Valentine's Day 2024: કોર્ટ મેરેજ માટે આ ડૉક્યુમેન્ટની રહે છે જરુર, જુઓ આખી યાદી
Court Marriage Process, Required Document: 'અમે એકબીજાને અનહદ પ્રેમ કરીએ છીએ. લગ્ન તો કરી લઈએ, પણ પરિવારવાળા નહિ માને. મોટાભાગના પ્રેમી યુગલો પાસેથી ચોક્કસપણે આ સાંભળવા મળે છે. ખાસ કરીને જ્યારે પ્રેમનો આ મામલો વિવિધ જાતિ અને ધર્મ વચ્ચેનો હોય.
આ સ્થિતિમાં ઘણા પ્રેમી યુગલો ઘરેથી ભાગીને કોર્ટ મેરેજનો રસ્તો અપનાવે છે. ઘરેથી ભાગીને કોર્ટ મેરેજ કરીને પ્રેમીઓના લગ્નને કાયદાકીય માન્યતા મળે છે. પછી તેમના પરિવારજનોની પરવાનગી હોય કે ન હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. જો કે, ઘણા લોકો પરિવારના સભ્યોની સંમતિથી કોર્ટ મેરેજ પણ કરે છે.

તેમના પ્રેમ પર કાનૂની મહોર મેળવવા માટે, યુગલોને ઘણા પ્રકારના દસ્તાવેજોની જરૂર હોય છે. જો પૂરતા દસ્તાવેજો ન હોય તો, કોર્ટ મેરેજમાં તાત્કાલિક અડચણો આવી શકે છે.
CourtMarriageDelhi.Com મુજબ જાણો કોર્ટ મેરેજ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે?
1. પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ - દરેક પરિણીત વ્યક્તિના ચાર.
2. પરિણીત વ્યક્તિઓનો રહેઠાણનો પુરાવો (મતદાર કાર્ડ/પાસપોર્ટ/રેશન કાર/ડ્રાઇવિંગ લાયસન્સ/બેંક પાસબુક/લીઝ ડીડ/રેન્ટ ડીડ).
3. લગ્ન કરનાર વ્યક્તિની જન્મ તારીખનો પુરાવો (મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રમાણપત્ર, 10મી કે 12મી પરીક્ષાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, પાન કાર્ડ).
4. જો કોઈપણ પક્ષ છૂટાછેડા લીધા હોય તો કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના હુકમનામાની પ્રમાણિત નકલ.
5. જો કોઈ પક્ષકાર વિધવા/વિધુર હોય, તો મૃત જીવનસાથીનું મૃત્યુ પ્રમાણપત્ર.
6. જો કોઈ એક પક્ષ વિદેશી નાગરિક હોય અથવા વિદેશી પાસપોર્ટ ધરાવે છે અથવા વિદેશી રહેણાંક સરનામું ધરાવે છે.
7. પક્ષની વર્તમાન વૈવાહિક સ્થિતિનું પ્રમાણપત્ર / સંબંધિત દૂતાવાસનું કોઈ અવરોધ પ્રમાણપત્ર / NOC અને માન્ય વિઝા.
8. બે સાક્ષીઓ (બંને પુખ્ત હોવા જોઈએ)
તમારા લગ્ન એક કે બે દિવસમાં કાયદેસર રીતે માન્ય થાય તે માટે તમારી પાસે આ બે રીતો છે. પ્રથમ, હિન્દુ મેરેજ એક્ટ દ્વારા લગ્ન અને કોર્ટ રજિસ્ટ્રેશન અને બીજું, સ્પેશિયલ મેરેજ એક્ટ દ્વારા કોર્ટ મેરેજ. આ બંને પદ્ધતિઓ અલગ-અલગ છે અને બંનેને અલગ-અલગ સમય અને ખર્ચની જરૂર છે. ચાલો આ વિશે વિગતવાર સમજીએ.
ભારતમાં કોર્ટ મેરેજના કાયદા
(1) હિન્દુ મેરેજ એક્ટ
ભારતના પર્સનલ લૉ એવા યુગલોને મદદ કરે છે જેઓ તેમના લગ્નની કાનૂની પ્રક્રિયા એક દિવસમાં પૂર્ણ કરવા માગે છે. પહેલા આર્ય સમાજમાં લગ્ન કરીને, પછી તે જ લગ્ન હિન્દુ મેરેજ એક્ટ, 1955 હેઠળ કોર્ટમાં નોંધણી કરાવી શકાય છે. નોંધણી માટે ઉપરોક્ત દસ્તાવેજો જરૂરી છે. જો કે, આ કાયદો માત્ર હિન્દુ, બૌદ્ધ, શીખ અથવા જૈન લોકોને જ લાગુ પડે છે. જ્યારે કોર્ટમાં લગ્નની નોંધણી કરવામાં આવે છે, ત્યારે લગ્નનું પ્રમાણપત્ર મેળવવામાં આવે છે, જે લગ્ન માન્ય હોવાનો પુરાવો છે. આ પ્રમાણપત્ર દ્વારા પ્રેમી યુગલને પોલીસ સુરક્ષા, સ્પાઉસ વિઝા, સંયુક્ત મિલકત માટે લોન, વર્ક પરમિટ વગેરે પણ મળી શકે છે.
(2) સ્પેશિયલ મેરેજ એક્ટ
સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવાની પ્રક્રિયા થોડી લાંબી છે. આમાં 30થી 40 દિવસનો સમય લાગી શકે છે. આ માટે દંપત્તિએ કોર્ટમાં અરજી કરવી પડશે. પછી તે અરજી નોટિસ બોર્ડ પર 30 દિવસ માટે મૂકવામાં આવે છે. જો 30 દિવસના સમયગાળામાં છોકરા અને છોકરીના પરિવારજનો દ્વારા કોઈ વાંધો ઉઠાવવામાં આવે તો તેની તપાસ કરવામાં આવે છે. જો તપાસમાં વાંધો સાચો સાબિત થાય, તો લગ્ન થઈ શકશે નહીં. જો કોઈ વાંધો ઉઠાવવામાં ન આવે અથવા તે ખોટું સાબિત થાય તો યુગલના કોર્ટ મેરેજ કરવામાં આવે છે. થોડા દિવસો પછી, તેમના લગ્નનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
