શું છે પીએમ સુર્ય ઘર યોજના? કેવી રીતે 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી આપશે?

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી એક મોટી યોજના લાવી રહી છે. આનાથી દેશભરના ઘરોને સોલરથી સંચાલિત કરીને વીજળી બીલ મુક્ત બનાવવાની યોજના છે.
આ યોજનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેની માહિતી તેમણે X પર એક પોસ્ટ દ્વારા આપી.

આ યોજના દ્વારા દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. માહિતી શેર કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, 75,000 કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે, જેના દ્વારા દર મહિને આ ઘરોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે.

Solar

ટ્વિટર પર પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે, લોકોના ટકાઉ વિકાસ અને સુખાકારી માટે અમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ. 75,000 કરોડના પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, નક્કર સબસિડી જે સીધી જ લોકોના બેંક ખાતામાં આપવામાં આવશે. ભારે રાહતવાળી બેંક લોન સાથે, કેન્દ્ર સરકાર સુનિશ્ચિત કરશે કે લોકો પર કોઈ ખર્ચનો બોજ ન પડે. તમામ હિતધારકોને રાષ્ટ્રીય ઓનલાઈન પોર્ટલમાં એકીકૃત કરવામાં આવશે, જે વધુ સુવિધા આપશે.

પીએમ મોદીએ અપીલ કરી અને કહ્યું કે, ચાલો સૌર ઉર્જા અને ટકાઉ પ્રગતિને પ્રોત્સાહન આપીએ. હું તમામ રહેણાંક ગ્રાહકોને ખાસ કરીને યુવાનોને વિનંતી કરું છું કે તેઓ https://pmsuryagarh.gov.in પર અરજી કરીને PM સૂર્ય ઘર: મફત વીજળી યોજનાને મજબૂત કરે.

શું છે કેન્દ્રની 300 યુનિટ ફ્રી વીજળી યોજના?
જણાવી દઈએ કે આ યોજના હેઠળ, શહેરી સંસ્થાઓ અને પંચાયતોને રૂફટોપ સોલર સિસ્ટમને પાયાના સ્તરે વધુ લોકપ્રિય બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત આ યોજના લોકોને તેમની આવક વધારવામાં મદદ કરશે અને વીજળીના બિલમાં પણ ઘટાડો થશે. આ સાથે રોજગારની નવી તકો પણ ઉપલબ્ધ થશે.

1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારના વચગાળાના બજેટમાં રૂફટોપ સોલર અને મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેના દ્વારા એક કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. ઉપરાંત તેઓ વીજળી વિતરણ કંપનીઓને વધારાની વીજળી વેચી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X