તો આપ પણ કહેશો કે અમારે નથી જોઇતું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી!
કહેવાય છે કે ભારતમાં ભલે વ્યક્તિની કદર ના હોય પરંતુ તેની બનેલી પત્થરની મૂર્તિની કદર ઘણી થાય છે અને ઘણા રૂપિયા ખર્ચ કરીને ઠેર-ઠેર મૂર્તિઓ પણ લગાવી દેવામાં આવે છે. એવું જ કંઇક સરદાર પટેલની મૂર્તિની સાથે થઇ રહ્યું છે. ઇંડિયા સ્પેંડ ડોટ કોમના અહેવાલ અનુસાર કેટલાંક તથ્યો સામે આવ્યા છે, જેને વાંચ્યા બાદ આપ પણ કહેશો કે અમારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નહીં વીજળી માટે સોલર પ્લાંટ જોઇએ.
માત્ર મૂર્તિ પર ખર્ચાઇ જશે 2,979 કરોડ રૂપિયાદેશના મહાન નેતાઓમાંના એક અને પૂર્વ ઉપ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની મૂર્તિ હવે ગુજરાતમાં બનાવવામાં આવી રહી છે. 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી'ના તર્જ પર બની રહી છે 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી', જેને બનાવવામાં લગભગ 488 મિલિયન ડોલર એટલે કે 2,979 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. હા, આટલી રકમ માત્ર એક મૂર્તિ બનાવવામાં ખર્ચ થઇ જશે.
આટલી રકમથી બદલાઇ શકે છે દેશની સૂરત
શું આપ જાણો છો કે આ રકમથી વડાપ્રધાન જો ઇચ્છે તો પોતાનું એક સપનું સાકાર કરી શકે છે. એ સપનુ જેનો ઉલ્લેખ તેમણે જાતે કર્યો હતો અને જે દેશમાં સારા વૈજ્ઞાનિક અને સર્વશ્રેષ્ઠ રિસર્ચ એંડ ડેવલપમેંટ સાથે જોડાયેલ છે. એક નજર નાખીએ આ રકમથી ભારતમાં શું શું કરી શકાય એમ છે.
ભારતની પાસે 5 'મૉમ'
ભારત આટલી રકમથી એક નહી, બે નહીં પરંતુ આખા પાંચ માર્સ ઓર્બિટર મિશન એટલે કે મૉમને તૈયાર કરી શકે છે. એક મિશન પર લભભગ 450 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
દેશમાં વીજળીની ખૂબ જ ઊણપ છે અને ખુદ પીએમ મોદીએ પણ તેનો ઉલ્લેખ એક મજબૂત વિકપ્લ માટે કર્યો છે. જો સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની વાત કરીએ તો ભારતમાં આટલી રકમથી 425 સોલર પ્લાંટ્સ તૈયાર કરી શકાય છે. દરેક સોલર પ્લાંટ્સ પર 7.7 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાની સંભાવના છે. અમેરિકાથી મળી શકશે હારપૂન મિસાઇલ
અમેરિકાની હારપૂન મિસાઇલોને દુનિયામાં સૌથી એડવાંસ મિસાઇલ માનવામાં આવે છે. ભારતને આ રકમથી હારપૂન મિસાઇલ હાસલ થઇ શકશે. જે ભારતના ડિફેંસ સેક્ટરને ઘણા પગલાઓ આગળ લઇ જઇ શકે છે. એક હારપૂન મિસાઇલની કિંમત લગભગ 400 મિલિયન ડોલર છે એટલે 2,440 કરોડ રૂપિયા છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી કે મેટ્રો કોચ
દિલ્હી મેટ્રો જેના એક કોચની કિંમત લગભગ 1.1 મિલિયન ડોલર છે, આ રકમથી તેના માટે લગભગ 425 મેટ્રો કોચ આવી શકે છે. વધુ ત્રણ આઇઆઇટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે દેશમાં વધારેમાં વધારે યુવાનો વધારે પ્રતિભાવાન વૈજ્ઞાનિક તૈયાર થઇ શકે. જે રકમ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર ખર્ચ કરવામાં આવી રહી છે, તેનો પ્રયોગ જો એ ઉદ્દેશ્યથી કરવામાં આવે તો દેશમાં ત્રણ આઇઆઇટી તૈયાર કરવામાં આવી શકે છે. એક આઇઆઇટીને તૈયાર કરવામાં લગભગ 760 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે.