2014ના આ 14 સંકલ્પોથી તમે ઘરમાં ખુશીઓનો ઢગ કરી શકશો
સામાન્ય રીતે કહીએ તો આપણા જીવનનું વધુ એક વર્ષ ઓછું થઇ ગયું, એની સાથે જ વર્ષ 2014નો ઉદય થયો. પરંતુ વર્ષ 2014માં આપે કોઇ સંકલ્પ કર્યો. સામાન્ય રીતે લોકો પહેલા દિવસે જ પોતાના સ્વાસ્થ્ય, કરિયર, નોકરીને લઇને સંકલ્પબધ્ધ થતા હોય છે. પરંતુ આપ આખું વર્ષ ખુશીઓ મેળવવા માગતા હોવ તો નાણાકિય સંકલ્પોને ચોક્કસ યાદ રાખવા પડશે. વર્ષ 2014ના 14 સંકલ્પો થકી આપ અને આપનો પરિવાર સુખમય જીવન જીવવા માટે સફળ થઇ શકે છે.
માર્કેટ વિશ્લેષકો અનુસાર 2013માં કેટલો નફો થયો કેટલું નુકસાન, તેને હવે ભૂલાવી દો. માત્ર અનુભવોથી આગળની રણનીતિ બનાવી જોઇએ. 2014માં રોકાણકારો પોતાને સુરક્ષિત બનાવવા ઇચ્છતા હોય, તો તેઓએ પોતાનો રસ ડેટ ફંડ તરફ દાખવવો પડશે. પરંતુ અત્રે પણ ડિફોલ્ટનો ભય રહે છે, રોકાણકારોએ એવા ફંડ હાઉસની પસંદગી કરવી જોઇએ જ્યાં ડિફોલ્ટનો કોઇ ભય ના હોય, સાથે સાથે સારા ક્વોલિટીના ડેટ ફંડ્સને પોતાના પોર્ટફોલિયોમાં સ્થાન આપવું જોઇએ.
પોર્ટફોલિયોમાં ઇશ્યોરન્સને પણ પૂરતું સ્થાન આપવું જોઇએ અને તેને ફરજીયાતપણે લેવું જોઇએ. ટર્મ પ્લાન અને હેલ્થ પ્લાન સૌથી પહેલા લો, ત્યારબાદ સુરક્ષા ગાર્ડ્સ તરીકે ક્રિટિકલ ઇલનેસ અને એક્સિડેન્ટલ પોલીસી પણ જરૂર લેવી. જ્યારે સૌથી મહત્વની વાત ઇંસ્યોરન્સને ક્યારેય પણ રોકાણ સમજવું નહીં. સાથે જ પોર્ટફોલિયોમાં કૂલ રોકાણના 5-7 ટકા ભાગ ગોલ્ડ ફંડ માટે સુરક્ષિત રાખવું.
વર્ષ 2014ના 14 રિઝોલ્યૂશન..

1.
પોતાના ખર્ચાઓની એક લિસ્ટ તૈયાર કરો. બેંક અને ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટને પગલે બજેટ તૈયાર કરો.

2.
ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવાની કોશિશ કરો.

3.
ઇન્સ્યોરન્સને રોકાણ સમજવું નહીં, જ્યારે ટર્ન પ્લાન અને હેલ્થ પ્લાન સૌથી પહેલા લેવા.

4.
પોર્ટફોલિયોમાં ફંડનું પૂર આવવા દેવું નહીં, માત્ર 5-6 સારા ફંડની પોર્ટફોલિયોમાં રાખશો.

5.
ઓછા સમયમાં વધારે રિટર્ન આપનારા વિકલ્પો તરફ આકર્ષિત થવું નહીં.

6.
ઇમરજન્સી ફંડ તરીકે 5-6 મહીનાના ખર્ચની રકમ અલગ રાખશો.

7.
ઓછામાં ઓછા 3થી 6 મહિના ઇમરજન્સી ફંડ પોતાની પાસે રાખવું.

8.
જો આપે લોન લીધેલી છે તો તેના વ્યાજદરને ઓછું કરવાની કોશિશ કરવી.

9.
પોતાના રિટાયરમેન્ટની તૈયારી ચોક્કસ કરવી. આવી યોજનાઓમાં રોકાણ કરવું જે લાંબી અવધિ માટે હોય.

10.
સમય પર ટેક્સ જમા કરવું અને ઇનકમ ટેક્સથી બચવાના પ્રોડક્ટને પોતાના પોર્ટફોલિયોમાં ચોક્કસ રાખવી.

11.
એવા ઘર અને કારની ખરીદી કરો જે તમારા બજેટમાં હોય.

12.
પોતાના ક્રેડિટ સ્કોરને બરાબર રાખો. યાદ રહે કે લોન લેવા માટે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઇએ.

13.
હંમેશા ફિટ રહેશો અને તેના માટે નિયમિત રીતે વ્યાયામ કરશો. જેથી બિમારીઓ ના આવે અને ઇંશ્યોરન્સ કમ પ્રીમિયમ પર મળી શકે.

14.
અંતમાં સૌથી જરૂરી વાત પોતાની અને પોતાના ચાહનારની જરૂરીયાતોને પૂરી કરો. પોતાના રૂપિયાને યોગ્ય સમય પર અને યોગ્ય લોકોની સાથે ખર્ચ કરો. આખરે આપ રૂપિયાને પોતાના અને પોતાના પરિવાર માટે જ બચાવો છો.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
