નવી દિલ્હી સીટ પર 1960 બાદ પ્રથમ વાર જીતી કોઇ મહિલા

નવી દિલ્હી, 18 મે: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની નવી દિલ્હી લોકસભા સીટ પર 54 વર્ષોના લાંબા અંતરાળ બાદ કોઇ મહિલા ઉમેદવારે જીત પ્રાપ્ત કરી છે. 16મી લોકસભા માટે થયેલી ચૂંટણીમાં આ વખતે આ સીટ પર ભાજપની યુવા નેતા મીનાક્ષી લેખીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકનને માત આપી.

સ્વતંત્રતા સેનાની અને ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી સુચેતા કૃપલાણી બાદ મીનાક્ષી લેખી બીજી મહિલા છે જેમણે આ સીટ પર ચૂંટણી જીતી છે. પૂર્વ વડાપ્રધનમંત્રી અટલ બિહારી વાજપાઇ, વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, જગમોહન તથા મીનાક્ષી લેખીએ આમ આદમી પાર્ટીના આશુતોષ ખેતાનને હરાવીને 4,53,350 મતોથી આ સીટ પર કબજો મેળવ્યો છે.

meenakshi-lekhi

15મી લોકસભામાં આ વિસ્તારથી સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અજય માકન 1,82,893 મતો સાથે ત્રીજા સ્થાન પર છે. નવી દિલ્હી સીટ પર 1952માં થયેલા આઝાદ હિન્દુસ્તાનના પ્રથમ સામાન્ય ચૂંટણીમાં સુચેતા કૃપલાણીએ કિસાન મજદૂર પ્રજા પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડીને જીતી પ્રાપ્ત કરી હતી. તે આ વિસ્તારની પ્રથમ મહિલા સભ્ય હતી. સુચેતા કૃપલાણીએ 1957ની સામાન્ય ચૂંટણીમાં પણ અહીંથી જીત પ્રાપ્ત કરી પરંતુ તે વખતે તેમણે કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડી હતી. તેમછતાં જનસંઘના કદાવર નેતા બલરાજ મધોકે આ સીટ પર જીત પ્રાપ્ત કરી લીધી.

1977માં પૂર્વ વડાપ્રધાન મંત્રી અટલ બિહારી વાજપાઇએ આ સીટ પરથી જનતા પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડી અને સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ કર્યું. 1980થી 1984ની વચ્ચે તેમણે એક વખત સીટ પરથી ચૂંટણી જીતી પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X