• search

આવરે વરસાદ, ઢેબરીઓ પરસાદ... આખરે આ મોનસૂન છે શું!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  આવરે વરસાદ, ઢેબરીઓ પરસાદ.. ઊની ઊની રોટલી ને કારેલાનું શાક... તમે જ્યારે નાના હશો ત્યારે વરસાદને રિઝવવા માટે કંઇક આવી પંક્તિઓ બોલી હશે. પરંતુ ક્યારેય આપણે એવું વિચાર્યું છે કે આ વરસાદ, મેહુલીયો, કે મોનસૂન છે શું? તેની આખી પ્રક્રિયા શું? તે કેવી રીતે થાય છે? આવો જાણીએ કે આખરે મોનસૂન છે શું...

  મોનસૂન મૂળત: હિન્દ મહાસાગર અને અરબ સાગર તરફથી ભારતના દક્ષિણ-પશ્ચિમ તટ પર આવનારી હવાઓને કહેવાય છે જે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે દેશોમાં ભારે વરસાદ લાવે છે. આ એવા મૌસમી પવનો હોય છે જે દક્ષિણી એશિયાના વિસ્તારોમાં જૂનથી સપ્ટેમ્બર સુધી સક્રિય રહે છે.

  મોનસૂન શબ્દનો પ્રથમ પ્રયોગ બ્રિટિશ ભારતમાં તથા પાડોશી દેશોના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ બંગાળની ખાડી તથા અરબ સાગરથી આવનાર મૌસમી હવાઓ માટે કરવામાં આવ્યો હતો.

  હાઇડ્રોલોજીમાં મોનસૂનનો વ્યાપક અર્થ કરવામાં આવે છે -'કોઇપણ એવા પવન જે કોઇ ક્ષેત્રમાં ઋતુ વિશેષમાં જ વધારે વર્ષા કરાવતી હોય.' અત્રે નોંધનીય છે કે મોનસૂન હવાઓનો અર્થ વધારે સમય વર્ષા કરાવવા માટે ના કરવો જોઇએ. આ પરિભાષાની દ્રષ્ટિએ દુનિયાના અન્ય દેશો જેવા કે ઉત્તરી અમેરિકા, દક્ષિણી અમેરિકા, ઉપ-સહારા આફ્રીકા, ઓસ્ટ્રેલિયા તથા પૂર્વ એશિયાને પણ મોનસૂન ક્ષેત્રની શ્રેણીમાં રાખવા પડે. આ શબ્દ હિન્દી તેમજ ઉર્દૂ શબ્દનો અપભ્રંશ છે. મોનસૂન સંપૂર્ણપણે હવાઓના વહેણ પર નિર્ભર કરે છે. સામાન્ય હવાઓ જ્યારે પોતાની દિશા બદલી લે છે ત્યારે મોનસૂન આવે છે. જ્યારે તે ઠંડાથી ગરમ વિસ્તારો તરફ વહે છે ત્યારે તેમનામાં નમીની માત્રા વધી જાય છે જેના કારણે વરસાદ થાય છે.

  આવો જાણીએ આખરે આ મોનસૂન છે શું!

  મોનસૂન એટલે..

  મોનસૂન એટલે..

  મોનસૂન શબ્દ હિન્દી તેમજ ઉર્દૂ શબ્દનો અપભ્રંશ છે. મોનસૂન સંપૂર્ણપણે હવાઓના વહેણ પર નિર્ભર કરે છે. સામાન્ય હવાઓ જ્યારે પોતાની દિશા બદલી લે છે ત્યારે મોનસૂન આવે છે. જ્યારે તે ઠંડાથી ગરમ વિસ્તારો તરફ વહે છે ત્યારે તેમનામાં નમીની માત્રા વધી જાય છે જેના કારણે વરસાદ થાય છે.

  અંગ્રેજી શબ્દ મોનસૂન પુર્તગાલી શબ્દ

  અંગ્રેજી શબ્દ મોનસૂન પુર્તગાલી શબ્દ

  મોન્સેઓ(moncao)માંથી નીકળ્યો છે, જેનો મૂળ ઉદગમ અરબી શબ્દ મોવસિમ (મૌસમ)માંથી આવ્યો છે. આ શબ્દ હિન્દી અને ઉર્દૂ તથા વિભિન્ન ઉત્તર ભારતીય ભાષાઓમાં પણ પ્રયોગ કરવામાં આવે છે, જેની એક કડી આરંભિક આધુનિક ડચ શબ્દ મૉનસનને પણ મળે છે.

