વરસાદ આવતા જ લાઈટ કેમ ગુલ થઈ જાય છે? જાણો શું છે કારણ?
આમ તો વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. જો કે વરસાદને કારણે લાઈટ ગુલ થતા લોકોને અંધારામાં રહેવુ પડે છે.
વરસાદ પડતાની સાથે જ લાઈટ ગુલ થઈ જવી ભારતમાં સામાન્ય ઘટના છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આની પાછળ ઘણા કારણો છે.

વરસાદ પડે છે ત્યારે લાઈટો બંધ થઈ જવી ખૂબ જ સામાન્ય બાબત છે અને વરસાદ પડે ત્યારે ઘણા લોકો એલર્ટ થઈ જાય છે કે હવે લાઈટો બંધ થઈ શકે છે.
ઘણા લોકો એવું વિચારે છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે વીજળી વિભાગ બિનજરૂરી રીતે લાઇટો કાપી નાખે છે અથવા લાઇટ લાઇન એટલી નબળી છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે લાઇટો બંધ થઈ જાય છે.
જણાવી દઈએ કે, તેની પાછળ એક ખાસ કારણ છે. આ જ કારણે વરસાદ પડે ત્યારે લાઈટો બંધ થઈ જાય છે. આનું એક સામાન્ય કારણ પાવર લાઇન પર ઓવરવોલ્ટેજ છે. આ વીજળી પ્રેરિત વોલ્ટેજને સીધું પાણી અથડાવાને કારણે હોઈ શકે છે.
જ્યારે વિદ્યુત વાયરો પર પાણીના છાંટા પડે છે ત્યારે વિદ્યુત બ્રેકર ટ્રીપ થઈ જાય છે, આમ વિદ્યુત શક્તિ બંધ થઈ જાય છે. ક્યારેક તેના કારણે બલ્બ ધીમા પણ થઈ જાય છે.












Click it and Unblock the Notifications
