• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ છે દુનિયાની 10 સૌથી શાનદાર ઓફિસ

|

આપણામાંથી ઘણા લોકો એવા છે જે ઓફિસ જવાથી અકળાય છે, કોઇને કામ પસંદ નથી તો કોઇને ઓફિસનો માહોલ નથી પસંદ. પરંતુ દુનિયામાં ઘણી એવી ઓફિસ છે જે પોતાના સારા વાતાવરણ અને સુંદર ડિઝાઇનને કારણે દુનિયાભરમાં ફેમસ છે.

મિત્રો આપણે એવી અપેક્ષા હંમેશા રાખતા હોઇએ છીએ કે આપણી ઓફિસ એવી હોય જ્યા આપણને કામ કરવાની મજા આવે, આનંદ આવે, અને ક્યારેય પણ કામનું ભારણ અનુભવાય નહીં. ઓફિસના વાતાવરણ અને તેની ડિઝાઇન પર એ નિર્ભર કરે છે કે કર્મચારી તેમાં કેવું કામ આપી શકે છે. અહીં અમે આપને જેવી ઓફીસ બતાવવાના છીએ તેવી ઓફીસ જો તમને પણ મળી જાય તો તમે ઘર કરતા વધારે ઓફિસમાં જ રહેવાનું પસંદ કરશો.

આજે અમે આપને કેટલીંક એવી જ કૂલ ઓફિસ અંગે બતાવીશું જેમાં કામ કરવાનું દરેકનું સપનું હોય છે. તેમાંથી મોટાભાગની ઓફિસ યુકેમાં બનેલી છે. જોજો સ્વર્ગ જેવી સુંદર ઓફિસ મળી જાય તો કામ કરવાની કેવી મજા આવે...!

Shoreditch, London

Shoreditch, London

ગેમિંગ કંપની માઇન્ડ કેન્ડીના આ ઓફિસમાં દરેક વસ્તુને એક રમકડાની જેમ બનાવવામાં આવ્યું છે. અહીંનો સ્ટાફ ગમે ત્યારે ગમેત્યાં રમી શકે છે. આ બેસ્ટ ગેમિંગ ઓફિસ છે.

Manchester

Manchester

આ એક સર્વર હોસ્ટિંગ કંપની છે જેમાં સ્ટોકને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે, જેના કારણે દરેક વ્યક્તિ એક ટીમ વર્ક તરીકે કામ કરે છે.

Kensal Rise, London

Kensal Rise, London

તેને ફ્રૂટી ટાવરના નામથી પણ ઓળખવામાં આવે છે, આ ઓફિસની અંદર નકલી ઘાસ ઉપરાંત પિકનીંક બેંચ અને ટિલિફોન ફૂથ બનેલું છે.

Soho, London

Soho, London

રેડ બુલ લંડન હેડક્વાર્ટરની ડિઝાઇન જંપ સ્ટૂડિયોએ કરી છે જેમાં મોર્ડન ડિઝાઇન ઉપરાંત ફનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

Oxford Street, London

Oxford Street, London

નાઇકની આ લંડન ઓફિસ દુનિયાની સૌથી સુંદર ઓફિસમાની એક છે. અહીં આપ દરેક દીવારની અંદર એક ટીવી અને સ્પોર્ટ્સના સાધનો જોવા મળશે.

Edinburgh

Edinburgh

વર્જીન મનીનું આ એડિનબર્ગ હેડક્વાર્ટર ગ્રેટ બ્રિટેનના શાનદાર ઓફિસોમાંની એક છે, જે પોતાની આર્કિટેક ડિઝાઇન માટે ઓળખાય છે.

London

London

લંડનની The Engine Group કમ્યૂનિકેશન કંપની ઓફિસ અન્ય ઓફિસોની સરખામણીમાં અલગ છે, તેના રૂમ કાર્કથી બનેલા છે સાથે સાથે તેમાં બેસવા માટે દરેક જગ્યાએ સર્ક્યૂલર મીટિંગ પૉડ બનાવવામાં આવી છે.

London

London

બેંકિંગ ગ્રુપની આ ઓફિસ 217,500 સ્ક્વોચર ફૂટ એરિયામાં ફેલાયેલ છે જેમાં કૂલ 6 ફ્લોર છે. આખી ઓફિસમાં બ્રાઇટ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Shoreditch, London

Shoreditch, London

મધર યુકેની શ્રેષ્ઠ એડવર્ટાઇજિંગ કંપની છે જેની ઓફિસ શહેરની સૌથી જાનદાર ઓફિસોમાં ગણવામાં આવે છે. આખી કંપનીના કર્મચારીઓ એક બીજાની સામસામે બેસીને કામ કરે છે જેના કારણે સારી રીતે ટીમવર્ક થઇ શકે છે.

Bedfordshire

Bedfordshire

બેડફોર્ડશાયરમાં બનેલ નિકોલસ ટાઇ આર્કિટેક્સની આ ઓફિસ પોતાની આસપાસના સુંદર વાતાવરણને માટે જાણીતું છે. અહીં ખૂબ જ શાંત વાતાવરણ રહે છે જે આ ઓફિસની વધુ એક ખાસિયત છે.

English summary
Top 10 coolest UK offices which is popular in whole world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more