For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાઓ કરતાં લાંબુ હોય છે પુરૂષોનું નાક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: સમાજમાં નાક ઉંચુ હોવાની કહેવત તો જરૂર સાંભળી હશે, અને એ પણ માનતા હશો કે મોટાભાગે પુરૂષોનું નાક જ ખતરો હોય છે. પરંતુ વિજ્ઞાને પણ આ તથ્યને સ્વિકારી લીધું છે કે પુરૂષોનું નાક મહિલાઓના નાક કરતાં મોટું હોય છે.

અમેરિકાની આયોવા યુનિવર્સિંટીના શોધકર્તાએ માનવ નાક પર પોતાના તાજા રિસર્ચમાં ખુલાસો થયો છે. પરંતુ સચ્ચાઇ એ પણ છે કે શોધકર્તાઓએ આ સંબંધ માન-સન્માનથી જોડીને એકદમ બતાવ્યો નથી.

આ શોધમાં જાણવા મળ્યું છે કે મહિલાઓનું નાક પુરૂષોના નાક કરતાં સરેરાશ 10 ટકા નાનું હોય છે. જો કે આ શોધ વિશેષ રીતે યૂરોપીય નાગરીકો માટે કરવામાં આવી છે, અને તેના પરિણામ યૂરોપીય નાગરિકોને લાગૂ પડે છે.

men-nose

શોધકર્તાઓના અનુસાર પુરૂષોના શરીરમાં પતળી માંસપેશીઓ વધુ હોય છે, જેના કારણે માંસપેશીઓના ઉત્તકોના વિકાસ માટે વધુ ઓક્સિજનની જરૂરિયાત પડે છે. એટલા માટે પુરૂષોનું નાક મોટું હોય છે, કારણ કે મોટા નાકનો અર્થ છે કે શ્વસનના માધ્યમથી વધુને વધુ ઓક્સિજનનું લોહીના માધ્યમથી માંસપેશીઓ સુધી પહોંચવું.

શોધમાં એ તથ્ય પણ સામે આવ્યું છે કે પુરૂષ અને મહિલાઓના નાકમાં આ અંતર 11 વર્ષની ઉંમરમાં સ્પષ્ટ થવાનું શરૂ થઇ જાય છે. આ અવસ્થા તરૂણાવસ્થામાં પ્રવેશ કરવાની હોય છે. શારીરિક રીતે સ્વસ્થ પુરૂષોમાં આ દરમિયાન પાતળી માંસપેશીઓનો વિકાસ ઝડપથી થાય છે, જ્યારે મહિલાઓમાં મોટી માંસપેશીઓનો વિકાસ થાય છે.

આ પહેલાં થયેલા રિસર્ચ બતાવે છે કે પુરૂષ પોતાના શરીરનું 95 ટકા વજન તરણાઇ દરમિયાન પ્રાપ્ત કરે છે, જ્યારે મહિલાઓ આ દરમિયાન વજનનો 85 ટકા ભાગ વિકસિત કરે છે.

વિજ્ઞાન શોધોની મેગેઝીન 'અમેરિકી જર્નલ ઓફ ફિજીકલ એંથ્રોપોલોજી'માં પ્રકાશિત શોધના મુખ્ય લેખક તથા યૂઆઇ ડેન્ટલ કોલેજમાં સહાયક પ્રવક્તા નૈથન હોલ્ટનના અનુસાર 'શરીર અને નાકના આકાર વચ્ચે સંબંધ પર સાહિત્યમાં પહલાં જ ચર્ચા થઇ છે. પરંતુ આ પોતનામાં પહેલી શોધ છે, જેમાં મહિલાઓ તથા પુરૂષોમાં તેમના શરીરના આકાર સાથે તેમની નાકના આકાર વચ્ચે સંબંધની તપાસ કરવામાં આવી હોય.'

આ શોધ માટે હોલ્ટન અને તેમની ટીમે આયોવા યુનિવર્સિટીના ફેસિયલ ગ્રોથ સ્ટડીમાં અભ્યાસ દરમિયાન યૂરોપીય મૂળના ત્રણથી 20 વર્ષની ઉંમરના 38 વિદ્યાર્થીઓને પોતાના રિસર્ચમાં સામેલ કર્યા હતા. રિસર્ચમાં સામેલ કરવામાં આવેલા દરેક વ્યક્તિના આંતરિક અને બાહ્ય અંગોનું સતત માપન કરવામાં આવ્યું હતું.

શોધકર્તાને જાણવા મળ્યું કે 11 વર્ષની અવસ્થા પહેલાં છોકરા અને છોકરીઓના નાકનો આકાર એક હતો. પરંતુ તરૂણાઇની સાથે-સાથે તેમના નાકના આકારમાં અંતર આવતું ગયું.

હાલ્ટને પોતાની શોધમાં કહ્યું કે 'અહીં સુધી જો પુરૂષ અને મહિલાના શરીરનો આકાર એક જ હોય, તેમ છતાં પુરૂષનું નાક મહિલાનું નાક મોટું હોય છે.' તેમને એ પણ કહ્યું છે કે આ શોધના પરિણામ યૂરોપીય નાગરિકોની સાથે જ બીજા સમુદાયો પર પણ લાગૂ થઇ શકે છે, પરંતુ અત્યારે એ કહેવું થોડું ઉતાવળ હશે જ્યાં સુધી શોધના માધ્યમથી આ પ્રકારના તથ્ય પ્રાપ્ત ન કરી લેવામાં આવે.

English summary
A new study from researchers at the University of Iowa confirms that this is true - stating than on average, men's noses are 10% larger than women's noses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X