વ્હોટઅપ પર આવશે આ નવું ફિચર, ચેટિંગમાં આવશે મજા

Posted By:
Subscribe to Oneindia News

જલ્દી જ વોટ્સઅપમાં એક તેવું ફિચર આવશે જે તમારી ચેટને સરળ અને મજેદાર કરશે. આ ફિચર ફેસબુક પર પહેલાથી જ છે. અને હવે તેને વોટ્સઅપ પર પણ લાવવામાં આવી રહ્યું છે. આ નવું ફિચર છે સ્ટિકર્સનું. લાંબા સમયથી વોટ્સઅપ યુઝર્સ હાઇક જેવા એપની જેમ જ નીતનવા સ્ટીકર્સની માંગણી કરી રહ્યા હતા. પણ તેમ છતાં વોટ્સઅપ એજ જૂના સ્ટીકર્સમાં કામ ચલાવી રહ્યું હતું. પણ હવે તેવું નહીં થાય. ફેસબુક મેસેન્જરની જેમ તમને હવે વોટ્સઅપમાં પણ ચેટ કરતી વખતે નીતનવા સ્ટીકર્સ મળશે. આ સ્ટીકર્સ દ્વારા તમે ખૂબ જ સરળતાને અને રમૂજી અંદાજમાં તમારી ભાવનાઓને વ્યક્ત કરી શકશો.

whatapp

જો કે હાલ આ ફિચર વોટ્સઅપમાં ટ્રાયલ રન પર ચાલી રહ્યો છે. અને તે હજી બીટા સ્ટેજમાં છે. આ વાતની પૃષ્ઠી WABetaInfo વોટ્સઅપના બીટાના સ્ક્રીનશોર્ટ શેયર કરીને કરી છે. આ ટ્વીટમાં સ્પષ્ટ દેખાય છે કે વોટ્સઅપ તેના માલિક ફેસબુકની જેમ જ સ્ટીકર્સનો ચેટ માટે ઉપયોગ કરી રહ્યો છે. જો કે હાલ ભલે તમે સ્માઇલીથી વોટ્સઅપ ચલાવતા હોવ પણ તે દિવસો દૂર નથી જ્યારે તમને વોટ્સઅપ પર પણ મળશે સ્ટિકર્સ. આ નવા ફિસર્ચ સાથે જ GIF સ્ટિર્ક્સ મોકલવાનો પણ વિકલ્પ તમને મળશે. જો કે આ વાતનો સીધો લાભ વોટ્સઅપ ઉપભોક્તાઓને મળશે.

whatapp
English summary
whatsapp may come up with sticker feature similar to facebook.
Please Wait while comments are loading...