For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sleep Divorce: શું છે આ 'સ્લીપ ડિવૉર્સ'?, કેમ વધી રહ્યુ છે આ ચલણ? પતિ-પત્નીના રિલેશન માટે સારુ છે કે ખરાબ?

By Desk
|
Google Oneindia Gujarati News

Sleep Divorce: આજની દોડધામભરી જીંદગીમાં લોકો કામના કારણે ઘરની બહાર વધુ સમય વિતાવે છે. જો પતિ-પત્ની બંને નોકરી કરતા હોય તો બંને કામના કારણે થાકીને ઘરે પહોંચતા હોય છે. લોકોને ઓફિસ કે કામના સ્થળે જવા માટે પણ ઘણી મુસાફરી કરવી પડે છે.

પત્નીઓ નોકરી ન કરતી હોય તો પણ આખો દિવસ ઘરમાં કામ કરવાના લીધે થાકી જાય છે. ટૂંકમાં, આખો દિવસ કામ કર્યા પછી પતિ-પત્ની બંને માટે આઠ કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે, તેથી આજના વાતાવરણમાં પતિ-પત્ની સ્વેચ્છાએ અલગ-અલગ સૂવાનુ નક્કી કરી રહ્યાં છે. જેેને સામાન્ય શબ્દોમાં 'સ્લીપ ડિવોર્સ' કહેવામાં આવી રહ્યુ છે.

sleep divorce

Vijay Deverakonda Birthday: વિજય દેવરકોંડા જીવે છે લક્ઝુરીયસ લાઈફ, જાણો કુલ સંપત્તિVijay Deverakonda Birthday: વિજય દેવરકોંડા જીવે છે લક્ઝુરીયસ લાઈફ, જાણો કુલ સંપત્તિ

આપણા દેશમાં, ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે અલગ-અલગ સૂવું એ બંને વચ્ચેના અણબનાવ સાથે જોડાયેલું છે અથવા એવું માનવામાં આવે છે કે બંને વચ્ચેના સંબંધો બરાબર નથી ચાલી રહ્યા, પરંતુ જ્યારે તમે સ્વેચ્છાએ કોઈ ચોક્કસ કારણસર અલગ સૂવાનું નક્કી કરો તો પછી આ તમારા અને તમારા સંબંધો માટે ખરાબ નથી હોતુ.

જેમ કે ઘણીવાર કોઈને રાત્રે સૂતા પહેલા પુસ્તક વાંચવાની આદત હોય છે અથવા કોઈ વ્યક્તિ તેના નજીકના વ્યક્તિના ફોનનો જવાબ આપે છે અને રાત્રે ચેટ કરે છે કારણ કે તેને દિવસભર સમય મળતો નથી. તેથી લાઇટ ચાલુ કરે છે અથવા કોઈ વ્યક્તિ તેના નાના બાળક અને પત્ની સાથે બેડ શેર કરવામાં આરામદાયક નથી અનુભવતો અથવા કોઈના પાર્ટનરને નસકોરાં લેવાની આદત હોય, આ સ્થિતિમાં જો તેની પત્ની બીજા રૂમમાં સૂવાનુ નક્કી કરે તો તેને સ્લીપ ડિવોર્સ કહેવાય છે. આના કારણે બંનેને પૂરતી ઊંઘ આવે છે અને બંને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે છે.

NEET Exam: છોકરીઓને ખુલ્લામાં બદલાવ્યા કપડા, અંદર હાથ નાખીને ચેક કરાયા ઈનરવેરNEET Exam: છોકરીઓને ખુલ્લામાં બદલાવ્યા કપડા, અંદર હાથ નાખીને ચેક કરાયા ઈનરવેર

સોશિયલ મીડિયા પર લોકો આ વિશે ખુલ્લેઆમ વાત કરી રહ્યા છે અને લોકો માને છે કે આ ડિવૉર્સ સંબંધો માટે સારા છે કારણ કે તેના કારણે તમે સ્વસ્થ રહો છો અને માત્ર એક સ્વસ્થ વ્યક્તિ જ તેમના સંબંધોને સારો આકાર આપી શકે છે. માત્ર બેડ શેર કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સમજણ વિકસે નહીં. સ્લીપ ડિવોર્સનો અર્થ છે સંબંધમાં બંનેની આદતો અને ઈચ્છાઓને માન આપવું અને તેને સ્થાન આપવું, તેથી લોકો તેને વધુને વધુ અપનાવી રહ્યા છે. જો કે, તે કેટલો સમય રાખવુ એ પતિ-પત્નીની વ્યક્તિગત ઇચ્છા પર આધાર રાખે છે.

જો પતિ-પત્ની ઉપરોક્ત કારણોથી અલગ-અલગ સૂતા હોય તો સ્લીપ ડિવૉર્સથી બંને છૂટા પડી શકે નહીં. વળી, સ્લીપ ડિવૉર્સનો સૌથી મોટો ફાયદો ઊંઘ પૂરી થવાનો છે કારણ કે ઊંઘ ન આવવાને કારણે તમને થાક, નબળાઈ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. બીજો ફાયદો એ છે કે પતિ-પત્નીને પોતાને માટે જગ્યા મળે છે. જેમ પતિ રાત્રે અલગ સૂઈને પોતાનું મનપસંદ પુસ્તક વાંચી શકે છે, જ્યારે પત્ની તેની મિત્ર સાથે ગપસપ કરી શકે છે અથવા સંગીત સાંભળી શકે છે અથવા બાળકોને વાર્તા કહી શકે છે.

The Kerala Story: યુપીમાં ટેક્સ ફ્રી કરવામાં આવશે 'ધ કેરલ સ્ટોરી', આખા મંત્રીમંડળ સાથે ફિલ્મ જોશે સીએમ યોગીThe Kerala Story: યુપીમાં ટેક્સ ફ્રી કરવામાં આવશે 'ધ કેરલ સ્ટોરી', આખા મંત્રીમંડળ સાથે ફિલ્મ જોશે સીએમ યોગી

કેટલાક લોકોને ફેલાઈને સૂવાની આદત હોય છે, વ્યક્તિની આ ઈચ્છા અલગથી સૂવાથી પણ પૂરી થઈ શકે છે. વળી, એવુ જરૂરી નથી કે પતિ-પત્ની હંમેશા સાથે સૂવાથી જ નજીક રહે. અલગ-અલગ સૂવાથી બંને અલગ થઈ જાય છે એવુ વિચારવું પણ યોગ્ય નથી.

English summary
What is 'sleep divorces' which nowadays talked on the social media, Know everything about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X