ટોપ 10 ટિપ્સ જે આપના એંડ્રોઇડ ફોનને રાખશે સુરક્ષિત
હવે ફીચર્સ ફોનનો જમાનો ગયો, અને આવી ગયો છે સ્માર્ટફોનનો જમાનો. દરેકની પાસે હવે આપને માત્ર એંડ્રોઇડ ફોન જ જોવા મળશે. એંડ્રોઇડ દુનિયાનો સૌથી પોપ્યુલર મોબાઇલ પ્લેટફોર્મ છે, તે વાતમાં કોઇ શંકા નથી. તેના પોપ્યુલર હોવાનું સૌથી મોટું કારણ એ છે કે તેનો પ્રયોગ કરવામાં ખૂબ જ સરળ છે. અને તેને પોતાની પસંદગી પ્રમાણે ઢાળી પણ શકીએ છીએ. જ્યારે ગૂગલ પ્લે સ્ટોર દુનિયાના સૌથી મોટા એપ્લિકેશન સ્ટોર્સમાંથી એક છે જેમાં લાખો થર્ડ પાર્ટી એપ્લિકેશન આપને મળી જશે.
દુનિયામાં સૌથી વધારે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર રન કરનાર સ્માર્ટફોન છે જેના કારણે હંમેશા એંડ્રોઇડ સ્માર્ટફોન પર હેકરોનો હુમલો થતો રહે છે જોકે ગૂગલ તેના માટે હંમેશા યૂજરોને સમય-સમય પર કેટલાંક નિર્દેશ જારી કરતી રહે છે. જો આપ પણ એંડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો સ્લાઇડરમાં આપવામાં આવેલી જરૂરી વાતો પર ધ્યાન આપો. જેનાથી આપનો સ્માર્ટફોન હંમેશા સુરક્ષિત રહેશે.
આપના એંડ્રોઇડ સ્માર્ટફોનને સુરક્ષિત રાખવાની રીતો આ પ્રમાણે છે...

સ્ક્રીન લોકનો પ્રયોગ કરો
પોતાના ફોનમાં હંમેશા સ્ક્રીન લોકનો પ્રયોગ કરો, જેથી મોબાઇલ ખોઇ જવાથી પણ તેનો ડેટા કોઇ સરળતાથી ચોરીના શકે. તેના માટે આપ તમારા ફોનની સિક્યોરિટી સેટિંગમાં જઇને સ્ક્રીન લોક એક્ટીવેટ કરી શકશો.

ઇંક્રિપ્ટ
એંડ્રોઇડ પ્લેટફોર્મ ડિવાઇસીસમાં આપ આપનો ડેટા ઇંક્રિપ્ટ કરી શકો છો, આના માટે બસ આપની પાસે પાસવર્ડ અને પિન હોવો જરૂરી છે. આ રીતે આપ પોતાના ડેટા સેફ રાખી શકશો. આને આપ આપના એંડ્રોઇડ ડિવાઇસીસની સિક્યોરિટી સેટિંગમાં જઇને સેટ કરી શકશો.

પર્સનલ ડિવાઇસને ઓફિસમાં પ્રયોગ કરતા પહેલા
જો આપ પોતાના પર્સનલ એંડ્રોઇડ ટેબલેટ અથવા ફોનને ઓફિસના વાઇફાઇમાં પ્રયોગ કરી રહ્યા હોવ તો તેને પહેલા કંપનીના આઇટી ડિપાર્ટમેંટને તેની જાણકારી આપી દો. કારણ કે તેનાથી આપના ફોનનો ડેટા ખતરામાં પડી શકે છે.

ગૂગલ એંડ્રોઇડ ડિવાઇસ મેનેજર એક્ટિવેટ રાખો
જો આપનો ફોન ક્યારેય પણ ખોવાઇ જાય છે તો તમારા ડેટાને સેફ રાખો અને તેને ટ્રેક કરવા માટે, ગૂગલ એંડ્રોઇડ ડિવાઇસ મેનેજરનો પ્રયોગ કરો, આનાથી આપ આપના મોબાઇલનો ડેટા ક્યાયથી પણ ડિલીટ કરવાની સાથે તેનું લોકેશન પણ ટ્રેક કરી શકો છો.

જરૂરી ડેટા એસડી કાર્ડમાં ના રાખો
તમારા કોઇ પણ જરૂરી ડેટાને એસડી કાર્ડમાં સેવ ના કરો, માની લો કે જો આપનો મોબાઇલ ખોવાઇ જાય છે તો તેના મેમોરી કાર્ડમાં સેવ ડેટાને સરળતાથી ચોરી શકાય છે જ્યારે ફોનમાં સેવ ડેટાને ચોરવો સરળ નથી.

અનનોન સોર્સથી ઇંસ્ટોલ ના કરો
તમારા એંડ્રોઇડ ફોનમાં ગૂગલ પ્લે ઉપરાંત કોઇ પણ અન્ય સ્ટોરથી એપ્લિકેશન ઇંસ્ટોલ ના કરો, તેનાથી ફોનમાં બગ અથવા વાયરસ આવવાના ચાન્સીસ વધી જાય છે.

એપમાં લોક લગાવીને રાખો
ફોનમાં સેવ એપ્લિકેશનોમાં લોક લગાવીને રાખો જેથી કોઇ અન્ય વ્યક્તિ તેને ઓપેન ના કરી શકે ખાસ કરીને બેંક અને પાસવર્ડ સંબંધિત એપ પર તો ચોક્કસ લોક લગાવીને રાખો.

તમારા ફોનને રૂટ ના કરો
તમારા એંડ્રોઇડ ફોનને ક્યારેય રૂટ ના કરો તેનાથી ફોનની વોરંટી અને ગેરંટી ચાલી જાય છે સાથે જ બીજી ઘણી સુરક્ષા ખામીઓ આવી જાય છે.

સોફ્ટવેર અપડેટ રાખો
પોતાના એંડ્રોઇટ ફોનના સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખો, તેના માટે સેટિંગમાં જઇને સિસ્ટમ અપડેટ ઓપ્શન પર ક્લિક કરો જો કોઇ નવું અપડેટ હોય તો તેને અપડેટ કરી લો.

સાઇન આઉટ કરો
ફોનમાં કંઇ પણ સાઇન કર્યા બાદ તેને સાઇન આઉટ કરી દો જેથી ભૂલથી તેનો પાસવર્ડ બદલીને આપના એકાઉંટ પર હાથના સાફ કરી જાય.












Click it and Unblock the Notifications
