For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વની 10 મોસ્ટ ઉગ્લિએસ્ટ કાર્સ : જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

ડિઝાઇન દરેક ક્ષેત્રમાં ઘણું જ મહત્વ ધરાવે છે. ઓફીસ હોય કે ઘરની સજાવટ હોય આપણે તેની ડિઝાઇનમાં ઘણું જ ધ્યાન આપીએ છીએ. આવી જ રીતે ગેજેટ અને ઓટો બજારમાં પણ જોવા મળે છે. માર્કેટમાં એવા અનેક ગેજેટ હોય છે કે જે પોતાની વિશિષ્ટ ડિઝાઇન માટે જાણીતા હોય છે. આવું જ કંઇક ઓટોમોબાઇલ બજારમાં પણ હોય છે.

ઓટોમોબાઇલ બજારની વાત થઇ રહી છે, ત્યારે અમે અહીં એવી જ કેટલીક કાર અંગે જણાવી રહ્યાં છીએ કે જે પોતાની વિશિષ્ઠ પ્રકારની ડિઝાઇન માટે જાણીતી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કઇ કઇ કાર છે.

ટોયોટા પ્રિયસ વી

ટોયોટા પ્રિયસ વી

આ કાર ટોયોટા મોટર્સ દ્વારા બહાર પાડવામા આવેલી ફુલ હાઇબ્રિડ પેટ્રોલ ઇલેક્ટ્રિક એમપીવી કાર છે. આ કારમાં વીનો અર્થ વેર્સાટિલિટી થાય છે.

સ્માર્ટ ફોર ટૂ

સ્માર્ટ ફોર ટૂ

આ ટૂ સીટર કારને સ્માર્ટ જીએમબીએચ દ્વારા સિટીના કાર યુઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ કારના એન્જીનને સૌ પ્રથમ વાર 1998ના પેરિસ મોટર શોમાં રજુ કરવામાં આવ્યું હતું.

મેક્લેરન પી1 કોન્સેપ્ટ

મેક્લેરન પી1 કોન્સેપ્ટ

આ કાર કોન્સેપ્ટને 2012ના પેરિસ મોટર શોમાં દર્શાવવામાં આવ્યો હતો. આ કારનું પ્રોડક્શન 2013માં શરૂ કરવામાં આવ્યું હતું, અને કંપની દ્વારા આ કારના માત્ર 500 મોડલ જ બનાવવામાં આવ્યા છે.

સ્કિઓન ટીસી

સ્કિઓન ટીસી

આ કંપની ટોયોટા અને ટીસીની સંયુક્ત છે. આ કારનો લુક ઘણો જ અનોખો અને અજીબોગરીબ છે. આ કારનું વેચાણ જાપાનમાં કરવામાં આવતું નથી.

ડોજ એવેન્જર

ડોજ એવેન્જર

આ કારનું નિર્માણ ચાર્લેયર ગ્રુપ દ્વારા ફિઆટની ભાગીદારીમાં કરવામાં આવ્યું છે. આ કાર 60 જેટલા દેશોમાં મળી આવે છે.

ક્રાયસ્લેર 200 કન્વર્ટેબલ

ક્રાયસ્લેર 200 કન્વર્ટેબલ

આ પણ એક અનોખી અને અજીબ પ્રકારની કાર છે. આ કારમાં બે ડિફરન્ટ વારિએબલ્સ છે, એક રિટ્રેકેબલ સ્ટીલ હાર્ડટોપ અને બીજો ક્લસિક સોફ્ટ ક્લોથ ટોપ.

સ્કિઓન આઇક્યૂ

સ્કિઓન આઇક્યૂ

મોટાભાગના દેશોમાં આ કારને સ્કિઓન આઇક્યુ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જાપાનમાં આ કાર ટોયોટા આઇક્યુ તરીકે ઓળખાય છે.

ડોજ ચાર્જર

ડોજ ચાર્જર

આ કંપની દ્વારા આ બ્રાન્ડ નેમ હેઠળ અનેક મોડલ્સ બહાર પાડે છે.

મિનિ કુપ

મિનિ કુપ

આ કારને 2011ના ફ્રન્કફર્ટ મોટર શોમાં રજુ કરવામાં આવી હતી. આ કાર એ જ વર્ષે રસ્તા પર દોડતી પણ થઇ ગઇ હતી.

મર્સીડિઝ બેન્ઝ

મર્સીડિઝ બેન્ઝ

મર્સીડિઝ બેન્ઝ SL550નું નિર્માણ 1954થી કરવામાં આવે છે. આ કારને 2013માં સ્પોર્ટી બનાવવામાં આવી હતી, પરંતુ જાણકારોનું કહેવું છે કે, સ્પોર્ટિંગ માટે આ કારની ડિઝાઇન ઘણી હેવી છે.

English summary
The design of a vehicle is as important as the horsepower it boasts when it comes to drive auto-fanatics wild. Automobile designers take keen focus on engine features and classy interiors and at times forget to look into the exterior of the vehicle. Here is a list of the 10 ugliest cars as compiled by Forbes magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X