સલામ છે આ ભારતીય નારીને, જેણે છેડતી કરનારને નતમસ્તક કર્યો!
કોઇ મહિલા એકલી જતી હોય અને કોઇ પુરુષ તેની છેડતી કરે તો તે મહિલા પ્રતિક્રિયામાં શું કરશે? મોટાભાગે એવું જ બનતું હોય છે કે એ છોકરી, યુવતી, કે મહિલા ચુપચાપ પોતાના રસ્તે ચાલી જાય છે કોઇપણ વિરોધ કર્યા વગર. તેનું કારણ પણ છે કે જો છેડતી કરનાર યુવક બે કરતા વધારે સંખ્યામાં હોય તો તેઓ વિરોધ કરવા પર તેની સાથે વધારે ગેરવ્યાજબી વર્તન કરી શકે છે, ઉપરાંત જાહેરમાં તેને શારિરીક નુકસાન પણ પહોંચાડી શકે છે. આવા ભયના કારણે જ યુવતીઓ છેડતીનો જવાબ તેને અવગણીને આપે છે.
દેશમાં છેડતીનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે. ઘણા કિસ્સાઓમાં જો યુવતીઓ છેડતીનો વિરોધ કરે છે તો તેમને તેનું ગંભીર પરિણામ ભોગવવું પડ્યું હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. યુવતીઓ જાહેર જીવનમાં તેમની સાથે થતી છેડતીનો વિરોધ હિમ્મતપૂર્વક કરે અને આરોપીને ધૂળ ચટાડે તેવા દ્રશ્યો તો માત્ર ફિલ્મોમાં જ જોવા મળે છે. પરંતુ આવો કિસ્સો વાસ્તવિક જીવનમાં પણ બનવા પામ્યો છે.
બેંગલોરમાં એક 30 વર્ષીય વીણા આસીયા ચિંદલૂર રોજીંદી ક્રિયા પ્રમાણે જોગીગ કરી રહી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા એક યુવકે તેની સામે ગંદા ઇશારા કર્યા. જોકે વીણા નામની આ મહિલા તેની સાથે થયેલી છેડતીને અવગણી નહીં પરંતુ તેની છેડતી કરનાર યુવકને સબક શીખવાડવા તેની પાછડ દોડી, તેણે આરોપીને પકડી તેને ઘૂંટણીએ પડવા કહ્યું. ઘૂંટણીએ પડેલા યુવકના માથા પર આ મહિલાએ જોરદાર કિક મારી. ત્યારબાદ આરોપીને ત્યાંથી જવા દીધો. આ સમગ્ર ઘટનાનું વીણાની મિત્રએ વીડિયો રેકોર્ડિંગ કરી દીધું. બાદમાં વીણાએ તે અજાણ્યા યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે વીડિયોના આધારે ગણતરીની મીનિટોમાં આરોપીને પકડી પાડ્યો.
આ સશક્ત ભારતીય મહિલાને વનઇન્ડિયા સલામ કરે છે, આ હિમ્મત મહિલાના વીડિયોને યૂટ્યૂબ પર આ લખાય છે ત્યા સુધી 245,278 લોકો જોઇ ચૂક્યા છે.
આપ પણ જુઓ વીડિયો અને આપો આપનું મંતવ્ય...

યુવતીની છેડતી કરી યુવકે
બેંગલોરમાં એક 30 વર્ષીય વીણા આસીયા ચિંદલૂર રોજીંદી ક્રિયા પ્રમાણે જોગીગ કરી રહી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા એક યુવકે તેની સામે ગંદા ઇશારા કર્યા.

આરોપી ગભરાઇને ભાગ્યો
જોકે વીણા નામની આ મહિલા તેની સાથે થયેલી છેડતીને અવગણી નહીં પરંતુ તેની છેડતી કરનાર યુવકને સબક શીખવાડવા તેની પાછડ દોડી અને આરોપી ગભરાઇને ભાગ્યો...

પકડી તેને ઘૂંટણીએ પડવા કહ્યું
આ મહિલા તેની સાથે થયેલી છેડતીને અવગણી નહીં પરંતુ તેની છેડતી કરનાર યુવકને સબક શીખવાડવા તેની પાછડ દોડી, તેણે આરોપીને પકડી તેને ઘૂંટણીએ પડવા કહ્યું.

આરોપીને પાઠ ભણાવ્યો
ઘૂંટણીએ પડેલા યુવકના માથા પર આ મહિલાએ જોરદાર કિક મારી. ત્યારબાદ આરોપીને ત્યાંથી જવા દીધો. આગળ જુઓ વીડિયો...
વીણાની મિત્રએ વીડિયો રેકોર્ડિંગ કરી દીધું હતું
આ સમગ્ર ઘટનાનું વીણાની મિત્રએ વીડિયો રેકોર્ડિંગ કરી દીધું. બાદમાં વીણાએ તે અજાણ્યા યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે વીડિયોના આધારે ગણતરીની મીનિટોમાં આરોપીને પકડી પાડ્યો.












Click it and Unblock the Notifications
