ભારતમાં સૌથી વધુ સોનું કોની પાસે છે? આ છે સૌથી વધુ સોનું ધરાવતા દેશ
ભારતમા સોનાનું બેવડુ મહત્વ છે. અહીં લોકો પોતાના રોકાણ માટે અને ઘરેણા માટે સોનુ ખરીદે છે અને સદીઓ સુધી સાચવે છે. આજે ભારતમાં પરંપરાગત સોનાનો ભંડાર છે.
ભારતમાં લોકોને પેઢી દર પેઢી તેમનું મોટાભાગનું સોનું વારસામાં મળ્યું છે. કેટલાક લોકો પાસે એટલું સોનું છે કે તે સોનાની ઘડિયાળથી લઈને કપડા સુધી બધું જ સોનાનું પહેરે છે.

તમે જાણો છો કે ભારતમાં કેટલું સોનું છે અને ભારતમાં સૌથી વધુ સોનું કોની પાસે છે? આજે અમે તમને સોના વિશે ઘણી એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમે નથી જાણતા.
ઈકોનોમી એન્ડ માર્કેટ રિપોર્ટ અનુસાર, સોનાના ભંડાર મામલે ભારત વિશ્વમાં 9મા સ્થાને છે. ભારત પાસે 806.7 મેટ્રિક ટન સોનું છે. એટલું જ નહીં, ભારત તેના સોનાના ભંડારમાં સતત વધારો કરી રહ્યું છે. વર્ષ 2001માં ભારતમાં 357.5 મેટ્રિક ટન હતું. હવે તેમાં 2 ગણો વધારો થયો છે.
સૌથી વધુ સોનું ધરાવતા દેશ
1. અમેરિકા: 8133.5 એમટી ગોલ્ડ રિઝર્વ
2. જર્મની: 3359.1 એમટી ગોલ્ડ રિઝર્વ
3. ઇટાલી: 2451.8 એમટી ગોલ્ડ રિઝર્વ
4. ફ્રાન્સ: 2436.4 એમટી ગોલ્ડ રિઝર્વ
5. રશિયા: 2298.5 એમટી ગોલ્ડ રિઝર્વ
6. ચાઇના 173 એમટી ગોલ્ડ રિઝર્વ
સ્વિટ્ઝર્લૅન્ડ: 1040 MT ગોલ્ડ રિઝર્વ
8. જાપાન: 846 MT ગોલ્ડ રિઝર્વ
9. ભારત: 806.7 MT ગોલ્ડ રિઝર્વ
ભારતમાં સૌથી વધુ સોનું કોની પાસે છે?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલ મુજબ વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર ભારતીય પરિવારો પાસે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ઈન્ડિયાના ડાયરેક્ટર સોમસુંદરમનું કહેવું છે કે 2020-21 માટે સંશોધન દર્શાવે છે કે ભારતીય પરિવારો પાસે 2-13,000 ટન સોનું છે. 2023 સુધીમાં આ સોનું વધીને 25 મિલિયન કિલોગ્રામ અથવા લગભગ 24-25,000 ટન થઈ ગયું છે. સોનાની આ રકમ ભારતના જીડીપીના 40 આસપાસ છે.
ઓક્સફર્ડ ગોલ્ડ ગ્રૂપ અનુસાર, વિશ્વના 11 ટકા સોનાની માલિકી ભારતીય પરિવારો પાસે છે. ભારતીય ઘરોમાં લગભગ 25000 ટન સોનું હોવાનું માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
