For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનીમુન સ્ટેજ પછી કપલ્સમાં આવે છે આ બદલાવ

કોઈપણ રોમેન્ટિક સંબંધ અથવા લગ્ન જેવા સંબંધોમાં, શરૂઆતના દિવસો ખૂબ જ હૂંફાળા અને ભાવનાશીલ હોય છે.

|
Google Oneindia Gujarati News

કોઈપણ રોમેન્ટિક સંબંધ અથવા લગ્ન જેવા સંબંધોમાં, શરૂઆતના દિવસો ખૂબ જ હૂંફાળા અને ભાવનાશીલ હોય છે. જ્યારે, હનીમૂન તબક્કા પછી, યુગલોમાં ઘણા તેનાથી વિપરીત ફેરફારો થાય છે. અહીંથી જ યુગલો એકબીજા વિશેની ઘણી સકારાત્મક અને નકારાત્મક બાબતોને નજીકથી ઓળખવાનું શરૂ કરે છે. આવું એટલા માટે થાય છે કારણ કે કેટલાંક યુગલો એકબીજાથી આરામદાયક બને છે અને એકબીજાની સાથે મનમેળ બેસાડતા હોય છે. ઉપરાંત, સંબંધની શરૂઆત કરતા આ સમયગાળામાં એકબીજાને પ્રભાવિત કરવા માટેનું દબાણ ઘણું ઓછું હોય છે. તો ચાલો આજે જાણીએ આવા જ પાંચ રસપ્રદ પરિવર્તન, જે સામાન્ય રીતે દરેક દંપતીમાં દરેક હનીમૂન પછી અનુભવાય છે.

લવ મેકીંગમાં ઘટાડો

લવ મેકીંગમાં ઘટાડો

હનીમૂન પછીના પ્રથમ ફેરફારો એ છેકે અગાઉની તુલનામાં બંને વચ્ચેની લવમેકિંગ ઓછો થવા લાગે છે. આનો અર્થ એ નથી કે તે બંને એકબીજા પ્રત્યેનો જુસ્સો અને પ્રેમ ગુમાવવાનું શરૂ કરે છે. આવું થવું સહેલું છે કારણ કે હવે તે બંને પોતાના રૂટિન કામમાં વ્યસ્ત થવા માંડે છે, જેના કારણે તેમને ઓછો સમય મળે છે.

પ્રામાણિકતામાં થાય છે વધારો

પ્રામાણિકતામાં થાય છે વધારો

હનીમૂન આવતાની સાથે એકબીજાને ઇમ્પ્રેસ કરવાનું દબાણ ઓછુ થઇ જાય છે, તેથી યુગલો વચ્ચે એકબીજા પર પ્રામાણિકતા અને વિશ્વાસ વધવા લાગે છે.

સંપર્કમાં રહેવું જરૂરી નથી રહેતુ

સંપર્કમાં રહેવું જરૂરી નથી રહેતુ

આશ્ચર્યજનક વાત નથી કે હનીમૂન પછી દંપતીમાં ટેક્સ્ટ મેસેજમાં ઘટાડો થવા લાગે છે. આ કારણ છે કે તે પહેલાં બંને એક બીજાથી અજાણ હતા, તેથી ફોન કોલ્સ અને ટેક્સ્ટ સંદેશાઓ દ્વારા એકબીજા સાથે સંપર્કમાં રહેવું સારૂ લાગતું હતું. યુગલોએ લગ્ન અને હનીમૂન સુધી એકબીજા સાથે આરામથી સમય પસાર કરી ચુક્યા હોય છે, એક બીજાને ઓળખી ચુક્યા હોય છે, તેથી હંમેશાં એકબીજા સાથે સંપર્કમાં રહેવાની ઇચ્છા થોડી ઓછી થવા લાગે છે.

ખચકાટ વગર માંગી શકે છે પૈસા

ખચકાટ વગર માંગી શકે છે પૈસા

સંબંધની શરૂઆતમાં પૈસા માંગવામાં અજીબ લાગે છે અને થોડી ખચકાટ રહેતી હોય છે. પરંતુ હનીમૂન અવધિ પૂરી થયા પછી યુગલો વચ્ચે પૈસા સહિતની અન્ય વસ્તુઓની ખચકાટ સમાપ્ત થાય છે. હવે બંને ખુલ્લેઆમ તેમના નાણાકીય પ્રશ્નો અંગે ચર્ચા કરે છે. જરૂર પડે ત્યારે પણ એક બીજા પાસેથી પૈસાની લેવડદેવડ સરળતાથી શરૂ થાય છે.

તૈયાર થવાનું કરી દે છે ઓછુ

તૈયાર થવાનું કરી દે છે ઓછુ

જ્યારે બે લોકો એકબીજાને પસંદ કરે છે, ત્યારે બંધન વધે છે, જેથી બંનેને સજવુ-સવરવુ પસંદ હોય છે. પરંતુ જ્યારે આ જ વાત લગ્ન અને હનીમૂનમાં પહોંચે છે ત્યારે અચાનક જોવા મળ્યું છે કે યુગલોમાં એકબીજાને સારા દેખાવાની ઈચ્છા ઓછી થવા લાગે છે. તેમની દિનચર્યા સરળ થવા લાગે છે અને એકબીજા માટે સારી રીતે તૈયાર થવાની તેમની ઇચ્છા પણ ઓછી થાય છે.

આ પણ વાંચો: રિલેશનશિપમાં રાખવામાં આવતી અપેક્ષાઓને કેવી રીતે ઘટાડશો

English summary
what couples Feel Changes After the honeymoon stage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X