
Year Ender 2017: આ જાણીતી હસ્તિઓએ છોડ્યો આપણો સાથ...
જે વ્યક્તિ દુનિયામાં આવે છે તેને પાછા બધા દુનિયાના અને મોહમાયાના બંધનો તોડીને ઉપર જવું જ પડે છે. આ વર્ષે આપણે ઘણી ખુશીઓ મેળવી તે સાથે જ ઘણા દુઃખો પણ સહન કરવા પડ્યા છે. થોડા જ દિવસોમાં આપણે 2017ને છોડીને 2018માં પ્રવેશ કરશું. આ વર્ષની વાતો અને યાદોને પાછળ છોડી આપણે નવા રસ્તાની શરૂઆત કરીશું. પરંતુ એકા ઘણા હાથ છે જેણે 2017માં આપણો સાથ છોડી દીધો છે. ભારતના એવા કેટલાક દિગ્ગજ સિતારાઓ જેણે 2017ના વર્ષમાં આપણે હંમેશા માટે ખોઈ ચૂક્યા છીએ. એવી કેટલીય નામી હસ્તીઓના આજે ખાલી નામ જ રહી ગયા છે. તો ચાલો એક વખત આ હસ્તિઓને યાદ કરી લઇએ....

ઓમ પુરી અને અબ્દુલ હલીમ ઝફર
વર્ષની શરૂઆતમાં જ ભારતે તેના કલા જગતના બે મોટા નાયકને ખોઈ નાખ્યા હતા. 4 જાન્યુઆરીના સિતાર વાદક અબ્દુલ હલીમ ઝફર ખાને તેમના છેલ્લા શ્વાસ લીધા. ભારત સરકારે તેમના યોગદાન બદલ તેમને પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમને સંગીત નાટ્ય અકાદમી એવોર્ડ પણ આપવામા આવ્યો હતો. તેમની વિદાયનું દુખ ભૂલાય એ પહેલા જ દેશને બીજો ઝટકો લાગ્યો. 6 જાન્યુઆરીના રોજ બોલીવૂડના દિગ્ગજ કલાકાર ઓમ પુરનું હાર્ટ એકેટ આવવાથી મોત થયું. તેમણે ઘણી અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ આથી તેમને 89માં ઓસ્કાર સમારંભમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સુરજીત સિંહ,સલમા સિદ્દીકી અને મુશ સંતપ્પા
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કેબિનેટમાં મિનિસ્ટર રહેલા સુરજીત સિંહ બરનાલા 14 જાન્યુઆરીના વિદાય લીધી. ઉર્દૂ ભાષાના જાણીતા લેખિકા સલમા સિદ્દીકી પણ 85 વર્ષની ઉમરે મૃત્યુ પામ્યા. તો ફેબ્રુઆરીમાં આપણો સાથ પોરિમર કેમિસ્ટ અને લેધર ટેક્નોલોજીસ્ટ મુશ સંતપ્પાએ છોડ્યો. વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના અન્નય યોગદાનના કારણે તેમને દેશનો સર્વોચ્ચ ભારતીય વિજ્ઞાન પુરસ્કાર ' શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રાઇઝ' આપવામાં આવ્યો હતો.

તારક મહેતા અને વિનોદ ખન્ના
જાણીતા હાસ્ચ લેખક તારક મહેતા લાંબી બિમારીના અંતે 1 માર્ચના મૃત્યુ પામ્યા હતા. ટી.વી પર આવતો લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' તે તેમના જ પુસ્તક પરથી બનાવવામાં આવ્યો છે. હાસ્ય લેખોમાં તારક મહેતાઓ ખુબ યોગદાન આપ્યુ છે. ટેલીવૂડ બાદ હવે તો બોલીવૂડના વાત કરવામાં આવે તો દયાળુ અભિનેતા તરીકે જાણીતા એવા વિનોદ ખન્ના આ વર્ષે એપ્રિલમાં દુનિયાથી વિદાય લીધી. તેઓ ઘણા સમયથી બ્લક કેન્સનની બિમારીથી હેરાન હતા.

રીમા લાગુ, સી. નારાયણ રેડ્ડી અને યશ પાલ
બોલીવૂડની ફેવરેટ માં એટલે કે રીમા લાગુનું 17 મેના રોજ હાર્ડ એટેકના કારણે મૃત્યુ થયુ હતું. તો સાહિત્ય અકાદમીના એવોર્ડથી સમ્માનિત એવા લેખક સી. નારાયણ રેડ્ડીએ દેશને અવલિદા કહી દીધુ હતું. તો 24 જુલાઈના રોજ બ્રિટિશ ભારતમાં જન્મેલા વૈજ્ઞાનિક યશપાલનું નિધન થયુ હતું. તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યુ હતું.

સંતોશ મોહન દેવ અને ભક્તિ યાદવ
કોંગ્રેસના દિગ્ગજ નેતા સંતોષ મોહન દેવનું 2 ઓગસ્ટના રોજ મૃત્યુ થયુ હતું. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સૌથી વિશ્વાસુ નેતા હતા. ડોક્ટર હોય અને દરદીની સારવાર કરે તેમાં કોઈ નવાઇ નહી, પરંતુ 6 દશકાથી સારવાર કરે અને એક પણ પૈસા ન લે..તે વાતમાં ઘણી નવાઇ છે. ગાઇનિકોલોજિસ્ટ ભક્તિ યાદવ સ્ત્રીઓની સારવાર કરતા હતા પણ પૈસા લેતા ન હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભક્તિ યાદવનું અવસાન 14 ઓગસ્ટના થયુ હતું ત્યારે તેમના પર શોક વ્યક્ત કર્યો હતો

ગૌરી લંકેશ, અર્જૂન સિંહ અને ટોમ ઓલ્ટર
5 સપ્ટેમ્બરના રોજ ભારતીય પત્રકારોએ પોતાના એવા પત્રકારને ખોઈ નાખ્યા જે પોતાના વિચાપ વ્યક્ત કરવા ક્યારે ડર્યા ન હતા. અમે વાત કરી રહ્યા છીએ ગૌરી લંકેશની જેની અજ્ઞાત યુવકે હત્યા કરી નાખી હતી. એવા જ ભારતીય વાયુ સેનાના માર્શલ અને 5 સ્ટાર રૈક પ્રાપ્ત કરનાર અર્જનસિંહ પણ 16 સપ્ટેમ્બરે નિધન પામ્યા હતા. 29 સપ્ટેમ્બરના રોજ બોલીવૂડ ફિલ્મોમાં અંગ્રેજી અભિનેતા તરીકે કામ કરનાર ટોમ ઓલ્ટરનું સ્કીન કેન્સરની લાંબી બિમારી બાદ મૃત્યુ થયુ હતું.

કુંદન શાહ, ગિરિજા દેવી અને શશી કપૂર
'જાને ભી દો યારો' જેવી ક્લાસિક ફિલ્મો બનાવવા વાળા ફિલ્મ નિર્દેશક કુંદન શાહનું 7 ઓક્ટોબરના નિધન થયુ હતું. તો બીજી તરફ ઠુમરી ક્વીનથી જાણીતા એવા ગિરિજા દેવીએ પણ આ સંસારને છોડીને જતા રહ્યા છે. આ સાથે વર્ષના અંતમાં બોલીવૂડના દિગ્ગજ અને સ્ટાર શશી કપૂર પણ લાંબી બિમારી બાદ 4 ડિસેમ્બરના રોજ મૃત્યુ પામ્યા હતા.