ભારતમાં કેમ ઝડપથી ઘટી રહ્યો છે ફર્ટિલિટી રેટ? જાણો શું છે કારણો?
દુનિયામાં સૌથી સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં લોકો ઓછા બાળકો પેદા કરી રહ્યાં છે. આ દાવો સયુંક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો છે.
સયુંક્ત રાષ્ટ્ર અનુસાર, ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે અને 10 નવેમ્બર 2024 સુધીમાં દેશની વસ્તી 1,455,591,095 સુધી પહોંચી ગઈ છે.

સયુંક્ત રાષ્ટ્ર અનુસાર, એપ્રિલ 2023 ના અંતે ભારતની વસ્તી 1,425,775,850 હતી. જો કે, એક અભ્યાસ કહે છે કે ભારતની વસ્તી વૃદ્ધિ દર સતત ઘટી રહ્યો છે.
જણાવી દઈએ કે, 1950માં પ્રજનન દર 6.2 હતો તે હવે ઘટીને 2021માં ઘટીને 2 થઈ ગયો છે. જો પ્રજનન દર આ રીતે જ ચાલુ રહેશે તો 2050 સુધીમાં તે ઘટીને 1.3 થઈ શકે છે. આ મુજબ, વર્ષ 2054માં દેશની વસ્તી 1.69 અબજ થઈ શકે છે અને વર્ષ 2100માં ઘટીને માત્ર 1.5 અબજ થઈ જશે. હવે આ આંકડાએ આવનારી મુશ્કેલીના પણ સંકેત આપ્યા છે.
જાણકારો અનુસાર, વિશ્વમાં પ્રજનનક્ષમતામાં ઘણા પડકાર ઉભા થઈ રહ્યા છે. આમાં વાતાવરણમાં ફેરફાર અને ખોરાકની આદતોમાં ફેરફાર સામેલ છે.
નિષ્ણાતો અનુસાર, મોટાભાગના લોકો એવું વિચારતા હોય છે કે જો ઓછા બાળકોનો જન્મ થશે તો દેશની વસ્તી ઘટશે અને આ ફાયદો થશે, પરંતુ પ્રજનન દર ઓછો હોવાના કારણે ઘણા ગેરફાયદા પણ છે.
ઓછા બાળકોને કારણે દેશનું ભવિષ્ય જોખમાઈ શકે છે. એક રિસર્ચમાં મહિલાઓની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવાના કારણે દેશ અને સમાજ પર તેના પરિણામો જોવા મળ્યા છે.
આ મુજબ, પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવાને કારણે બાળકો કરતાં વધુ વૃદ્ધો વધુ જોવા મળશે. તેનાથી શ્રમબળમાં ઘટાડો થશે અને આ કોઈપણ દેશ માટે સારું નથી.
એક અભ્યાસ અનુસાર, પ્રજનન દરમાં ઘટાડો થવાને કારણે મહિલાઓની સરેરાશ ઉંમર વધશે. જેનો સીધો ફાયદો મહિલાઓને થશે અને આયુષ્ય વધશે. એક બાળકને જન્મ આપનારી મહિલાઓ વધુ બાળકોને જન્મ આપનારી મહિલાઓ કરતાં સરેરાશ 6 વર્ષ વધુ જીવે છે. તેનાથી દેશની વસ્તી પણ નિયંત્રિત થશે અને વધુ સારા સંસાધનો ઉપલબ્ધ થશે.












Click it and Unblock the Notifications
