Video : પાક. એન્કરે ચાલુ કેમેરામાં કહ્યું આના નખરા જ પૂરા નથી થતા
પાકિસ્તાનના બે એન્કરોની લડાઇ કેમેરામાં પહેલા કેદ થઇ અને પછી સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગઇ. પાકિસ્તાની ન્યૂઝરૂમમાં શો હોસ્ટ કરી રહેલા બે એન્કરો વચ્ચે શાબ્દિક લડાઇ હાલ પોપ્યુલર થઇ છે. જુઓ આ વીડિયો.
કેમેરામાં ક્યારે શું કેદ થઇ જાય અને તે સોશ્યલ મીડિયા પર કેવી રીતે વાયરલ થઇ જાય તે સમજવું હવે થોડું મુશ્કેલ બની ગયું છે. તમારી રોજીંદી વાતચીત પણ બની શકે અચાનક વાયરલ થઇ જાય અને તે મુદ્દો બની જાય. આવું જ કંઇક થયું છે પાકિસ્તાનના બે એન્કરો સાથે. જેમની લડાઇ કેમેરામાં પહેલા કેદ થઇ અને પછી સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગઇ. પાકિસ્તાની ન્યૂઝરૂમમાં શો હોસ્ટ કરી રહેલા બે એન્કરો વચ્ચે શાબ્દિક લડાઇ હાલ સોશ્યલ મીડિયામાં ભારે પોપ્યુલર થઇ રહી છે. એક મહિલા અને એક પુરુષ એન્કર વચ્ચેની તું તું મેં મેં હાલ ઘરે બેઠા હજારો લોકો જોઇ રહ્યા છે. મહિલા એન્કરો તો એક બે શબ્દો બોલી બંધ થઇ જાય છે. કારણ કે એન્કરીંગ દરમિયાન તે જ શીખવવામાં આવે છે કે કેમેરા સામે તમે તમારી સમાચારાને રજૂ કરી રહ્યા છો. અને ત્યાં તમે તમારા વ્યક્તિ મુદ્દાને ના રજૂ કરી શકો. પણ પુરુષ એન્કર બોલવાની સીમા ભૂલી જઇને છોકરીને ધણું બધુ સંભળાવી દે છે. માનવામાં આવે છે કે આ વીડિયો ડેલી પાકિસ્તાન ડોટકોમ નામની ચેનલનો છે.

વીડિયોમાં જે રીતે દેખાય છે તે મુજબ પુરુષ એન્કર મહિલા એન્કરથી કોઇ વાતે ગુસ્સે હોય તેમ લાગે છે. માટે જ પુરુષ એન્કર કહે છે કે હું આની સાથે બુલેટિન નથી કરવા માંગતો. તે મને કહે છે કે મારી સાથે વાત જ ના કરો. તો બીજી તરફ મહિલા એન્કર કહે છે કે અદપમાં રહીને વાત કરો. વાત વાતમાં જ વાત વધી જાય છે અને પુરુષ એન્કર કહે છે કે કોઇ વ્યક્તિગત મુદ્દાને સ્ટૂડિયોમાં ના લાવો. સાથે જ એન્કર તેમ પણ કહે છે કે આ છોકરીના તો નખરા જ પૂરા નથી થતા. આ તમામ વાતો હાલ તો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગઇ છે. અને લોકો આ વીડિયોને ભરપૂર રીતે માણી રહ્યા છે. સાથે જ તે હાસ્યનું કારણ પણ બની છે. તો તમે પણ જુઓ આ વીડિયો અહીં...












Click it and Unblock the Notifications
