For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ લાખ વૃક્ષોવાળા 'મહાન' જંગલમાં હવે ફક્ત 'પ્રદુષણ અને ઝેરી ગેસ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જૂન: દેશ અને દુનિયામાં 5 જૂનના રોજ એકદમ ધૂમધામ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની ઔપચારિકતા ચાલી રહી હોય છે પરંતુ હકિકત એ છે કે ઠીક તે સમયે જ્યારે દિવસ મનાવવામાં આવી રહ્યો હોય તો જંગલના 'પશુઓ અને પક્ષી' પોતાની મોતની દુવા માંગી રહ્યાં હોય છે. જંગલ બચાવવાથી મોટી રકમ તો દિવસને ધૂમધામથી મનાવવામાં ખર્ચ કરવામાં આવે છે, આ ભારત છે અને આ વિશ્વ પર્યાવરણ દિવસની હકિકત પણ.

આજે પર્યાવરણ દિવસ છે. સરકારી અને બિન સરકારી સંસ્થાઓની જેમ ઘણા આયોજન કરવામાં આવી રહ્યાં છે પરંતુ આ આયોજન ફક્ત ઔપચારિકતા બનીને રહી ગયા છે. સિંગરૌલી અને વિંધ્ય ક્ષેત્ર જે સમયમાં ઘોર જંગલો અને જાનવરો માટે પ્રસિદ્ધ હતું, આજે મોટાભાગે કોલસાની ખાણો, પર્યાવરણ પ્રદૂષણ માટે દેશભરમાં જાણીતું છે. દર વખતે નવા-નવા પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવતા ગયા અને અહીંના જંગલ અને જમીન ખતમ થતા ગયા. પરિણામ સ્વરૂપે આ વિસ્તારના સ્થાનિક લોકો પ્રદૂષણથી પેદા થનાર ઘણા પ્રકારની રહસ્યમયી બિમારીઓની ચપેટમાં છે.

મહાનના જંગલોને એશિયાના સૌથી મોટા તથા વર્ષો જુના જંગલોમાં શુમાર કરવામાં આવે છે. અંદાજે તેનો હરિયાળી ભાગ 70 ટકા છે. મહાન વન વિસ્તારમાં આદિવાસીઓની સંખ્યા વધુ છે. રિપોર્ટોના અનુસાર વાધ તથા એશિયાઇ હાથી પણ ક્યારેક ક્યારેક પસાર થાય છે. આ ઉપરાંત દિપડા, રીંછ, લક્કડખોદ, જંગલી કુતરા, કાળિયાર, સાબર, નીલગાય તથા સાબર જેવા લુપ્તપ્રાય જીવ પણ આ જંગલોમાં નિવાસ કરે છે. ગિધો ઉપરાંત જંગલમાં સાલ, સાજા, મહુઆ, ચિંતા સહિત 164 પાઇપ પ્રજાતિઓ હાજર છે. આ જંગલમાં લગભગ પાંચ લાખ વૃક્ષો છે.

કેન્દ્રિય મંત્રી અને પર્યાવરણ સાથે જોડાયેલ લોકો પણ મહાન જંગલને પર્યાવરણ માટે જરૂરી અને એકદમ મહત્વપૂર્ણ ગણાવ્યા છે. પૂર્વ કેન્દ્રિય પર્યાવરણ તથા વન મંત્રી જયરામ રમેશે મહાન વિશે આઠ જુલાઇ 2011ના રોજ લખેલા પોતાના અધિકારીક નોટમાં કહ્યું હતું, આ કોલસા ખાણમાં ખોદકામની પરવાનગી આપવાથી અન્ય ખંડોમાં પણ ખોદકામની પરવાનગી આપવાના રસ્તા ખુલી જશે. ખાસ કરીને તે ખાણમાં જેમને વર્ષ 2006 અથવા 2007માં ફાળવવામાં આવી હતી. આ માત્રા અને ગુણવત્તાની રીતે ખૂબ જ મહત્વપૂર્ણ સમુદ્ધ વનાચ્છિત વિસ્તારને વેરવિખેર કરી નાખશે.

