For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાઇટ શિફ્ટમાં કામ કરનારાઓ સાવધાન, ચોંકાવનારૂં સંશોધન

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 6 જાન્યુઆરી: સતત નાઇટ શિફ્ટમાં બદલી-બદલીને કામ કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ શકે છે, અને તેના કારણે ફેફસાનું કેન્સર અને હૃદય રોગ સાથે જોડાયેલી સમસ્યાઓ થઇ શકે છે, જે આપના મૃત્યુંનું કારણ પણ બની શકે છે. એક તાજા સંશોધનમાં આ વાત સામે આવી છે કે પાંચ અથવા તેનાથી વધારે વર્ષો સુધી બદલી-બદલીને સતત રાતપાલીમાં કામ કરનારી મહિલાઓમાં હૃદય રોગ સાથે જોડાયેલી સમસ્યાઓના કારણે મૃત્યુદરમાં વધારો થયો છે, જ્યારે 15 વર્ષથી વધારે સમય સુધી કામ કરનારી મહિલાઓમાં ફેફસાના કેન્સરથી મૃત્યુ થવાના દરમાં વધારો નોંધાયો છે.

nurse
સંશોધનમાં મહીનામાં ઓછામાં ઓછી ત્રણ પાલીઓ રાત્રે કરનારાઓને સામેલ કરવામાં આવ્યા છે. હાર્રવર્ડ મેડિકલ શાળાની સહાયક પ્રાધ્યાપિકા ઇવા શેર્નહેમરે જણાવ્યું કે આ શોધના પરિણામ રાત્રિ પાલીમાં કામ કરવા અને સ્વાસ્થ્ય અથવા લાંબા આયુષ્યની વચ્ચે સંભવીત હાનિકારક સંબંધોને પૂર્વ પુરાવાઓને સંબંધિત કરે છે. ઊંઘ અને અમારી દૈનિક જૈવિક ક્રિયાઓ હૃદય સર્કેડિયન સિસ્ટમ દિલના સ્વાસ્થ્ય અને કેન્સરના ટ્યૂમરને વધવાથી રોકવામાં ખૂબ જ મહત્વની હોય છે.

ઇવાએ જણાવ્યું કે દુનિયાભરમાં રાત્રિ પાલીમાં કામ કરનાર કર્મચારીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ અધ્યયન માટે શોધકર્તાઓએ અમેરિકામાં નર્સોના સ્વાસ્થ્ય સંબંધી આંકડાઓ રાખનારી સંસ્થા નર્સેઝ હેલ્થ નોંધાયેલા 22 વર્ષના આંકડાઓનું વિશ્લેષણ કર્યું. આ અમેરિકન સંસ્થાથી લગભગ 75,000 નર્સો રજીસ્ટર્ડ છે.

વિશ્લેષણમાં સામે આવ્યું છે કે છથી 15 વર્ષો સુધી અલગ-અલગ રાત્રિ પાલીમાં કામ કરનારી નર્સોના મૃત્યુ દર 11 ટકા વધારે રહ્યો. જેમાં દિલની બિમારીથી થનારા મૃત્યુનો દર 19 ટકા વધારે નોંધાયો. 15 અથવા તેનાથી પણ વધારે વર્ષોથી રાત્રિ પાળીમાં કામ કરનારી મહિલાઓમાં ફેફસાના કેન્સરથી મૃત્યું થવાનો ખતરો 25 ટકા વધારે નોંધાયો. આ અધ્યયન 'અમેરિકન જર્નલ ઓફ પ્રીવેંટિવ મેડિસિન'ની તાજા અંકમાં પ્રકાશિત થયું.

English summary
Those who worked rotating night shifts for five or more years were at increased risk of death from diseases of the heart or blood vessels.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X