેળવી શકો છો. પરંતુ જો તમે ઝાડ નથી વાવી શક્તા તો એટલિસ્ટ તમારા ઘરમાં લાકડાનું બનેલું ફર્નિચર જરૂર રાખો.

ત્રણ પગ વાળો દેડકો

ત્રણ પગ વાળો દેડકો

ફેંગશુઈમાં ત્રણ પગ વાળો દેડકો ખૂબ ભાગ્યશાળી મનાયો છે. મોઢામાં સિક્કો રાખેલા ત્રણ પગ વાળા દેડકાની ઘરમાં હાજરી મહત્વની છે. તેને ઘરની અંદર મુખ્ય દરવાજાની આસપાસ રાખવો જોઈએ. આમ કરવાથી પણ તમારા ઘરમાં શાંતિ રહેશે. અને ઘરમાં વાતાવરણ શાંત હશે તો ઉંઘ પણ સારી આવશે.

જૂતા બહાર રાખો

જૂતા બહાર રાખો

ફેંગશુઈ મુજબ તમારે જૂતા સાથે ક્યારેય ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ. મનાય છે કે જૂતા પોતાની સાથે આખા દિવસની ચિંતા અને સ્ટ્રેસ લઈને આવે છે, અને તેમને ઘરની અંદર પહેરીને આવવાનો અર્થ છે એ તમામ ખરાબ ઉર્જાનું સ્વાગત કરવું. એટલે ખરાબ ઉર્જા, નકારાત્મક્તા, સ્ટ્રેસને ઘરમાં આવતો અટકાવવા માટે હંમેશા જૂતાને બહાર કાઢો.

ઘરને વ્યવસ્થિત રાખો

ઘરને વ્યવસ્થિત રાખો

ફેંગશુઈ મુજબ તમારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારું ઘર વ્યવસ્થિત રહે. ખાસ કરીને રાત્રે ઘર વ્યવસ્થિત રાખવાથી જ્યારે તમે સવારે ઉઠો છો તો તમને તમામ ચીજવસ્તુ આસાનીથી મળે છે. જો કે આનો મોટો ફાયદો એ છે કે ઘરમાં ચીજવસ્તુઓ વ્યસ્થિત પડી હોય તો ફિલીંગ સારી આવે છે, વાતાવરણ સારું રહે છે, પરિણામે ઉંઘ પણ સારી આવે છે.

આ તમામ ઉપાયો અજમાવવાથી તમારા શરીરનો સ્ટ્રેસ દૂર થાય છે, અને તમે સકારાત્મક મહેસૂસ કરો છો.

English summary
try these steps and get rid from sleepless nights
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X