For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Breastfeeding Week: એક્સટેન્ડેડ બ્રેસ્ટફીડિંગ યોગ્ય કે અયોગ્ય, બાળકને દૂધ પીવડાવવાનુ ક્યારે બંધ કરવુ

અહીં અમે તમને બાળક અને તેની માતા માટે વિસ્તૃત સ્તનપાનના ફાયદા તેમજ સ્તનપાન બંધ કરવાના યોગ્ય તબક્કા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ માતાનુ દૂધ બાળકો માટે અમૃત સમાન છે. જેના દ્વારા બાળકને જરૂરી તમામ પોષણ મળી શકે છે. દરેક માતાએ સ્તનપાનનુ મહત્વ સમજવુ જરૂરી છે. સામાન્ય રીતે માતાઓ તેમના બાળકોને ઓછામાં ઓછા એક વર્ષ સુધી સ્તનપાન કરાવે છે. પરંતુ જ્યારે આ ક્રમ એક વર્ષ પછી પણ ચાલુ રહે છે ત્યારે તેને એક્સટેન્ડેટ એટલે કે વિસ્તૃત સ્તનપાન કહેવામાં આવે છે. આમાં 2થી 4 વર્ષની વયના સ્તનપાન કરાવતા બાળકોનો સમાવેશ થાય છે. આમ જોવા જઈએ તો જો સ્ત્રીનુ શરીર તેના બાળક માટે જરૂરી દૂધ ઉત્પન્ન કરી શકે તો બાળકને લાંબા સમય સુધી સ્તનપાન કરાવવામાં કોઈ નુકસાન નથી. જો કે, આ વિશે ઘણી માન્યતાઓ છે જેના કારણે મહિલાઓ લાંબા સમય સુધી તેમના બાળકોને સ્તનપાન કરાવવાથી દૂર રહે છે. અહીં અમે તમને બાળક અને તેની માતા માટે વિસ્તૃત સ્તનપાનના ફાયદા તેમજ સ્તનપાન બંધ કરવાના યોગ્ય તબક્કા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

એક્સટેન્ડેડ બ્રેસ્ટફીડિંગના ફાયદા

એક્સટેન્ડેડ બ્રેસ્ટફીડિંગના ફાયદા

માતાના દૂધ દ્વારા બાળકને ઘણા પોષક તત્વો મળે છે. જે બાળકોના શરીરને રોગો સામે લડવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. માતાનુ દૂધ બાળકની વધતી જતી જરૂરિયાતો માટે યોગ્ય માત્રામાં પોષક તત્વો પ્રદાન કરે છે. તે રોગોનુ જોખમ પણ ઘટાડે છે જે બાળકોને મોટા થયા પછી થવાની સંભાવના રહેતી હોય છે. આ સિવાય માતાનુ દૂધ પીવાથી બાળક હાઇડ્રેટ રહે છે અને તેનુ પેટ પણ ભરેલુ રહે છે, જેનાથી ડિહાઇડ્રેશનનો ખતરો પણ ઓછો થાય છે. સૌથી મોટી વાત એ છે કે જો બાળક બીમાર હોય અથવા તે ખાવાની વસ્તુઓમાં રસ ન લેતો હોય તો તેને સ્તનપાન દ્વારા જરૂરી પોષણ મળશે. સ્તનપાનનો ફાયદો એ પણ છે કે તે માતા સાથે બાળકનો ઊંડો ભાવનાત્મક બંધન બનાવે છે.

મા માટે એક્સટેન્ડેડ બ્રેસ્ટફીડિંગના ફાયદા

મા માટે એક્સટેન્ડેડ બ્રેસ્ટફીડિંગના ફાયદા

સ્તનપાનથી બાળકની રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે પરંતુ માતાને પણ સ્તનપાનથી ઘણા ફાયદા થાય છે. તેનાથી માતા અને બાળક વચ્ચેનો પ્રેમ વધે છે. આ ઉપરાંત વિસ્તૃત સ્તનપાન ગર્ભાવસ્થા દરમિયાન વધેલા વજનને ઘટાડવામાં મદદ કરે છે. તે સ્તન કેન્સર અને અંડાશયના કેન્સર તેમજ કાર્ડિયોવેસ્ક્યુલર જેવા ગંભીર રોગોનુ જોખમ પણ ઘટાડે છે. જો જોવામાં આવે તો પીરિયડ્સમાં મોડુ થવુ એ સ્તનપાનની સામાન્ય આડઅસરોમાંની એક છે. તેથી લાંબા સમય સુધી સ્તનપાન ચાલુ રાખવાથી માતાઓને પીરિયડ્સને કારણે થતી પીડા અને બ્લોટીંગથી રાહત મળે છે.

એક્સટેન્ડેડ બ્રેસ્ટફીડિંગને સફળ બનાવવાની રીત

એક્સટેન્ડેડ બ્રેસ્ટફીડિંગને સફળ બનાવવાની રીત

  • દરેક સ્તનપાન કરાવતી માતા માટે સૌથી મહત્વની બાબત એ છે કે સારી નર્સિંગ બ્રાની પસંદગી કરવી. તેથી તમારી સાઈઝ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને યોગ્ય બ્રા પસંદ કરો.
  • જો બાળક તમને ખવડાવતી વખતે કરડવા લાગે તો દૂધ છોડાવવાને બદલે બીજી કોઈ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો અને થોડીવાર રોકાઈને ફરીથી ખવડાવવાનુ શરૂ કરો.
  • સામાન્ય રીતે જ્યારે માતા સતત ખવડાવતી રહે છે ત્યારે તેના શરીરમાં ક્યારેય દૂધની કમી થતી નથી. તેથી તમારા બાળક સાથે સૌમ્ય બની રહો અને ધીરજ રાખો.
બાળકને દૂધ પીવડાવવાનુ ક્યારે બંધ કરવુ જોઈએ

બાળકને દૂધ પીવડાવવાનુ ક્યારે બંધ કરવુ જોઈએ

જો બાળક દૂધ પીતી વખતે તમને સતત કરડે તો તે સંકેત છે કે હવે સ્તનપાન બંધ કરવુ યોગ્ય છે. જેથી માતાને સ્તન જેવા શરીરના સંવેદનશીલ ભાગમાં દુખાવો ન થાય. વળી, જો તમે લાંબા સમય સુધી કામના સંબંધમાં ઘરની બહાર રહેતા હોય તો આવી સ્થિતિમાં ફીડિંગ કરાવવાનુ બંધ કરવુ ફાયદાકારક છે. આ સિવાય જો તમને દૂધ ન આવતુ હોય અને આવી સ્થિતિમાં તમને દૂધ પીવડાવતી વખતે સ્તનમાં દુખાવો થવા લાગે તો આ પ્રક્રિયાને રોકવી જ સમજદારી છે.

English summary
World Breastfeeding Week: Know about extended breastfeeding, when You should stop Breastfeeding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X