સુહાગરાત પર પત્ની પતિને દૂધ કેમ પીવડાવે છે? મોટાભાગના લોકો આની પાછળનું કારણ નથી જાણતા
લગ્ન બાદ પતિ-પત્ની માટે પહેલી રાત ખાસ હોય છે. સુહાગરાત માટે કપલ ઉત્સાહિત હોય છે. ભારતમાં સુહાગરાતે કેટલીક પરંપરાઓનું પાલન પણ કરવામાં આવે છે.
તમે ઘણી વખત જોયુ હશે કે પહેલી રાતે પત્ની પતીને દૂધ પીવવાડે છે. આ પરંપરાનું પાલન બધા કરે છે પરંતુ બહુ ઓછા લોકોને આ પરંપરા પાછળના કારણની ખબર હોય છે.

હવે સવાલ એ થાય કે શા માટે પત્ની લગ્નની રાત્રે તેમના પતિને હળદરનું દૂધ આપે છે અને શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે?
મહિલાઓ લગ્નની રાત્રે પોતાના પતિને દૂધ કેમ ખવડાવે છે તેની પાછળ વિવિધ કારણો હોઈ શકે છે. કેટલીક મહિલાઓ તેને તંદુરસ્ત બાળકના જન્મ માટે જરૂરી માને છે. આ જન્મ પછી દૂધનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે.
એવું પણ માનવામાં આવે છે કે તે પુરુષોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. બીજી માન્યતા એ છે કે તે પતિ-પત્ની વચ્ચેની નિકટતા વધારે છે અને લગ્નની રાતને વધુ યાદગાર બનાવે છે. એક કારણ એ પણ છે કે, દૂધ પીવાથી પુરુષમાં શક્તિ આવે છે, જે સંબંધ દરમિયાન મદદરૂપ સાબિત થાય છે.
જો કે આ કોઈ અધિકારીક કારણ નથી. આ વિવિધ માન્યતાઓ છે. અહેવાલો અનુસાર, લગ્નની રાતને પતિ-પત્નીના લગ્ન જીવનની શરૂઆત માનવામાં આવે છે. જીવનની શરૂઆતમાં દૂધમાં ખાંડ, હળદર અને કેસર ભેળવીને મધુરતા ઉમેરવામાં આવે છે જેથી સંબંધ મજબૂત બને છે.
દૂધને પવિત્ર માનવામાં આવે છે. તેથી જ તેને પીવા માટે આપવામાં આવે છે. કેસરને કામોત્તેજક માનવામાં આવે છે, એટલે કે એક પદાર્થ જે જાતીય ઈચ્છા વધારવાનું કામ કરે છે. બીજી તરફ દૂધમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જે શરીરના વિકાસમાં અને પ્રોટીન સંતુલન જાળવવામાં મદદ કરે છે.
જ્યારે આ બે વસ્તુઓ એકસાથે ભળી જાય ત્યારે વ્યક્તિ હળવાશ અનુભવે છે અને લગ્નની પ્રથમ રાત આનંદદાયક રહે છે. પુરુષોને દરરોજ રાત્રે દૂધ પીવા અને સૂવાની સલાહ આપવામાં આવે છે. કેસર ડિપ્રેશન ઘટાડે છે અને માનસિક સ્વાસ્થ્ય સુધારે છે, જે લગ્નના શરૂઆતના દિવસોમાં જરૂરી છે. એટલે કે આ રિવાજ પાછળ વિજ્ઞાન પણ છે.












Click it and Unblock the Notifications