  વિશ્વના મોનસૂન

  વિશ્વના મોનસૂન

  વિશ્વની પ્રમુખ મોનસૂન પ્રણાલીઓમાં પશ્ચિમી આફ્રીકા તથા એશિયા-ઓસ્ટ્રેલિયા મોનસૂન આવે છે. આ શ્રેણીમાં ઉત્તરી અમેરિકા અને દક્ષિણી અમેરિકાઇ મોનસૂનને સમાવવામાં હજી પણ ઘણા મતભેદ જારી છે.

  ભારતીય મોનસૂન

  ભારતીય મોનસૂન

  ભારતમાં મોનસૂન હિન્દ મહાસાગર અને અરબ સાગર તરફથી હિમાલય તરફ આવનાર ગરમ પવનો પર નિર્ભર કરે છે. જ્યારે આ હવાઓ ભારતના દક્ષિણ પશ્ચિમ તટ પર પશ્ચિમ ઘાટ સાથે ટકરાય છે ત્યારે ભારત તથા આસપાસના દેશોમાં ભારે વર્ષા થાય છે.

  પૂર્વ એશિયાઇ

  પૂર્વ એશિયાઇ

  પૂર્વ એશિયાઇ મોનસૂન ઇંડો-ચીન, ફિલિપીંસ, ચીન, કોરિયા તથા જાપાનના મોટા વિસ્તારોમાં પ્રભાવ પાડે છે.

  આફ્રીકા

  આફ્રીકા

  પશ્ચિમી ઉપ-સહારા આફ્રીકાના મોનસૂનને પહેલા આંતર્કટિબન્ધીય સંસ-પ્તિ જોનના મૌસમી બદલાવો અને સહારા તથા વિષુવૃત્તિય અંધ મહાસાગરની વચ્ચે તાપમાન અને આર્દ્રતાના અંતરોના પરિણામ સ્વરૂપ સમજાય છે. આ વિષુવત્તીય અંધ મહાસાગરથી ફેબ્રુઆરીમાં ઉત્તરાવર્તી હોય છે, અને પછી લગભગ 22 જૂનના રોજ પશ્ચિમી આફ્રીકા પહોંચે છે.

  ઉત્તર અમેરિકા

  ઉત્તર અમેરિકા

  ઉત્તર અમેરિકા મોનસૂન જૂનના અંત અથવા જૂલાઇના આરંભથી સપ્ટેમ્બર સુધી આવે છે. તેનું ઉદગમ મેક્સિકોથી થાય છે અને સંયુક્ત રાજ્યમાં મધ્ય જુલાઇ સુધી વરસાદ આવે છે.

  માત્ર દક્ષિણ એશિયાઇ દેશોમાં જ મોનસૂન છે

  માત્ર દક્ષિણ એશિયાઇ દેશોમાં જ મોનસૂન છે

  હાઇડ્રોલોજીમાં મોનસૂનનો વ્યાપક અર્થ કરવામાં આવે છે -'કોઇપણ એવા પવન જે કોઇ ક્ષેત્રમાં ઋતુ વિશેષમાં જ વધારે વર્ષા કરાવતી હોય.' અત્રે નોંધનીય છે કે મોનસૂન હવાઓનો અર્થ વધારે સમય વર્ષા કરાવવા માટે ના કરવો જોઇએ. આ પરિભાષાની દ્રષ્ટિએ દુનિયાના અન્ય દેશો જેવા કે ઉત્તરી અમેરિકા, દક્ષિણી અમેરિકા, ઉપ-સહારા આફ્રીકા, ઓસ્ટ્રેલિયા તથા પૂર્વ એશિયાને પણ મોનસૂન ક્ષેત્રની શ્રેણીમાં રાખવા પડે. પરંતુ એવું નથી એટલે માત્ર દક્ષિણ એશિયાઇ દેશોમાં જ મોનસૂન છે એવું કહી શકાય.

  English summary
  Monsoon is traditionally defined as a seasonal reversing wind accompanied by corresponding changes in precipitation, but is now used to describe seasonal changes in atmospheric circulation and precipitation associated with the asymmetric heating of land and sea.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more