પર્યાવરણ તથા વન મંત્રાલયની સલાહકાર સમિતિએ વન ભૂમિને વન (સંરાક્ષણ) અધિનિયમ 1980 હેઠળ બિન વન પ્રયોગ માટે વર્ષ 2008-09 દરમિયાન ચાર વખત સમીક્ષા કરી હતી અને વર્ષ 2011માં મધ્યમાં વિસ્તારની મુલાકાત બાદ પરિયોજનાને મંજૂરી આપવા વિરૂદ્ધ મત આપ્યો હતો.

પર્યાવરણ અને વન મંત્રાલય તથા કોલસા મંત્રાલયની સંસ્થા કેન્દ્રિય ખાણ આયોજન તથા વિકાસ સંસ્થા લિમિટેડે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2010માં સંયુક્ત રીતે એક એક કવાયદ કરી હતી જેમાં મહાન કોલસા ખાણને પ્રવેશ નિષિદ્ધ નો-ગો જોનના રૂપમાં ચિન્હિત કરવામાં આવી હતી. જો કે પછી મંત્રાલયને જુલાઇ 2011માં મંત્રી સમૂહથી આ પ્રકરણ પર નિર્ણય લેવાનું કહ્યું હતું. મંત્રી સમૂહે મે 2012માં આ પ્રોજેક્ટ પર વિચાર કરવાની ભલામણ કરી હતી.

દુનિયાના જુના જંગલોમાં એક 'મહાન' જંગલ

દુનિયાના જુના જંગલોમાં એક 'મહાન' જંગલ

મહાન જંગલોને એશિયાના સૌથી મોટા જંગલો તથા વર્ષો જુના જંગલોમાં સામેલ કરવામાં આવે છે.

ગ્રામીણોનો સંઘર્ષ ચાલુ છે

ગ્રામીણોનો સંઘર્ષ ચાલુ છે

મહાન જંગલને બચાવવા માટે મહાન જંગલ વિસ્તારને ગ્રામીણોએ મહાન સંઘર્ષ સમિતિનું નિર્માણ કર્યું છે. આ સંગઠન વર્ષોથી મહાન જંગલ પર વનાધિકારી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

હિંડાલ્કો અને એસ્સારને 'મહાન' પર કબજો

હિંડાલ્કો અને એસ્સારને 'મહાન' પર કબજો

દુનિયાના સૌથી જુના જંગલોમાંથી એક 'મહાન' જંગલને બરબાદ કરવા માટે હંડાલ્કો અને એસ્સાર પોતાના પ્લાન્ટ અહીં લગાવવા લાગ્યા છે.

'મહાન'ની સુંદરતા

'મહાન'ની સુંદરતા

પર્યાવરણ તથા વન મંત્રાલયની સલાહકાર સમિતિએ વન ભૂમિને વન (સંરક્ષણ) અધિનિયમ 1980 હેઠળ ગેર વન પ્રયોગ માટે વર્ષ 2008-09 દરમિયાન ચાર વખત સમીક્ષા કરી હતી અને વર્ષ 2011માં મધ્યમાં વિસ્તારની મુલાકાત કર્યા બાદ પ્રોજેક્ટને મંજૂરી આપવા વિરૂદ્ધ મત આપ્યો હતો.

'મહાન' જંગલમાં લાગ્યો છે પાવર પ્લાન્ટ

'મહાન' જંગલમાં લાગ્યો છે પાવર પ્લાન્ટ

પર્યાવરણ અને વન મંત્રાલય તથા કોલસા મંત્રાલયની સંસ્થા કેન્દ્રિય ખાણ આયોજના તથા વિકાસ સંસ્થા લિમિટેડે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2010માં સંયુક્ત રૂપે એક એક કવાયદ કરી હતી જેમાં મહાન કોલસા ખાણને પ્રવેશ નિષિદ્ધ નો-ગો જોનના રૂપમાં ચિન્હિત કરવામાં આવી હતી.

English summary
One of the oldest sal forests of Asia - Mahan, Madhya Pradesh are facing the threat of an absolute wipe out. Giant corporations Essar and Hindalco are after the coal reserves below these forests.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X